સમાચાર

અચાનક જ કેટલાય વાંદરાઓએ રસ્તા પર આવીને મચાવ્યો હોબાળો અને પછી જે થયું જાણીને ચોંકી જશો

વાંદરાને જોઇને દરેક લોકો નાસ ભાગ કરતાં જોવા મળે છે. નવાઈની વાત નથી. કારણ કે, વાંદરા ગમે ત્યારે હુમલો કરે છે. પરંતુ જો આખું વાંદરાઓનું ટોળું  તમારી સામે આવી જાય તો તમે શું કરશો? હા આવી જ એક ઘટના બની છે. થાઇલેન્ડમાં એક રસ્તાપર આવી જ કઈક ચોંકાવનારી ઘટના બની છે. ત્યાંનાં રસ્તા પર પર સેંકડો વાંદરાઓ એક સાથે દોડી આવ્યા હતા.

મળતી જાણકારી મુજબ અનુસાર, નજીકમાં આવેલા મંદિરમાં વાંદરાઓ આવે છે ત્યાં આવતા  મુસાફરો આ વાંદરાઓને ખાવાનું લાવે  છે. પણ હમણાં ચાલતી આ કોરોના વાયરસની મહામારીને કારણે આ મંદિરે કોઈ આવતું નથી. આ કારણે વાંદરાઓ ખુબ ભૂખ્યા રહે છે અને અહી વાંદરાઓને  મંદિરમાં ખોરાક ન મળ્યો ત્યારે વાંદરાઓ રસ્તા પર આવી ગયા હતા.

અચાનક રસ્તા પર આટલા બધા વાંદરા આવતા રસ્તા પર ટ્રાફિક થઇ ગયો હતો  અને વાહનચાલકોને મુશ્કેલી પડી હતી માંડ 5 મિનિટ બાદ ટ્રાફિક હળવો થયો હતો. રસ્તા વાંદરાઓએ રસ્તો પોતાનો કરી લીધો હતો  અને વાહનોને આગળ જ ન જવા દીધા. ભૂખને લીધે વાંદરાઓ આમથી તેમ ભટકી રહ્યા હતા.

તો ત્યાંનાં લોકોની પાસે બેગ જોતાં ખાવા માટે ભૂખના માર્યા હુમલો કરી રહ્યા હતા. આ કોરોનાને કારણે ખુબ જ ઓછા પ્રવાસીઓ આવે છે એના લીધે વાંદરાઓને ખાવાનું મળતું નથી અને ભૂખ્યા ભોજનની શોધ માટે આમ તેમ ફરતા રહે છે. ત્યાંની સરકાર દ્વારા વાંદરાની વસ્તી નિયત્રંણ માટે પણ પગલાં લીધા છે.

[quads id=1]

Related Articles

Back to top button