જ્યોતિષધાર્મિક

તુલસી સામે ઊભા રહીને બોલો આ મંત્ર, અટકેલાં કામ પૂર્ણ થઈ ઘરમાં થશે ધન વર્ષા

ભારતીય ઘર આંગણામાં દરેક જગ્યાએ તુલસી હોય છે. ઘરની બહાર તુલસીનો છોડ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે જે ઘરમાં તુલસી હોય છે ત્યાં સુખ-શાંતિ જળવાઈ રહે છે અને પૈસાની તકલીફ નથી પડતી. તુલસી પૂજા કરવાથી મનમાં એકાગ્રતા આવે છે અને ક્રોધ પર નિયત્રંણ આવે છે.આ ધરતી પર તુલસી માત્ર એક છોડ જ નહીં પરંતુ એક વરદાન છે. તુલસીનો છોડ આયુર્વેદની દ્રષ્ટિએ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે.

પરંતુ શું તમને ખબર છે કે જ્યારે પણ તુલસીના પાન તોડીએ છીએ ત્યારે આપણે એમ જ લઈએ  છીએ આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ અને એમ જ ના તોડવું જોઈએ પહેલાં તમારે બે વાર ચપટી વગાડવી જોઈએ અને ત્યાર પછી બોલવા જોઈએ ૐ सुप्रभाय नमः“ मातास्तुलसी गोविन्द हृदयानन्द कारिणी नारायणस्य पूजार्थे चिनोमि त्वा नमोस्तुते” महाप्रसाद जननी, सर्व सौभाग्यवर्धिनी आधी व्याधि हरा नित्य, तुलसी तंव नमोस्तुते,”

સવારમાં તુલસી જળ ચઢાવતી વખતે જો આ મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવે તો તમને શુભ ફળ મળે છે. જ્યારે તુલસીને જળ ચડાવીએ છીએ ત્યારે મંત્ર નું ઉચ્ચારણ કરવું જોઇએ.

વૃંદા વૃંદાવની, વિશ્વપૂજિતા, વિશ્વપાવી, પુષ્પસારા, નંદિની, તુલસી અને કૃષ્ણજીવની આ બધા  તુલસીના આઠ પ્રિય નામ છે. જે પણ ભક્ત તુલસીની પૂજા કરતી વખતે આ નામનો પાઠ મનથી કરે છે તે અશ્વમેઘ યજ્ઞ કરવા બરાબરનું ફ્ળ મેળવે છે અને જીવનમાં અનેક લાભો થાય છે.

તુલસીને જળની સાથે આ વસ્તુ પણ ચડાવવાથી લાભ મળશે. સવારે તુલસીની પૂજા દરમ્યાન આ મંત્ર ઉપરાંત તમારે તુલસીને સિંદૂર અને હળદર ચડાવવા જોઈએ આ ઉપરાંત તુલસીને કાચું દૂધ પણ ચડાવી શકાય છે. આમ કરવાથી તમારા મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે.આ પૂજા વિધિ પછી તુલસી પાસે ઘીનો દીવો પણ કરો જેથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા આવે. આજ રીતે તમે સાંજે સુર્યાસ્ત સમયે પણ તુલસીને દીવો કરવો જોઈએ.

આમ તમારા ઘર આંગણામાં તુલસીનો છોડ હોય અને ત્યાં નિત્ય સવાર સાંજ તુલસીની પૂજા થતી હોય તો તમારા ઘરમાં ખરાબ અને નકારાત્મક ઉર્જા નો વાસ થતો નથી. અને તમારા ઘરમાં કાયમ માટે સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે તથા તમે અને ઘર પરિવારમાં સુખી અને સમૃદ્ધ કાયમ માટે રહેશે.

આ ઉપરાંત એકાદશી, રવિવાર અને સૂર્ય કે ચંદ્ર ગ્રહણ ના દિવસે તુલસીની પૂજા કરવી એ અશુભ મનાય  છે, કેમ કે તે શાસ્ત્રો વિરુદ્ધ માનવામાં આવ્યું છે.પરંતુ તમે જ્યારે તુલસીની પૂજા કરો કે તમે તુલસીને જળ ચડાવો છો આ મંત્રનું ઉચ્ચારણ કરવાનું ભૂલતા નહિ .

[quads id=1]

Related Articles

Back to top button