માતા પિતા ઘણીવાર પોતાના બાળકો વિશે એવું વિચારે છે કે જેનાથી તેના બાળકની બાળપણની યાદો ને એક દમ તાજી રાખી શકાઈ છે. લંડનની એક માતા એ તેના બાળક માટે આવું કઈક કરીને બધાને વિચારમાં મૂકી દીધા હતા. આ માતા દર વર્ષે સ્કૂલના પહેલા દીવસે તેની બાળકીનો ફોટો ક્લિક કરતી હતી.
આ ફોટો 10 વર્ષથી ક્લિક કરતી આવે છે. અને તેની ખાસિયત એ છે કે દર વર્ષે એકજ પોઝમાં ફોટો ક્લિક કરે છે. આજે જે કોઈ તેનું કલેક્શન જુએ છે તે વાહ કર્યા વિના રહી શકતું નથી. આ માતાનું નામ ડેની બાર્નેટ છે અને તેની પુત્રી 14 વર્ષની છે.
શ્રીમતી બાર્નેટ માટે આ ચિત્રોમાં લગભગ સાત વર્ષની સખત મહેનત પછી જન્મેલી તેમની પુત્રીને જોવીએ ખૂબ જ આરામની વાત છે. તે કહે છે કે દર વર્ષે તેનું પરિવર્તન જોવું ખૂબ જ રોમાંચક છે. દર વર્ષે તેની હેરસ્ટાઇલથી ઘણું બધું બદલાય છે.
મિરરના અહેવાલ મુજબ, તેણે કોલાજના ફોટાની શ્રેણીને એક વિશેષ નામ આપ્યું છે, આ છોકરી ખાટી પીતી મસ્ત તંદુરસ્ત લાગી રહી છે. અને હાલ તે તૃણાવસ્થા માંથી પસાર થય રહી છે. ડેની બાર્નેટ એક ગૃહિણી છે. તે તેની પુત્રીના પોઝ વિશે ખૂબ સાવચેત રહે છે. તમે સમજી પણ ન શકો એ હદ સુધી પણ કડક છે.
તેની પુત્રીની તસવીરોમાં જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ હેરસ્ટાઇલથી લઈને તેના ડ્રેસમાં ફેરફારો સ્પષ્ટ પણે જોવા મળે છે. પરંતુ તમામ તસવીરોમાં તેનો પોઝ એક સરખો જ છે. બાજુમાં, હસતા અને શાળાના ગણવેશમાં ડેની બાર્નેટ કહે છે કે હવે જ્યારે તેની પુત્રી 14 વર્ષની છે, ત્યારે તેને તેની આ તસવીરો પણ ગમે છે. તેના શાળાના દિવસોના ચિત્રો જોવું તેના માટે એક સુખદ યાદ છે.