વાયરલ સમાચાર

અફઘાનિસ્તાનથી ભારત આવેલ આ માસૂમ બાળકોને જોતાં જ લોકોનું જીતી લે છે દિલ..

વિમાનમાં કાબુલથી હિંડન સુધી પહોંચેલા લોકોમાં કેટલાક માસુમ બાળકો પણ આવ્યા છે. જેમાં એક બાળક સોશિયલ મીડિયા પર ચર્ચાનુ કેન્દ્ર બન્યુ છે. આ બાળક પાસે ભારતીય પાસપોર્ટ ન હતો. પણ માતાના ખોળામાં આવેલ આ બાળકને સરકારે રોક્યો પણ ન હતો. 

ભારતીય વાયુસેનાનું વિમાન સી-17 ગ્લોબમાસ્ટર કાબૂલથી આજે સવારે ભારતીય મુસાફરોને લઈને હિંડન એરબેઝ પહોંચ્યુ હતું. આજે સવારે આ વિમાને 168 મુસાફરો સાથે કાબુલથી ઉડાન ભરી હતી. તમામ મુસાફરોને સુરક્ષિત રીતે હિંડન એરબેઝ પર ઉતારાયા હતા. 

તાલિબાનના ત્રાસ માંથી મુક્ત થઈને ભારત આવ્યાનો સુખદ અનુભવ આ મુસાફરો ના ચહેરા પર જોવા મળ્યો હતો. સાથે જ પોતાનુ ઘર છોડી આવ્યાનું દુખ પણ તેમને થયુ હતું. પરંતુ આ વચ્ચે કેટલાક નાનકડા મહેમાનો એરબેઝ પર જોવા મળ્યા. 

જેઓ આ સમગ્ર માહોલથી અજાણ છે. અફઘાનિસ્તાન અને તાલિબાન વચ્ચેના સમાચારોથી તેઓ અજાણ છે. ભારત આવેલા આ નાનકડા મહેમાનોના ચહેરા પર ગજબની માસુમિયત જોવા મળી હતી. આ વિમાનમાં કાબુલથી હિંડન સુધી પહોંચેલા લોકોમાં કેટલાક માસુમ બાળકો પણ આવ્યા છે. 

જેમાં એક બાળક સોશિયલ મીડિયા પર ચર્ચાનુ કેન્દ્ર બન્યુ છે. આ બાળક પાસે ભારતીય પાસપોર્ટ ન હતો, પણ માતાના ખોળામાં આવેલ આ બાળકને સરકારે રોક્યો પણ ન હતો. બાળક માતાના ખોળામાં એટલી માસુમિયતથી રમી રહ્યુ હતું, તે આજુબાજુની સઘળી સ્થિતિથી અજાણ હતું. 

આ બાળકને એક અન્ય બાળકી એટલા વ્હાલથી રમાડી રહી છે કે, તે બહુ જ ખુશ નજર આવી રહી છે. બંને બાળકોની માસુમિયત પર સોશિયલ મીડિયામાં લોકો વ્હાલ વરસાવી રહ્યાં છે. અફઘાનિસ્તાનથી કોઈ રીતે બચીને ભારત આવી રહેલા લોકોની આંખોમાં શાંતિની સાથે ડર સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. 

ભારતીય નાગરિકોને જ્યાં દેશ પરત આવવાની ખુશી છે તો અફઘાન નાગરિક પોતાના દેશને આ રીતે બરબાદ થતો જોઈને રડવા લાગ્યા છે. રવિવારે સવારે જ્યારે હિંડન એરબેઝ (Hindon Air Base) પર ભારતીય વાયુસેનાનું  C-17 ગ્લોબ માસ્ટર વિમાન લેન્ડ થયું તો 168 લોકોના પરિવારોએ રાહતના શ્વાસ લીધા હતા. તેમાં 107 ભારતીય સિવાય અફઘાનિસ્તાનના શીખ અને હિન્દુ નાગરિક પણ સામેલ છે.

[quads id=1]

Related Articles

Back to top button