ત્રીજા માળે આગમાં ફસાયેલી 2 બાળકીને બચાવવા લોકોએ કર્યું આ ગજબનું કામ- જુવો વિડિયો
આ 6 સામાન્ય લોકોને ખરેખર દાદ આપવી પડે
સોશિયલ મીડિયા પર એક રેસ્ક્યુ ઓપરેશનનો વિડીયો જોરદાર રીતે વાયરલ થઈ રહ્યો છે. આ સાથે જ યુઝર્સ આ હિરોઝની હિંમતની પણ પ્રશંસા કરી રહ્યા છે. વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે લોકો એકબીજાના સહારે બિલ્ડીંગના ત્રીજા ફ્લોર સુધી પહોંચીને બાળકીઓનું રેસ્ક્યુ કરી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર હુનાનના Xintian માં આ ઘટના એ સમયે થઈ કે જ્યારે એક ઈમારતના ત્રીજા માળ પર આગ લાગી અને બે બાળકીઓ એ આગમાં ફસાઈ ગઈ.
https://www.facebook.com/watch/?v=142981944592748&t=10
આ જ બાળકીઓનો જીવ બચાવવા માટે 6 લોકોએ હ્યુમન ચેઈન બનાવીને કોઈપણ પ્રકારના સુરક્ષા ઉપકરણ વગર જ બિલ્ડીંગના ત્રીજા માળે પહોંચીને બારીના રસ્તેથી બાળકીઓને સુરક્ષીત રીતે બહાર કાઢી. બાદમાં સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયો છે. આ ક્લિપના અંતમાં 2 ફાયરમેન મદદ માટે સીડી લઈને આવતા દેખાયા.
સોશિયલ મીડીયા પર આ વિડીયો વાયરલ થયા બાદ લોકો આ વિડીયો પર જોરદાર કમેન્ટ્સ કરી રહ્યા છે. કેટલાક લોકો બાળકીઓને બચાવનારા લોકોના વખાણ કરી રહ્યા છે તો કેટલાક લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે કે બિલ્ડીંગના ઘરો ગ્રીલ્સથી શાં માટે ઢાંકવામાં આવ્યા છે. જ્યારે કેટલાક લોકો એ સમજાવી રહ્યા હતા કે જરૂરી નથી કે બધાના નસીબ એટલા સારા હોય કે સમય રહેતા લોકો મદદ માટે આવી પહોંચે. એટલે આપણે સાવચેતી રાખવી જ જોઈ.
પરંતુ વાત ગમે તે હોય.આ 6 મરદ મૂછાળાઓની તો પ્રશંસા આપણે કરવી જ પડે. કારણ કે પોતાના જીવને જોખમમાં મૂકીને બીજાનો જીવ બચાવવો એ ખરેખર એક મોટી વાત કહેવાય.