દેશ

મુંબઈના કુર્લામાં 4 માળની ઈમારત ધરાશાયી, અનેક લોકો દટાયા

મુંબઈના કુર્લામાં 4 માળની ઈમારત ધરાશાયી, અનેક લોકો દટાયા

મુંબઈ કુર્લાના નાઈક નગરમાં 4 માળની ઈમારત ધરાશાયી થવાના સમાચાર સામે આવ્યા છે. ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ ઘટનાસ્થળે હાજર છે. હાલમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. BMCના જણાવ્યા અનુસાર કાટમાળ નીચેથી બહાર કાઢવામાં આવેલા 7 લોકોની હાલત સ્થિર છે, 20 થી 25 લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે.

ચીફ ફાયર ઓફિસર સંજય માંજરેકરે જણાવ્યું હતું કે લગભગ 12 વાગ્યે બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. માહિતી મળ્યા બાદ અમારા કેટલાક અધિકારીઓ સ્થળ પર આવ્યા અને તેઓએ 3 લોકોને બચાવ્યા. બચાવી લેવામાં આવેલા પૈકી 1 વ્યક્તિએ જણાવ્યું કે 25-30 લોકો ઈમારતમાં ફસાયેલા હોઈ શકે છે. સ્થાનિક લોકોએ તેમને કાટમાળ નીચે ફસાયેલા 20 થી 22 લોકો વિશે જાણ કરી જ્યારે ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઘટનાની માહિતી મેળવ્યા બાદ સ્થળ પર પહોંચ્યા હતા.

ઘટનાસ્થળે પહોંચેલા BMC એડિશનલ કમિશનર અશ્વિની ભીડેએ જણાવ્યું હતું કે બિલ્ડિંગ જર્જરિત છે અને 2013 પહેલા રિપેરિંગ અને પછી તોડી પાડવા માટે નોટિસ આપવામાં આવી હતી.

[quads id=1]

Related Articles

Back to top button