દેશરમત ગમત

પીએમ મોદીજીએ હોકીની પૂરી ટીમ સાથે ફોન પર વાત કરી, વિડિયોમાં જુઓ કેવી રીતે અભિનંદન પાઠવ્યા.

ટોકિયો ઓલમ્પિક્સમાં ભારતીય પુરુષ હોકી ટીમે શાનદાર જીતની સાથે ઇતિહાસ રચી દીધો છે. પુરુષ હોકી ટીમ 41 વર્ષ બાદ ઓલમ્પિક્સમાં કાંસ્ય મેડલ મેળવી જર્મનીને 5-4ની હાર આપી મેડલ પોતાના નામે કર્યો છે.  આ શાનદાર જીત પછી આખા ભારત દેશમાં ખુશી અને જશ્નનો માહોલ જામ્યો છે. આટલું જ નહિ,  સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીએ હોકી ટીમને અભિનંદન આપ્યા, ફોન પર વાત કરી હતી. હોકી ટીમના કેપ્ટન મનપ્રિત સિંહ અને કોચ ગ્રેહામ રીડ સાથેનો એક વિડીયો પણ જોવા મળી રહ્યો છે જેમાં તેઓ પીએમ મોદી સાથે ફોન પર વાત કરી રહ્યા છે.

પીએમ મોદીજી ફોન પર કહી રહ્યા છે કે “મનપ્રિત તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, આપને અને પૂરી ટીમે જે કાર્ય કર્યું છે તે જોયા બાદ આખો દેશ ખુશીથી નાચી રહ્યો છે, આખી ટીમે ઘણી મહેનત કરી છે મારા તરફથી પુરી ટીમને અભિનંદન, આજે આખો દેશ તમારા પર ગર્વ કરી રહ્યો છે.”

ત્યાર પછી પીએમ નરેન્દ્ર મોદીજીએ ટીમના કોચ ગ્રેહામ રીડ સાથે વાતચિત કરી હતી. તમને જણાવી દઈએ કે પીએમ મોદીજી ટ્વિટ કરીને પણ શુભકામનાઓ આપી હતી અને કહ્યું કે “એક ઐતિહાસિક દિવસ.. આ દિવસ જે બધા જ ભારતીયના હદયમાં અંકિત થઈ જશે. કાંસ્ય મેડલ જીતવા બદલ અમારી ભારતીય પુરુષ હોકી ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ, ભારતને પોતાની હોકી ટીમ પર ગર્વ છે.”

તમને જણાવી દઈએ કે તમને જણાવી દઈએ કે, માત્ર પીએમ મોદી જ નહીં પરંતુ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ટ્વીટ કરીને પુરુષોની હોકી ટીમને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વિટ કરી કહ્યું, “41 વર્ષ પછી હોકીમાં ઓલિમ્પિક મેડલ જીતવા બદલ અમારી પુરુષ હોકી ટીમને અભિનંદન. ટીમે અસાધારણ કુશળતા, સામર્થ્યની સાથે જીતવા માટેનો દ્રઢ સંકલ્પ દર્શાવ્યો છે. આ ઐતિહાસિક જીતથી હોકીમાં નવા યુગની શરૂઆત થશે અને યુવાનોને રમતમાં આગળ વધવાની પ્રેરણા મળશે.”

આ સિવાય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે પણ ટ્વિટ કરીને કહ્યું હતું કે, “ભારત માટે કરોડો ચીઅર્સ.. અખિલ ભારતીય હોકી ટીમે કરી બતાવ્યું. આપણી પુરુષ હોકી ટીમે ઓલિમ્પિકના ઇતિહાસના પુસ્તકમાં તેનું નામ અંકિત કર્યું છે. અમને ફરી એકવાર તમારા પર ગર્વ છે.”

આ સાથે જ ગૃહમંત્રી અમિત શાહે પણ પુરુષોની હોકી ટીમને જીત પર અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું, “ટીમ ઇન્ડિયાને અભિનંદન .. આ ક્ષણ દરેક ભારતીય માટે ગૌરવ અને આનંદની ક્ષણ છે. આપણી પુરુષની હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને સમગ્ર રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે.”

તમારી જાણકારી માટે કહી દઈએ કે ભારતે છેલ્લી વાર 1980 મોસ્કો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલની  જીત મેળવી હતી. જો બ્રોન્ઝ મેડલની વાત કરીએ તો 1972 ના મ્યુનિક્સ ઓલિમ્પિકમાં નેધરલેન્ડને હરાવીને મેડલ ભારતે પોતાના નામે કર્યો હતો. ટોક્યોમાં ભારતનો આ ચોથો મેડલ છે. ભારતે ઓલિમ્પિકમાં માત્ર 8 ગોલ્ડ મેડલ જીત્યા છે. તમને જણાવી દઈએ કે, ભારતે માત્ર હોકીમાં જ નહીં પરંતુ વેઈટલિફ્ટિંગ, બેડમિન્ટન અને બોક્સિંગમાં પણ ગોલ્ડ મેડલ જીત્યા છે.

[quads id=1]

Related Articles

Back to top button