વજન ઘટાડવા માટે ડાયટમાં શામીલ કરો આ ચાટઃ ફટાફટ વજન ઘટશે
સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે આ ચાટ
અત્યારના સમયમાં લોકોનું જીવન બેઠાડુ થઈ ગયું છે. એટલે સરળતાથી સમજાય એવી ભાષામાં એવું કહી શકાય કે લોકોનું કામ અત્યારે એવું થઈ ગયું છે કે, જેમાં શારીરિક શ્રમ ઓછો હોય છે અને એસી ઓફિસમાં ખુરશી પર બેસીને કમ્પ્યુટર પર કામ કરવાનું હોય છે એટલે શરીરને જોઈએ તેટલા પ્રમાણમાં શ્રમ મળતો નથી અને પરિણામે અનેક લોકોને વજન વધવાની મોટી સમસ્યાઓ સામે આવતી હોય છે.
તો આવો અમે આપને આજે એવા કેટલાક ચાટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે આપને આપનું વજન ઘટાડવામાં મોટી મદદ કરશે.
ફ્રૂટ ચાટ : ફ્રૂટ ચાટ લગભગ તમામ લોકોને પસંદ હોય છે. આના માટે આપને કીવી, અનાનસ, સફરજન, મશરૂમ સહિતના ફ્રૂટ્સની જરૂર પડશે. તમામ સામગ્રીને ટોસ કરો. આમાં બ્લેક સોલ્ટ, ચાટ મસાલો અને લીંબુનો રસ નાંખો. આ ચાટ રેસેપી ફાઈબર, પ્રોટીન અને એન્ટીઓક્સિડેન્ટથી ભરપુર હોય છે. આ ચાટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે.
રાજમા ચાટ : જો આપને રાજમા પસંદ હોય તો રાજમા ચાટ આપનો મનપસંદ મોર્નિંગ બ્રેકફાસ્ટ બની શકે છે. રાજમા ચાટને બનાવવા માટે રાજમાને આખી રાત પલાળીને રાખો અને થોડાક ઉકાળી લો. કાકડી, ટામેટા, ડુંગળી તેમાં નાંખો. આપ પોતાની પસંદના મસાલા તેમાં નાંખી શકો છો. આમાં લીંબૂનો રસ નાંખો. સુગંધ અને સ્વાદ માટે ધાણા પણ નાંખી શકો છો.
સ્પ્રાઉટ્સ મિક્સ્ડ વિથ કોર્ન : મકાઈ, સ્પ્રાઉટ્સ, ટામેટા, ડુંગળી અને મસાલા આમાં મિક્સ કરો. આ આપની ભૂખને દૂર કરવામાં મદદ કરે છે. આ રેસીપી પ્રોટીનથી ભરપૂર હોય છે.
કેરી-ચણા ચાટ : આપ કેરીને પોતાના ચાટમાં શામિલ કરી શકો છો. આ રેસીપી માટે આપને કાળા ચણાને ઉકાળવાના છે અને તાજી કેરી લઈને તેને ઝીણી સમારી લો. આ બંન્ને સામગ્રીઓને કાકડી, ટામેટા અને ડુંગળી સાથે મિક્સ કરી લો. આ ચાટ રેસીપી ફાઈબર, પ્રોટીન અને એન્ટીઓક્સિડન્ટથી ભરપુર હોય છે.