આ કળિયુગના સમયમાં કોઈ પણ સુરક્ષિત જણાઈ રહ્યું નથી. જે દેશમાં હત્યા, લૂંટફાટ, અત્યાચાર ગેંગરેપ અને મહિલાઓ સાથે છેતરપિંડીના કેસો સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે દેશમાં નાની બાળકીઓથી લઈને મોટી યુવતીઓ પણ સુરક્ષિત નથી, ત્યારે હવે નાની બાળકીઓ પોતાના ઘરમાં પણ સુરક્ષિત ન હોવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે આજે એક એવો બનાવ સામે આવ્યો છે જેને જાણીને તમે પણ ચોકી જશો. આ બનાવ સુરત શહેરમાંથી સામે આવ્યો છે, ત્યારે સુરત શહેરમાં રેપ, હત્યા અને લૂંટ જેવા ગુનાઓ હવે સામાન્ય બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. આ ઘટનામાં સગાં બાપે જ તેની 10 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ કર્યું છે. જેના કારણે તેની હાલત બગડી છે.
સુરતના સરથાણામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે જો કે આ ઘટના એટલા માટે વધુ ચર્ચામાં આવી રહી છે કારણે કે આ 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર બીજું કોઈ નહિ પરંતુ તેનો સગો બાપ હોવાનું સામે આવ્યું છે અને આ બાળકી પર દુષ્કર્મ કરવામાં આવતા તેના પ્રાઇવેટ પાર્ટમાં ઇજા પહોંચતા તેને પ્રાઇવેટ પાર્ટમાં ચાર ટાંકા પણ લેવા પડ્યાં હોવાનું સામે આવ્યું છે. જે બાળકીના ગુપ્તાંગમાંથી ઈજાને કારણે અતિશય લોહી નીકળતું હોવાથી ઓપરેશન કરી ટાંકા લેવા પડ્યા હતા. હાલમાં આ 10 વર્ષની માસૂમ બાળકીને સ્મિમેરમાં ICU હેઠળ સારવારમાં રાખવામાં આવી છે.
સુરત પોલીસે હાલમાં આ આરોપી પિતાની રાત્રે જ ધરપકડ કરી લીધી હતી. જો કે તેના પિતાએ આ બાળકીને એક અઠવાડિયા પહેલાં પણ દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. અને આ અગાઉ પણ નરાધમે મોટી દીકરી સાથે અડપલાં કર્યા હતા જો કે પરિવારના કોઈ સભ્યે તેની વાત સાંભળી ન હતી. અને મોટી દીકરીને અને નાની દીકરીને આ અંગે જો કોઈને કહેશે તો તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપતો હતો.
જો કે આ આરોપી પિતાએ તેનું આ પાપ છુપાવવા માટે એક કહાની પણ બનાવી દીધી હતી અને તેને પોલીસનું જણાવ્યું હતું કે, અજાણ્યા ઈસમે ઘરની અંદર ઘુસી આવી નાની દીકરી અને ભાઈને અન્ય રૂમમાં પુરી દીધા હતા અને બાદમાં 10 વર્ષની મોટી દીકરી સાથે દુષ્કર્મ આચરી ત્યાંથી ભાગી ગયો હોવાનું જણાવ્યું હતું, જેના લાંબા વાળ અને કાનમાં બૂટી પહેરેલી તથા બ્લેક કલરનું ટી-શર્ટ પહેર્યું તેમજ નેપાળી જેવો દેખાતો હોવાની કહાની બનાવી દીધી હતી. પરંતુ મોડી રાત્રે બાળકીએ પોલીસને આ મામલે સમગ્ર હકીકત જણાવી દેતા પિતાનો ભાંડો ફૂટી ગયો હતો અને પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…