જ્યોતિષધાર્મિક

કેમ મૃત્યુ પછી કરવું પડે છે પિંડદાન ? જાણો શસ્ત્રો અનુસાર તેની પાછળ નું સાચું કારણ

જીવન મૃત્યુ એ ઈશ્વરના હાથમાં છે પરંતુ મૃત્યુ થયા પછી ઘણી એવી વાતો છે જે આપણે જાણતા નથી ગરુડ પુરાણમાં, મૃત્યુ પછીના ઘણા કામની વિશે વાતો કરવામાં આવી છે, આ કામ લગભગ દરેક હિંદુ ઘરોમાં થતાં જ હોય છે, પણ તે કામો વિશે કોઈને પણ કોઈ જાણકારી હોતી નથી.

ગરુડ પુરાણ એ સનાતન ધર્મના 18 મહાપુરાણોમાંનું એક વિશેષ પુરાણ કહેવાય છે. ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ અને તેમના વાહન ગરુડ વચ્ચેની વાત દ્વારા લોકોને નીતિ, નિયમો, પુણ્ય, જ્ઞાન, તપસ્યા, યજ્ઞ જેવું બધું જ ગરુડ પુરાણમાં વર્ણવામાં આવ્યું છે. ગરુડ પુરાણમાં, વ્યક્તિના અંતિમ સંસ્કારથી લઈને પિંડ દાન સુધી અને મૃત્યુ પછી તેરમાંની વિધિ  સુધી શરીરનું મહત્વ વર્ણવામાં આવ્યું છે. મૃત્યુ પછી વ્યક્તિની આત્મા 13 દિવસ સુધી ઘરમાં  પરિવારના સભ્યો સાથે રહે છે, તે ફરીથી કોઈ શરીરમાં પ્રવેશ કરવા માંગતી હોય છે.

પરંતુ આત્મા સ્વરૂપમાં તે કરી શકતી નથી. આ સમયમાં આત્મા ભૂખ અને તરસથી પીડાતી હોય છે અને રડતી હોય છે. તેથી પરિવારના સભ્યો દ્વારા આત્માની મુક્તિ માટે  10 દિવસ સુધી વિધિ કરવામાં આવે છે જેમાં પિંડ દાનનું  સૂક્ષ્મ શરીર બનાવવામાં આવે છે, જે હાથના અંગૂઠાના કદ જેવુ હોય છે.

આ સૂક્ષ્મ શરીર 13 દિવસ વિધિ  પછી મુક્તિ મળતા તે  યમલોકની યાત્રા તરફ પ્રયાણ  કરે છે. અહી ત્યાં પછી પોતાના કર્મ પ્રમાણે પરિણામ ભોગવે છે પહેલા દિવસે  પિંડદાન, પછી માથા સુધી, બીજા દિવસે ગળા અને પછી ખભા સુધી,  હૃદય સુધી, ચોથા દિવસથી પાછળ સુધી, પાંચમા દિવસથી નાભિ સુધી, આમ દસ દિવસ સુધીની બધી જ યાતના આત્મા ભોગવે છે. આ પિંડથી જ આત્માને શકતી મળે છે. જેથી પિંડના રૂપમાં રહેલ આત્માને યમલોક સુધીની મુસાફરી કરી શકે છે.

ભારતીય શાસ્ત્રમાં વ્યક્તિના મુત્યુ થયા પછી તેના અંતિમ સંસ્કાર કર્યા પછીના 13 દિવસ સુધી પિંડની વિધિ કર્યા પછી તેના માટે પિંડ દાન કરવું જ જોઈએ. આ 13દિવસની વિધિ પછી  તેરમા દિવસે વ્યક્તિની આત્મા તેમના  શરીરનું દાન કરતા યમદૂત દ્વારા યમલોકમાં જાય છે.

જે વ્યક્તિના મુત્યુ પછી અંતિમ સંસ્કાર કે અન્ય કોઇ વિધિ કરવામાં નથી આવતી એમની આત્મા અહી જ પૃથ્વી પર ભટકતી રહે છે અને અથવા અમુક અધૂરી ઈચ્છાઓ બાકી હોય તો મુક્તિ નથી મળતી. પરિવારના સભ્ય દ્વારા પિંડ દાન કર્યા પછી, તેરમા દિવસે જ્યારે મૃતકના સંબંધીઓ 13 બ્રાહ્મણોને ખવડાવે છે, ત્યારે આત્માને પ્રેત યોનિમાંથી મુક્તિ મળે છે.

[quads id=1]

Related Articles

Back to top button