ધાર્મિક

શિવને ‘ભોલેનાથ’ કેમ કહેવામાં આવે છે? જાણો તેમની સાથે જોડાયેલી વાતો…

શ્રાવણ મહિના આવી રહ્યો છે આ મહિનાને લઈને હી દૂધર્મમાં ખાસી માન્યતાઓ છે, હિન્દુ ધર્મમાં શિવજીને આદિ, અનંત, અજન્મ એટલે કે જેનો કોઈ આરંભ નહિ કે અંત, નથી એમનો જન્મ કે નહિ તે મુત્યુને પ્રાપ્ત કરતાં આથી જ એમણે શિવ અવતારમાં ન હોવા છતાં ઈશ્વરના રૂપમાં છે

શિવજીને ઘણા નામોથી બોલાવે છે. કોઈ ભોલેનાથ તો કોઈ દેવોના દેવ મહાદેવથી પણ બોલાવે છે તો તેમને મહાકાલ અને કાળના કાળ પણ કહે છે. એટલું જ નહીં, ભગવાન શિવને મૃત્યુના દેવતા માનવામાં આવે છે. બ્રહ્માજી સૃષ્ટિના સર્જક છે, વિષ્ણુ પાલનહાર છે અને ભગવાન શંકર નાશ કરનાર છે. તેઓ માત્ર લોકોનો  નાશ કરે છે. વિનાશના સ્વામી હોવા છતાં ભગવાન ભોલેનાથ સર્જનનું પ્રતીક છે. તેઓ સર્જનનો સંદેશ પણ આપે છે અને વિનાશ પછી સૃષ્ટિની શરૂઆત પણ કરે છે.

આ સિવાય પાંચ તત્વોમાં શિવને વાયુના સ્વામી પણ માનવામાં આવે છે. જ્યાં સુધી શરીરમાં હવા ફરે છે ત્યાં સુધી પ્રાણ શરીરમાં રહે છે. પરંતુ જ્યારે વાયુ ગુસ્સે થાય છે ત્યારે તે વિનાશક બની જાય છે જ્યાં સુધી હવા છે ત્યાં સુધી શરીરમાં જીવ છે જો શિવ હવાના પ્રવાહને રોકી દે છે તો તે કોઈનો પણ જીવ લઈ શકે છે હવા વગર કોઈપણ શરીરમાં જીવનું પરિભ્રમણ શક્ય નથી.

તમને જણાવી દઈએ કે શ્રાવણના આ ખાસ મહિનામાં ભોલેનાથની વિશેષ પૂજા કરવામાં આવે છે, જેમાં તેમનો જળ અભિષેક કરવામાં આવે છે  આ પવિત્ર મહિનામાં ભગવાન શિવને તેમની તમામ પ્રિય વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. આ મહિનામાં ભગવાન ભોલેનાથ પ્રસન્ન થાય છે અને તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ કરે છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવ માત્ર પાણી, ફૂલો, બિલી પત્ર  અને ધતૂરાથી પ્રસન્ન થાય છે.

આ પવિત્ર મહિનામાં, શિવ ભક્તો કાવડ યાત્રા કાઢે  છે અને મુખ્ય જ્યોતિર્લિંગમાં ગંગાજળથી ભગવાન શિવનો જળભિષેક કરે છે. તો ચાલો પવિત્ર શ્રાવણ મહિનામાં ભગવાન શિવ અને શિવ મંદિર સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ કથા જાણીએ.

થોડું જળ ચઢાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને બાળકો, વૃદ્ધો, પુરુષો અને સ્ત્રીઓ સહિત તમામ લોકો દૂરથી પણ દર્શન કરી શકે છે. ભગવાન શિવ તેમના ભક્તોની ખાસ કાળજી લે છે જો તમે કોઈ પણ શિવ મંદિર ધ્યાનથી રીતે જોયું હોય તો તેથી કોઈપણ શિવ મંદિરમાં આપણે સૌ પ્રથમ શિવના વાહન ‘નંદી’ના દર્શન કરીએ છીએ. શિવ મંદિરમાં નંદીનું મુખ શિવલિંગ તરફ છે. નંદી શિવજીનું વાહન છે નંદીની નજર હંમેશા તેના આરાધ્ય પર હોય છે. નંદી વિશે એવું પણ કહેવામાં આવે છે કે તે પુરુષાર્થનું પ્રતીક છે.

પૌરાણિક કથાઓ અનુસાર, જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન ચાલી રહ્યું હતું, ત્યારે તેમાંથી ઝેરનો ઘડો પણ બહાર આવ્યો હતો દેવો કે દાનવો ઝેરનો  ઘડો લેવા તૈયાર ન હતા. પછી ભગવાન શિવે દરેકને આ ઝેરથી બચાવવા માટે ઝેર પીધું. ઝેરની અસરથી શિવનું મસ્તિષ્ક  ગરમ થઈ ગયું.

આ સમયે દેવોએ શિવના માથા પર પાણી રેડવાનું શરૂ કર્યું, જેનાથી મગજની ગરમી ઓછી થઈ અને બિલી પત્રના પાન પણ ઠંડા હોય છે, તેથી ત્યારે બિલી પત્રના પણ ભગવાન શિવને અર્પણ કરવામાં આવ્યાં હતાં. આ સમયથી શિવને હંમેશા જળ અને બિલી પત્રના પાનથી પૂજા કરવામાં આવે છે. બિલી પત્રના પાન અને પાણી શિવના મસ્તિષ્કને ઠંડુ રાખે છે અને તેનાથી શાંતિ મળે છે એટલા માટે જે બિલી પત્રના પાન અને પાણીથી પૂજા કરવાથી શિવ તેના પર શિવ પ્રસન્ન થાય છે.

ભગવાન શિવને ભોલેનાથ કહેવામાં આવે છે. ભોલેનાથ એટલે કે જે ઝડપથી પ્રસન્ન થાય છે. ભગવાન શંકરને પૂજવા અને પ્રસન્ન કરવા માટે ખાસ સામગ્રીની જરૂર નથી ભગવાન શિવ જળ, બિલી પત્ર અને વિવિધ પ્રકારના કંદમૂળ અર્પણ કરવાથી પણ પ્રસન્ન થાય છે તેથી જ તેને ‘ભોલેનાથ’ કહેવામાં આવે છે.

શિવ મંદિરમાં ભગવાન ભોલેનાથના દર્શન કર્યા બાદ અને જળ અર્પણ કર્યા બાદ લોકો શિવલિંગની પ્રદક્ષિણા કરે છે. શાસ્ત્રોમાં શિવલિંગની અડધી પરિક્રમા વિશે કહેવામાં આવ્યું છે. હંમેશા જળધારાના આગળના ભાગ સુધી જઈને શિવલિંગની પરિક્રમા પૂર્ણ કરવાથી  અને પછી બીજા છેડા સુધી વિરુદ્ધ દિશામાં પાછા ફરવાથી થતી આ પરિક્રમાને શિવલિંગની અર્ધ પરિક્રમા પણ કહેવામાં આવે છે.

[quads id=1]

Related Articles

Back to top button