મહેસાણાના એક વ્યક્તિએ 90 હજારના સિક્કા આપી ખરીદ્યું ટુ વ્હીલર, જાણો અહીં…
મહેસાણાના એક વ્યક્તિએ 90 હજારના સિક્કા આપી ખરીદ્યું ટુ વ્હીલર, જાણો અહીં...
કેટલાક લોકો માટે સિક્કાનું બહુ મહત્વ હોતું નથી. અને કેટલાક લોકો એક, બે, પાંચ અને 10 રૂપિયાના સિક્કા (છૂટક પૈસા) ભેગા કરીને ટુ વ્હીલર વાહન ખરીદી લે છે. પરંતુ આવું કરનાર બહુ ઓછા જ લોકો મળે છે. આપણા અંદરથી ઘણા બાદ લોકો હશે જે તેમની નાની નાની રકમ ભેગી કરીને બાદમાં તેમની પ્રોપટી પણ ઉભી કરતા હોય છે. જેને જાણીને આપણે પણ આશ્ચર્યમાં પડી જતા હોઈએ છીએ, ત્યારે આજે આવો જ બનાવ સામે આવ્યો છે.
સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મહેસાણામાં રહેતો એક વ્યક્તિ 90 હજાર રૂપિયાના સિક્કા સાથે ટુ વ્હીલર ખરીદવા શહેરના અનેક વાહન વિક્રેતાઓના શોરૂમ પર પહોંચ્યો હતો. પરંતુ 90 હજારના સિક્કા આપીને અનેક શોરૂમ માલિકોએ ટુ વ્હીલર આપવાની ના પાડી દીધી હતી. પરંતુ આ માણસે આશા છોડી નહિ. તે સિક્કા લઈને અન્ય શોરૂમ પાસેથી પસાર થઈને શહેરના રાધનપુર રોડ પર આવેલા ટુ-વ્હીલરના શોરૂમ પહોંચ્યો હતો.
અહીં શોરૂમના માલિકે સિક્કા ગણ્યા બાદ આ વ્યક્તિને તમામ તાજની કાર્યવાહી બાદ ટુ વ્હીલર આપી દીધું હતું. શોરૂમમાં કામ કરનાર સુનીલ પ્રજાપતિ નામના યુવકે જણાવ્યું કે પહેલા તો શોરૂમના માલિકે તેને મજાક સમજીને સિક્કા લઈને આવનાર વ્યક્તિને ત્યાં બેસાડી દીધો હતો.
આ પછી શોરૂમના એક કર્મચારીને સિક્કા ગણવાનું કહેવામાં આવ્યું અને તેમને બાજુ પર બેસાડી દીધો. આ કર્મચારીએ સિક્કા ગણવાનું શરૂ કર્યું અને અડધા દિવસ પછી તેને ગણીને શોરૂમના માલિકને કહ્યું કે આ પૂરા 90 હજારના સિક્કા છે. બાદમાં શોરૂમના માલિકે તેને ટુ વ્હીલર આપી દીધું હતું.