ક્રાઇમ

ચાર વર્ષની બાળકીએ આઠ મહિનાના ભાઈને પાણી સમજાવી પીવડાવ્યું ડીઝલ અને પછી…

ચાર વર્ષની બાળકીએ આઠ મહિનાના ભાઈને પાણી સમજાવી પીવડાવ્યું ડીઝલ અને પછી...

આજે એક વિચિત્ર ઘટના સામે આવી છે. નોઈડામાં ડીઝલ પીવાથી 8 મહિનાના બાળકનું મોત થઈ ગયું હોવાનું સામે આવ્યું છે. 4 વર્ષની બાળકીએ ભૂલથી તેના નાના ભાઈને પાણીને બદલે ડીઝલ આપી દીધું, જે બોટલમાં રાખવામાં આવ્યું હતું. આ અકસ્માત નોઈડાના છીજારસીમાં થયો હતો. ડીઝલ પીધા બાદ થોડી જ વારમાં બાળકનું હોસ્પિટલમાં મોત થયું હતું.

લવ કુશ તેના પરિવાર સાથે પોલીસ સ્ટેશન સેક્ટર-63 વિસ્તારની છીઝરસી કોલોનીમાં રહે છે. બુધવારે તેણે પોતાના ઘરે બોટલમાં ડીઝલ ભર્યું હતું. રાત્રીના સમયે તેમની 4 વર્ષની પુત્રીએ પાણી સમજીને ડીઝલને પોતાના 8 મહિનાના ભાઈ કૃષ્ણાન પીવડાવી દીધો હતો.

થોડા સમય બાદ બાળકની તબિયત બગડવા લાગી તો પરિવારજનોને ખબર પડી હતી. તેઓ તરત જ તેને હોસ્પિટલ લઈ ગયા હતા. પરિવાર બાળકને સારવાર માટે સેક્ટર-3 સ્થિત ચાઈલ્ડ પીજીઆઈમાં લઈ ગયા હતા. અહીં તેમનું મૃત્યુ થયું હતું. માહિતી મળ્યા બાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. આ ઘટના અંગે બાળકના પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પરિવારની હાલત ખરાબ છે.

[quads id=1]

Related Articles

Back to top button