લાઈફસ્ટાઈલ

મુંબઈના આ આલિશાન એપાર્ટમેન્ટ સહિત દીપિકા પાદુકોણ છે આ 6 સૌથી મોંઘી વસ્તુઓની માલિક, જાણીને લાગશે નવાઈ…

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ તેના સ્ટાઇલ સ્ટેટમેન્ટ માટે જાણીતી છે. દીપિકાએ પોતાની ફેશન ગેમથી બધાને દિવાના કરી દીધા છે. તે હાલમાં વૈભવી જીવનશૈલી જીવી રહી છે. આમ તો દીપિકા પાસે ઘણી મોંઘી ચીજોનો સંગ્રહ છે પંરતુ આજે અમે તમને દીપિકાની સૌથી મોંઘી ચીજ વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

મુંબઈમાં 16 કરોડનું એપાર્ટમેન્ટ

દીપિકા પાદુકોણનું ભવ્ય ઘર પ્બ્યમોન્ડા ટાવર્સમાં છે. દીપિકા આ જગ્યા પર 4 બીએચકે એપાર્ટમેન્ટની માલકીન છે. આ પાર્ટમેન્ટ 2,776 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. દીપિકાનો એપાર્ટમેન્ટ ટાવર બીના 26 મા માળે છે. તે ત્રણ ગગનચુંબી ઇમારતમાંથી એક છે. રિપોર્ટ અનુસાર અભિનેત્રીએ આ ઘર પાછળ 16 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.

માતાપિતા માટે વિશેષ એપાર્ટમેન્ટ

અહેવાલ મુજબ દીપિકા પાદુકોણે તેના માતાપિતા માટે આજ એપાર્ટમેન્ટ ના 30 મા માળે એક ફ્લેટ ખરીદ્યો છે. આ ફ્લેટની સંખ્યા 3001 છે અને દીપિકાએ તેને ખરીદવા માટે 40 કરોડ રૂપિયાની મોટી રકમ આપી હતી. રણવીરસિંહે આ જ બિલ્ડિંગમાં આશરે 8 લાખ રૂપિયા પ્રતિ મહિના લેખે એપાર્ટમેન્ટ ભાડે લીધું હતું.

2 કરોડની સગાઈ રિંગ

દરેક વ્યક્તિ તેમના લગ્નના આભૂષણ પાછળ દિલ ખોલીને ખર્ચ કરે છે. દીપિકા માટે તેની સગાઈની રીંગ પણ ઘણી મોંઘી હતી. પ્લેટિનમમાં સેટ ઇમરલ્ડ કટ સોલિટેરવાળી આ વીંટીની કિંમત લગભગ 2 કરોડ રૂપિયા છે.

મર્સિડીઝ મેબેચ 500

મર્સિડીઝ મેબેચ 500 દીપિકાની લક્ઝરી કાર કલેક્શનમાં શામેલ એક વૈભવી કાર છે. ભારતમાં સૌથી મોંઘા વાહનો પૈકી એક મર્સિડીઝ મેબેચ 500 છે. દીપિકા આ ​​કારને ખૂબ જ પસંદ કરે છે. બોલિવૂડના કાર્યક્રમોથી લઈને એરપોર્ટ સુધીની દીપિકા ઘણી વાર આ ભવ્ય કારમાં સવાર થતી જોવા મળી છે. ભારતમાં મર્સિડીઝ મેબેચ 500 ની પ્રારંભિક કિંમત 1.94 કરોડથી લઈને 2.15 કરોડ સુધીની છે આ સિવાય દીપિકાએ ઓડી એ 8 એલ, મિની કૂપર કન્વર્ટિબલ, અને ઓડી ક્યૂ 7 જેવા વાહનો પણ વસાવ્યા છે.

1 લાખનો કોટ

દીપિકા પાદુકોણ એરપોર્ટ પર સ્ટાઇલિશ કોટમાં લગભગ દરેક વખતે જોવા મળે છે, આ અભિનેત્રી સ્ટેટમેન્ટ ટ્રેન્ચ કોટ સાથે કેઝ્યુઅલ પોશાક પહેરેનો સંગ્રહ પણ પૂર્ણ રાખે છે. જેની કિંમત આશરે 1,27,000 રૂપિયા હોવાનું કહેવાય છે.

હેમિઝ બિરકીન બેગ

દીપિકા ઘણીવાર આ બેગ લઈ જતા જોવા મળે છે. તેની કિંમત 8 લાખ રૂપિયા છે અને તે દરેક કિંમતે સારી લાગે છે આ સિવાય દીપિકા પોતાની બ્લેક લેધરની સેલિન ફેન્ટમ ટોટે બેગને પણ પસંદ કરે છે, જેની કિંમત આશરે 2.16 લાખ રૂપિયા છે.

[quads id=1]

Related Articles

Back to top button