અચાનક હાઈવે પર આવી ગયો વિશાળકાય “એનાકોન્ડા”: સાપનું કદ જોઈને લોકો ચોંકી ગયા! જૂઓ વિડીયો
રાહદારીઓએ ગાડીઓ થોભાવીને એનાકોન્ડાને રસ્તો આપ્યો
સોશિયલ મીડિયા પર અત્યારે એક એનાકોન્ડા સાપનો જોરદાર વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે 10 ફૂટ લાંબો એનાકોન્ડા રોડ પર આરામથી ચાલી રહ્યો છે. તો રોડ પર ડ્રાઈવ કરી રહેલા લોકો આ સાપને જોઈને તુરંત જ પોતાની ગાડી રોકી લે છે અને એનાકોન્ડાને રોડ પાર કરવા દે છે. સાપ હાઈવે વચ્ચે આવેલા ડિવાઈડર પર જઈને પાસે આવેલી ઝાડીઓમાં ગાયબ થઈ ગયો હતો. કેટલાય લોકોએ આ ઘટનાને પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી હતી.
View this post on Instagram
એનીમલ્સવેંચર નામના એક ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી આ વિડીયો શેર કરવામાં આવ્યો છે. એનાકોન્ડાને રસ્તો આપવા માટે બ્રાઝીલના એક હાઈવે પર કેટલાય લોકોએ પોતાના વ્હિકલ્સ થોભાવી દિધા. હવે આ વિડીયો ખૂબ જ વાયરલ થયો છે. લાખો લોકોએ અત્યારસુધીમાં આ વિડીયો જોયો છે. જ્યારે કેટલાય યુઝર્સે સાપને નુકસાન ન પહોંચાડવા બદલ અને તેને શાંતિથી રોડ પાર કરવા દેવા બદલ રાહદારીઓના વખાણ પણ કર્યા છે.
આ વિડીયોના કમેન્ટ સેક્શનમાં એક યુઝરે લખ્યું કે, આ નજારો જોઈને મને ખૂબ જ ખુશી થઈ છે. તો બીજા એક વ્યક્તિએ કમેન્ટ કરીને લખ્યું કે, એ સુંદર સાપને ન મારવા માટે ખૂબ-ખૂબ ધન્યવાદ. જાણકારોનું માનવું છે કે સાંપ ખાવાની શોધમાં રોડ પર આવી ગયો હશે. આપને જણાવી દઈએ કે એનાકોંડા 550 પાઉન્ડ સુધી અને 29 ફૂટથી વધારે લંબાઈ સુધી વધી શકે છે અને આ એનાકોન્ડા એમેઝોન અને ઓરિનોકો બેસિનના જંગલોમાંથી જ મળી આવે છે.