ટેક્નોલોજી

હીરો સુપર સ્પ્લેન્ડર અને હોન્ડા શાઇન માંથી કોણ છે 75 kmpl માઇલેજવાળી સ્ટાઇલિશ બાઇક છે, જાણી લ્યો અહી ક્લિક કરી

હીરો સુપર સ્પ્લેન્ડર વર્સિસ હોન્ડા શાઇન લગભગ કિંમતમાં સમાન છે પરંતુ અહીં તમે જાણી શકશો કે આ બંનેમાંથી કઈ વધુ માઇલેજ માટે વધુ સારો વિકલ્પ છે.દેશના ટુ-વ્હીલર સેક્ટરમાં જે બાઇકોની સૌથી વધુ માંગ છે તે 100 સીસી એન્જિન સેગમેન્ટવાળી માઇલેજ બાઇક છે. તેના  પછી નંબર આવે છે 125 સીસી એન્જિનવાળી બાઇક આવે છે જે માઇલેજવાળા સ્ટ્રોંગ એન્જિન પણ છે.

જો તમે પણ 125 સીસીની બાઇક ખરીદવા માંગો છો, તો  અહીંથી જાણો આ બે બાઇકો વિશે જે આ સેગમેન્ટમાં વિશ્વસનીય બની ગઈ છે. એમાં અમે હોન્ડા શાઇન અને હીરો સુપર સ્પ્લેન્ડર બાઇકને પસંદ કરી છે.તમને આ બે બાઇકની કિંમત, ફીચર્સ, સ્પેસિફિકેશન અને માઇલેજને લગતી દરેક નાની -મોટી માહિતી જણાવવા જઈ રહ્યા છીએ જેથી બાઇક ખરીદતી વખતે તમને આ તમામ બાબતોમાં કોઇ તકલીફ ન પડે.

હોન્ડા શાઇન કંપનીની એક દમદાર સ્ટ્રોંગ અને સ્ટાઇલિશ 125 સીસી સેગમેન્ટની બાઇક છે. જેને કંપનીએ બે વેરિએન્ટમાં લોન્ચ કરી છે. આ બાઇકમાં કંપનીએ સિંગલ સિલિન્ડર સાથે 124 સીસીનું એન્જિન આપ્યું છે. આ એન્જિન 10.74 પીએસની મહત્તમ શક્તિ અને 11 એનએમનું મહત્તમ ટોર્ક જનરેટ કરી શકે છે.

બાઇકના આગળના વ્હીલમાં ડિસ્ક બ્રેક અને પાછળના વ્હીલમાં ડ્રમ બ્રેક આપવામાં આવી છે. બાઇકમાં બંને ટાયર ટ્યુબલેસ છે. આ બાઇકના માઇલેજ અંગે કંપનીનો દાવો છે કે તે 55 થી 65 કિલોમીટર પ્રતિ લિટરનું માઇલેજ આપે છે. આ હોન્ડા શાઇનની શરૂઆતની  કિંમત 72,787 રૂપિયાથી શરૂ થાય છે જે ટોપ મોડેલ 77,582 રૂપિયા સુધીમાં આવી શકે છે.

હીરોની આ સુપર સ્પ્લેન્ડર બાઇક કંપનીની સૌથી વધુ વેચાયેલ બાઇકમાં એક ગણાય છે.એનું મુખ્ય કારણ તેનું માઇલેજ અને મજબૂત એન્જિન છે. આ બાઇકમાં હીરોએ 124.7 સીસી એન્જિન આપ્યું છે જે સિંગલ સિલિન્ડર છે. આ એન્જિન 10.8 પીએસની મહત્તમ શક્તિ અને 10.6 એનએમનું મહત્તમ ટોર્ક જનરેટ કરી શકે છે.

કંપનીએ બાઇકના ફ્રન્ટ વ્હીલમાં ડિસ્ક બ્રેક આપી છે પરંતુ પાછળના વ્હીલમાં પણ ડ્રમ બ્રેક આપી છે. બાઇકમાં બંને ટાયર ટ્યુબલેસ છે. હીરો સુપર સ્પ્લેન્ડરના માઇલેજ અંગે કંપનીનો દાવો છે કે આ બાઇક 65 થી 75 કિલોમીટરનું માઇલેજ આપે છે. તેની શરૂઆતની  કિંમત 72,600 રૂપિયા છે, જે ટોપ મોડેલ પર જતા કિમત 75,900 રૂપિયા થઈ શકે છે.

[quads id=1]

Related Articles

Back to top button