રાજ્યમાં કોરોના મહામારીને કારણે કોરોના ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી, જેની અવધિ આજે પૂરી થતા આજે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં આજે કોરોના કેસમાં ઘટાડો થતા હવે રાજ્ય સરકાર દ્વારા થોડી રાહત આપવામાં આવી છે, જેને લઈને આજે બેઠકમાં નિર્ણયો લેવામાં આવ્યા છે, જો કે, ગુજરાતમાં કોરોનાના આંકડો છેલ્લા 15 દિવસથી સતત ઘટી રહ્યો છે ત્યારે કોરોનાની હાલની પરિસ્થિતિને અનુરૂપ નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આજે આ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ આરોગ્ય રાજ્ય મંત્રી નિમિષાબેન સુથાર તથા મુખ્ય સચિવ પંકજકુમાર અને ગૃહના અધિક મુખ્ય સચિવ રાજકુમાર સહિતના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા.
આ બેઠકમાં ખુલ્લામાં થતા લગ્ન પ્રસંગ અને જાહેર કાર્યક્રમોમાં ક્ષમતાના 75%ની છૂટ આપવામાં આવી છે. વધુમાં લગ્ન માટે નોંધણી કરાવવામાંથી પણ મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત આ જાહેરનામાની મુખ્ય બાબતોમાં રાજ્યના બે મહાનગરો અમદાવાદ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યુ તા.18 ફેબ્રુઆરી થી તા.25 ફેબ્રુઆરી. દરમ્યાન દરરોજ રાત્રે 12થી સવારે 5 વાગ્યા સુધી અમલમાં રહેશે.
દુકાનો, કોમર્શિયલ સંસ્થાઓ, લારી-ગલ્લા, શોપિંગ કૉમ્પ્લેક્સ, માર્કેટિંગ યાર્ડ, સાપ્તાહિક ગુજરીબજાર, હાટ, હેરકટિંગ શૉપ, સ્પા-સલૂન, બ્યૂટિપાર્લર તથા અને વ્યાપારિક ગતિવિધિઓ રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. રાજ્ય સરકારે વેપાર-ઉદ્યોગ, નાના વેપારીઓ, ધંધા-રોજગાર કારોની આર્થિક સ્થિતિને પણ ધ્યાનમાં રાખીને આ છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…