આ ગરીબ મહિલાને હોટલમાં મંગાવેલા ઇંડામાંથી મળી આવ્યો દુર્લભ મોતી, હવે અચાનક જ બની ગઈ કરોડપતિ…
થાઇલેન્ડની એક મહિલા પાસેથી 164 રૂપિયામાં ખરીદેલા સીપીમાં નારંગી રંગનો એક દુર્લભ મોતી મળી આવ્યો છે. બજારમાં આ મોતીની કિંમત 50 લાખ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. થાઇલેન્ડમાં દરિયાઈ આહારને વ્યાપક પ્રમાણમાં પસંદ કરવામાં આવે છે.
શ્રીમંતથી લઈને ગરીબ લોકો તેમની જરૂરિયાતો અનુસાર દરિયાઇ જીવો ખરીદે છે અને તેમાંથી વિવિધ વાનગીઓ બનાવે છે. આજ ક્રમમાં આ મહિલાએ 70 ભાટમાં સતુનના બજારમાંથી રાત્રિભોજન માટે સમુદ્રનો એક જીવ ખરીદ્યો હતો. ભારતીય રૂપિયામાં 70 ભાટની કિંમત આશરે 164 રૂપિયા છે.
આ સ્ત્રીને ખબર નહોતી કે આ સમુદ્રનું પ્રાણી બીજી જ ક્ષણે તેનું ભાગ્ય બદલી શકે છે. તેણી જ્યારે તેના ઘરે જમવા માટે દરિયાઈ જીવને કાપી રહી હતી, ત્યારે તેને શેલની અંદર એક નારંગી રંગની વસ્તુ દેખાઈ હતી. શરૂઆતમાં તેણે વિચાર્યું કે તે એક પથ્થર હશે, જે છીપ ખાઈ ગયો હશે પરંતુ, જ્યારે તેને ખબર પડી કે નારંગી પદાર્થ ખરેખર દુર્લભ મોતી છે, ત્યારે તેની ખુશીનો કોઈ પાર ન હતો.
આ નારંગી મોતીનું વજન લગભગ છ ગ્રામ હોવાનું કહેવામાં આવે છે, જેનો વ્યાસ લગભગ 2.5 સેન્ટિમીટર છે. કોડેકોર્નના પરિવારના સભ્યોએ આ મોતી અંગેની માહિતી છુપાવી રાખી હતી. તેમને ડર હતો કે જો તેઓ લોકોને મોતી વિશે કહેશે, તો પછી જે વ્યક્તિ છીપ વેચે છે તે મોતીની માંગ કરશે. મહિલાને 30 જાન્યુઆરીએ મોતી મળ્યો, પરંતુ જ્યારે તેણે તેની માતાની દવાના ખર્ચ માટે વેચવાનો પ્રયાસ કર્યો, ત્યારે લોકોને ઘટનાની જાણ થઈ હતી.
મહિલાએ કહ્યું કે મેં જ્યારે મારી માતાને આ મોતી બતાવ્યો ત્યારે તેણે કહ્યું કે તે મેલો મોતી છે અને ખૂબ મૂલ્યવાન છે. કોડાકોર્નના પિતા નિવાત તાંતીવાતકુલે જણાવ્યું હતું કે તેમને રોકડની ખૂબ જ જરૂર છે કારણ કે તે પોતે અકસ્માતનો ભોગ બન્યા છે અને તેની પત્નીને કેન્સરની સારવારની જરૂર છે જેથી તે એક લાખથી વધુ મેડિકલ બીલ ચૂકવી શકે છે.
કોડાકોર્કોને કહ્યું કે અમે હવે વધુ રાહ જોઈ શકતા નથી. અમને આશા છે કે ટૂંક સમયમાં કોઈપણ ખરીદનાર અમારો સંપર્ક કરશે, જે તેની યોગ્ય કિંમત આપી શકે. મેં ઘણાં લોકોની વાર્તાઓ સાંભળી છે જેમને આવા દુર્લભ મોતી મળ્યા છે, પરંતુ તે બધા તેને વેચવામાં સફળ થયા હતા. અમે ખૂબ ગરીબ છીએ, હું આશા રાખું છું કે અમે પણ આવું કરી શકીએ, કારણ કે આ પૈસા અમારી ઘણી જરૂરિયાતો પૂરી કરી શકે છે.
મેલો મોતી નારંગી અને ભૂરા રંગના હોય છે. બજારમાં આ મોતીની કિંમત ઘણી વધારે હોય છે. તેઓ સમુદ્રના છીપમાં જોવા મળે છે જેને વલ્ટિડેય કહેવામાં આવે છે. આ છીપો સામાન્ય રીતે મ્યાનમારના કાંઠેથી દક્ષિણ ચીન સમુદ્ર અને અંદમાન સમુદ્ર સુધી જોવા મળે છે. ગયા મહિને જ એક અન્ય માછીમારે 99 રૂપિયાના દરિયાઇ છીપમાંથી 70 લાખ રૂપિયાના મોતી મળી આવ્યા હતા.