ઊંડી ખીણમાં લટકતા સાથી જવાન ને બચાવવા જતા મેજર પંકજ પાંડે થયા શહીદ, ૐ શાંતિ
દેશભક્તિના રંગોમાં અલગ જ નશો હોય છે દેશસેવા સાથે પોતાના સાથીને બચાવવાના ઘણા કિસ્સાઓ એને ફિલ્મમાં જોયું હશે પણ ક્યારેક જ વાસ્તવિકતામાં સત્ય ઘટના ભાગ્ય જોઈ હશે.
એજ પ્રયાસમાં ખીણમાં પડી ગયેલા મેજરનું ગુરુવારે મોડી રાત્રે ગુવાહાટીની હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું.વાત છે દેશની સરહદે આવેલા હરદોઈ શહેરમાં મહોલિયા શિવપરના બિઝનેશમેન દીકરાના પુત્ર જે સૈન્યમાં મેજર પંકજ પાંડેની જેઓ તેમની પોસ્ટીગ અરુણાચલ પ્રદેશમાં થઈ હતી. ત્યાં જ એમના સાથી મિત્ર ખાઈમાં પડી જતા એની જાણ થતાં જ તેઓ તેમના સાથી મિત્રને બચાવવા ખીંણમાં 15000ની ઊંચાઇ સાથે નીચે પડ્યા હતા.
સમય જતાં સાથી મિત્ર અને પંકજને ગંભીર ઇજાઓ થતા ગુવાહાટીની હોસ્પિટલમાં ભરતી કર્યા હતા જ્યાં પંકજનું સારવાર બાદ મૃત્યુ થયું હતું અને સાથી મિત્રની સારવાર ચાલુ છે પંકજ પાંડેના પિતાએ જણાવ્યું હતું કે તે સાથી મિત્રને બચાવવા માટે ખીણમાં ગયા હતા જ્યાં તેમને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત થતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. આસામમાં જ લેખપાની માં લશ્કરી સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પરિવારના અન્ય સભ્યોએ આ વિધિ વીડિયો કોનફરન્સના માધ્યમથી નિહારી હતી. પરિવારમાં અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.