ધાર્મિક

પાવાગઢ ડુંગળ પર બિરાજમાન મહાકાળી માતાના પરચા અને સાચો ઇતિહાસ, માતાજી નું રૂપ કેમ થયું કાળું

પાવગાઢ એટલે માં મહાકલીનો ગઢ જેની ચારે બાજુથી આવતા પવનનો વહેતો વહેણ એટલે પાવાગઢ. ગુજરાતમાં પાવાગઢ જવા માટે આમ તો બધી જ જગ્યાએથી જઈ શકાય છે, પરંતુ  વડોદરાથી તે નજીક પડે છે ત્યાંથી ૪૯ કિ.મી. ના અંતરે જ  આ પાવાગઢ યાત્રાધામની શરૂઆત થઈ જાય છે. લીલી ચાદર ઓઢેલ આ પર્વતની પર્વતમાળામાં પ્રકૃતિનો અદભૂત સૌંદર્યનો નજારો જોવા મળે છે.

અનેક કુદરતી તાંડવ અને ઝંઝાવાતો પછી પણ આ પાવાગઢ પર્વત અડીખમ ઊભો છે. લાખો શ્રદ્ધાળુઓ અને શક્તિ ઉપાસકો માટે આસ્થાનું પ્રતિક છે. ચૈત્ર તેમજ આસો મહિનાની નવરાત્રીના દિવસોમાં અહી સૌથી વધુ લોકો દર્શનાર્થે આવે છે.પાવાગઢ ડુંગર પર બિરાજમાન મહાકાળી મા એ 51 શક્તિપીઠોમાંથી ગુજરાતનું આ ત્રીજું  શક્તિપીઠ માનવામાં આવે છે. અહી દર્શનાથી પગપાળા પણ યાત્રાએ આવે છે 1999 પગથિયાં ધરાવતું આ સ્થળ બહુ જ સુંદર અને કુદરતી દ્રશ્ય સ્થળ છે અહીનું વાતાવરણ ભક્તિમય છે.

ચાંપાનેરથી 5 કિમી દૂર માંચી નામનું ગામ આવેલૂ છે. અહીથી ભક્તો માટે રોપ વેની સુવિધા ઉપલબ્ધ છે. અહી આવવા માટે એસટી બસ અને અન્ય ખાનગી વાહનો પણ સુવિધા છે.પાવાગઢ પર્વતના પગથિયાં ચડતા જ વચ્ચે માર્ગમાં માં દૂધીયુ તળાવ આવેલ છે અહી આવતા શ્રદ્ધાળુ આ તળાવ પાસે આવી નિરાંતની શાંતિનો અનુભવ કરે છે થોડાક સમય અહી આરામ કરી પછી આગળ માતાના દર્શન માટે આગળ વધે છે. પાવાગઢ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરતાં જ માતાજીની વિશાળ નેત્રધારી મા મહાકાળીના દર્શન થાય છે.

અહી મંદિરમાં મહાકાલિકા યંત્રની પણ સ્થાપના પણ કરવામાં આવી છે. મંદિરમાં માના ચાર સ્વરૂપમાં દર્શન થાય છે.મંદિરના ગર્ભગૃહની વચ્ચે માનું મૂળ રૂપ જમણી તરફ પ્રતિમા સ્વરૂપે મહાકાળી મા,ડાબી બાજુ બહુચરમા અને તેમની પાસે લક્ષ્મી મા બિરાજમાન છે. આમ અહી માંના ત્રણ સ્વરૂપના દર્શન થઈ જાય છે. એમાંથી બે માં સતીના 51 શક્તિપીઠ છે.

જૂની પૌરાણિક કથા અનુસાર રાજા દક્ષની લાડકી પુત્રી સતી જેને શિવજી સાથે લગ્ન કર્યા હતા પોતાના પિતા દ્વારા પતિનું અપમાન થતાં પોતે જ યજ્ઞમાં હોમાય ગઈ આ વાતની જાણ શિવજીને થતાં શિવજી પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી સતીના દેહને લઈ તાંડવ કર્યું હતું શિવજીને શાંત કરવા વિષ્ણુજી એ પોતાનું સુદર્શન ચક્ર ચલાવી સતીના દેહના ટુકડા કર્યા હતા જે પૃથ્વી પર અલગ અલગ જગ્યાએ પડ્યા હતા એમાંથી 51 શક્તિપીઠમાં પ્રસ્થાપિત થયા હતા.

જેમાનું એક શક્તિપીઠ મા મહાકાળીનું પાવાગઢ છે અને તે અહીં સ્થિત મંદિરમાં મુખ્યત્વે માતાજીના પવિત્ર અંશરૂપે ગોખ પ્રસ્થાપિત કરાયેલ છે અને કાળી યંત્રની પૂજા-અર્ચના થાય છે.પાવાગઢના પર્વત પર ઋષિ વિશ્વામિત્રનું સાધના ક્ષેત્ર હતું, ઋષિ વિશ્વામિત્રએ તેમના તપથી આ પાવાગઢની તળેટીમાં પોતાની શક્તિઓને ટોચ પર પોતાના હાથે કાલિકા માતાની સ્થાપના કરવા માટે જળની ધારા કરી હતી.

અહીથી વિશ્વામિત્રી નદી પાવાગઢના ડુંગળોમાંથી આજે પણ વહે છે.પાવાગઢના ડુંગળોની રચના સદીઓ પહેલા જ્વાળામુખીથી થયેલ, આ ડુંગળ જેટલો બહાર દેખાય તેનાથી 3 ઘણો તે જમીનની અંદર રહેલો છે,જમીન પર દેખાતો ડુંગળનો ફક્ત પા ભાગ જ છે.તેથી આ પર્વતનું નામ પાવાગઢ પડ્યું છે.

ભાગવતના પાંચમા સ્કંદમાં,શુભ નિશુંભ નામના અસુરોએ બ્રહ્માજી પાસેથી કોઈ પુરુષ તેમનો વધ ન કરી શકે તેવું વરદાન મેળવી ત્રણેય લોક પર આદિપત્ય જમાવી દીધું હતું. ત્યારે દેવતાઓએ મદદ માટે દેવી જગદંબાની પ્રાર્થના કરી,દેવી જગદંબાના કોષમાંથી દેવી કૌશિકીનું સ્વરૂપે  પ્રગટ થયા. અતિ સ્વરૂપા કૌશિકી શરીરમાંથી નીકળી જવાથી માં જગદંબાનું શરીર ક્ષીણ થઈ ગયું હતું. તેથી રૂપ કાળું પડી ગયું. આથી કાળારૂપના લીધે જ દેવી મહા કાલિકા રૂપે પ્રસિદ્ધ થયા.

 

[quads id=1]

Related Articles

Back to top button