ક્રાઇમદેશ

60 લાખના વાળની ચોરી: રેલવે પાર્સલમાંથી 10 ક્વિન્ટલ વાળ ચોરાયા; 1 kg ની કિમત 5 હજાર

ઈન્દોર શહેરમાં વાળની ચોરી થઈ હોવાની અલગ ઘટના સામે આવી છે. ઈન્દોરથી હાવડા જતી ટ્રેનમાંથી 10 ક્વિન્ટલથી વધુના વાળની ચોરી થઈ ગઈ છે. ચોરી થયેલા વાળની કિંમત આશરે રૂ.60 લાખથી પણ વધુ હતી. પરંતુ આ કેસ માટે કોઈ ફરિયાદ કે FIR નોંધ કરેલ નથી, પરંતુ મહારાષ્ટ્રમાં વાળ ફેરિયાઓ FIR નોંધાવવા માટે RPF ના ધક્કા ખાઈ રહ્યા છે.

20 ​​દિવસ પહેલા જ ઈન્દોર રેલવે સ્ટેશનથી કોલકાતા-હાવડા માટે 22 બોરી વાળ મંગાવ્યા હતા, જેનો ઓર્ડર નંબર (પાવતીનો) 63498 હતો.. જેમાંથી અમને માત્ર 3 બોરી જ હાવડાના સ્ટેશન પરથી મળી હતી, જ્યારે 19 બોરીની ચોરી થઈ ગઈ હતી. આ વાત ખબર પડતાં સુનીલ અને તેના મિત્રો FIR નોંધાવવા માટે ઇન્દોર પહોંચી ગયા હતા, પરંતુ ત્યાંનાં  પોલીસે કેસ નોંધવાની ના પાડી દીધી  અને કહ્યું  કે બિલમાં તો  બનાવટી વાળનો ઉલ્લેખ છે અને કિંમત પણ ઓછી બતાવી છે.

વાળ વેચતા ફેરિયાઓ એક કિલોના વાળની કિમત રૂ. 5 હજાર હોય છે. શહેરની શેરી-શેરીમાં  ફરીને વાળ એકત્રિત કરતા હોય છે. આ બધા વાળનો ઉપયોગ વિગ બનાવવામાં થાય છે. આ વાળને ભેગા કરવા માટે અમુક નિયમો હોય છે જેવા કે વાળ કાપેલા ન હોવા જોઈએ.

પરંતુ તે કુદરતી રીતે ખરેલા હોવા જોઈએ ભેગા કરેલ વાળની લંબાઈ ઓછામાં ઓછી 8 ઇંચ તો હોવી જોઇએ અને તે માત્ર મહિલાઓના લે છે.વાળ એકત્રિત કરવા ગયેલ ફેરિયામાંથી સુનીલે કહ્યું હતું કે મહારાષ્ટ્રના 150થી વધુ લોકો ઈન્દોર સહિત આસપાસના વિવિધ વિસ્તારોમાં શેરીમાં જઈને વાળ ભેગા કરે છે. તે 10 ગ્રામ વાળને 20 રૂપિયા સુધી વેચે છે

વાળને એક જગ્યાએ ભેગા કરીએ છીએ પછી તેની  ક્વોલિટી પ્રમાણે અલગ કરવામાં આવે છે.ત્યાર પછી બોરીમાં ભરીને ટ્રેન દ્વારા પશ્ચિમ બંગાળના હાવડા મોકલાય છે.વાળની ગુણવત્તાના હિસાબે એક કિલો વાળના 5 હજાર રૂપિયા સુધીમાં વેચાય છે.કોલકાતાથી 90% વાળ વિગ બનાવવા માટે બહાર મોકલે છે અને બાકી 10% વાળની વિગ કોલકાતામાં જ બને  છે.

સુનીલે જણાવ્યું હતું કે અમે ઘણાં વર્ષોથી વાળને હાવડા મોકલવાનું કામ કરી રહ્યા છીએ, પરંતુ આ વખતે રેલવેના પાર્સલ વિભાગની આ બેદરકારી છે અને આ બાબતે પોલીસ પણ અમારી કોઈ મદદ કરતી નથી. 22 બોરીઓમાં 1000 કિલોથી વધુ વાળ હતા.

આ અમારી એક વર્ષની કમાણી કહેવાય જે ચોરાઇ ગઈ. અહીં ઇન્દોર RPF નાં પ્રભારી હરીશ કુમાર કહે છે કે અમે કોલકાતાના હાવડા પાર્સલ વિભાગનો સંપર્ક કર્યો છે. જો અમને હાવડામાં વાળની ​​કોથળીઓ ન મળવાની માહિતી મળશે તો કેસ નોંધવામાં આવશે.

વાળના આ વ્યવસાયમાં ઇન્દોર અને નજીકના વિસ્તારોમાં 150થી વધુ લોકો હોય છે. વાળની જગ્યાએ તેઓ લોકોને રોકડ આપે છે. આ કારણે તેમની મૂડી પણ સમાપ્ત થઈ ગઈ છે. આથી  લોકોને ખાવા-પીવામાં પણ મુશ્કેલી પડે છે.જો માર્કેટમાં વાળની માંગને જોવા જઇએ તો ગુજરાતના વાળની માંગ વધુ છે. ગુજરાતીઓના વાળ ઘટાદાર, રેશમી અને મજબૂત હોય છે, પરંતુ આ કોરોના મહામારીના સમયમાં વ્યવસાયમાં મંદી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સમગ્ર મધ્યપ્રદેશમાં વર્ષમાં 50 કરોડ રૂપિયાના વાળનો ધંધો કરે છે.કોલકાતાના વાળના વેપારી મોહમ્મદ હસને કહ્યું હતું કે મધ્યપ્રદેશ સિવાય બિહાર અને રાજસ્થાનથી પણ વાળનો જથ્થો મળે છે. અહી કોલકાતાથી 90% વાળને ચીન મોકલવામાં આવે છે. પહેલાં ફેરિયાઓ વાળને બદલે વસ્તુઓ આપતા હતા, પણ હવે સમય જતા શહેરોમાં લોકો વાળના બદલામાં ફક્ત પૈસા માંગે છે.

[quads id=1]

Related Articles

Back to top button