સુરત શહેરમાં માતા-પિતાની ચેતવણી માટેનો એક કિસ્સો સામે આવી રહ્યો છે. હાલ ના સમય માં દરેક યુવાનો અને સગીરોમાં મોબાઈલની ખરાબ લત લગતી હોય તેવું જોવા મળે છે. અને મોબાઈલની લત પકડ્યા પછી તેને મૂકવી ખુબજ મુકશકેલ છે. ઇછાપોરના કવાસ ગામમાં મોબાઈલ ફોનમાં પુત્રને ગેમ રમવાની ના પડતાં, પુત્રએ તેના પિતાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
આ હત્યામાં સગીરે પહેલા જણાવ્યું હતું કે તેના પિતાની હત્યા અકસ્માતથી થઈ હતી. પરંતુ આ બાબતે ઊંડી તપાસ કરતાં પુત્ર એજ તેના પિતાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સુરત શહેરના એસપી એ.કે. વર્માએ જણાવ્યું હતું કે કવાસ ગામમાં રહેતાં 40 વર્ષીય અર્જુન અરુણ સરકારને નવી સિવિલ હોસ્પિટલ માં મંગળવારે રાત્રે મૃત અવસ્થામાં લાવવામાં આવ્યા હતા.
ત્યારબાદ પૂછ પરછ કરતાં જાણવા મળ્યું કે આ યુવાન 6 દિવસ પહેલા બાથરૂમમાં પડી જતાં ઇજા થઈ હતી. આ વાત મૃતકના પુત્ર અને તેના પરિવારે જણાવી હતી. ઈચ્છાપોર પોલીસને નવી સિવિલ હોસ્પિટલ દ્વારા જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસને આગળ તપાસ કરતાં આ મામલો શંકાસ્પદ લાગ્યો હતો.
ત્યારબાદ આ ઘટનાની જાણ થતાં પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ. દેસાઇ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ મૃતકની ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવતા ખબર પડી કે આ મૃતક નું મૃત્યુ અકસ્માતથી નહિ પરંતુ તેની હત્યા કરવામાં આવી છે.
અને સ્પષ્ટ થયું કે આ યુવાનની હત્યા ગળું દબાવીને કરવામાં આવી છે. આ સ્પષ્ટા થયા બાદ હત્યાનું કારણ અને હત્યારા આ બંને વધુ ચોંકાવનારા સાબિત થયા છે. આ યુવાનની હત્યા તેનાજ 17 વર્ષીય પુત્રએ કરી હોવાનું સામે આવ્યું છે.
યુવાનનો પુત્ર મોબાઈલ ફોનમાં ગેમ રમવાની ખરાબ લતે લાગી ગયો હતો. આ ખરાબ લતની તેના પિતાને જાણ થતાં તેને પુત્ર પાસેથી મોબાઈલ લઈ લીધો હતો. મોબાઈલ લઈ લેતા પિતા અને પુત્ર વચ્ચે જગડો થયો હતો.
અને આ જગડામાં પુત્રએ તેના પિતાની ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી. પોસ્ટમોર્ટમમાં હત્યાનો ઘટસ્ફોટ થતાં પોલીસ ઇન્સ્પેક્ટર એન. એ. દેસાઇએ હત્યાનો ગુનો નોંધ્યો હતો. જોકે આરોપી સગીર હોવાથી તેને ડિટેઇન કર્યો હતો.
પરંતુ આ ઘટનાએ સગીરોમાં વધી રહેલા મોબાઇલ ફોનના એડિક્શન સામે લાલબત્તી ચીંધી છે. આ ઘટના બાબતે પોલીસે વધુ માહિતીમાં જણાવ્યું હતું કે, આ પુત્રને તેની માતાએ ગેર માર્ગે દોર્યાં હોવાનું સામે આવ્યું છે. કારણે મંગળવારે સાંજે પિતા અને પુત્રનો ફોન બાબતે જગડો થતાં પુત્ર એ પિતાનું ગળું દબાવ્યું હતું.
અને માતાને આ વાતની જાણ હતી તેમ છતાં તેને તેના પુત્ર વિરુધ્ધ ફરિયાદ નોંધાવી ન હતી. અને પૂછ પરછમાં પણ માતા એ સાચી ઘટના શું બની છે તે કહી ન હતી. સુરત શહેરની સિવિલ હોસ્પિટલના માનસિક રોગોના અધ્યાપક ડૉ. કમલેશ દવેએ કહ્યું હતું કે બાળકોને કિશોરવસ્થામાં ખુબજ ગુસ્સો આવે છે.
અને બાળકોને જે તે વસ્તુ આપવાની ના પાડો તો તે ખુબજ ગુસ્સે થઈ જાઈ છે. અને વધુ ગુસ્સાના કારણે તે હિંસા પર આવી ને ઊભો રહે છે. અને આના કારણે તેને હિંસા કરવી એક સામાન્ય બાબત લાગે છે. તેથીજ તે હકીકત રીતે હિંસા કરીને બેસે છે. હાલના સમયમાં બાળકો પર સોશિયલ મીડિયાનો અને અમુક ફિલ્મોનો તેમના મગજ પર ખુબજ ખરાબ રીતે પ્રભાવ પડી રહ્યો છે.