બજારમાં કેરીનો રસ પીનાર સાવધાન! અમદાવાદમાં સામે આવ્યા ચોંકાવનારા પરિણામો
જો તમે બજારમાં મળતો તૈયાર કેરીનો રસ ખાતા હોવ તો સાવધાન રહો. ગ્રાહક શિક્ષણ સંશોધન કેન્દ્ર દ્વારા કરાયેલા સંશોધનથી ચોંકાવનારા પરિણામો બહાર આવ્યા છે. કેરીના રસમાં ઉચ્ચ માત્રામાં પોષક તત્વો અને ખાંડ હોય છે, જેનાથી તમે બીમાર પડી શકો છો. બજારમાં વેચાતા કેરીના રસનો સ્વાદ સારો હોય છે પણ તે નુકસાનકારક પણ છે. જો તમે બજારમાં પ્રખ્યાત બ્રાન્ડનો કેરીનો રસ ખાતા હોવ તો તમારે સાવધાન રહેવાની ખાસ જરૂર છે.
એક વ્યક્તિને એક દિવસમાં માત્ર 20 થી 30 ગ્રામ ખાંડની જરૂર હોય છે, પરંતુ બજારમાં મળતા કેરીના રસમાં ખાદ્ય રંગ અને ખાંડનો મોટો જથ્થો હોય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. સીઈઆરસીના ચીફ જનરલ મેનેજર આનંદિતા મહેતાએ જણાવ્યું હતું કે, તેમની કંપની દ્વારા 10 થી વધુ બ્રાન્ડ્સ પર સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં મોટાભાગના નમૂનાઓ હાનિકારક હોવાનું જાણવા મળ્યું હતું.
સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે, દર 100 મિલિલીટર રસમાં 20 ગ્રામ ખાંડ હોય છે. કેરીના રસમાં ડાઈ બેઝ કલરના ડેટાજીન, પીળો કલર ઉપરાંત વધુ પ્રમાણમાં ખરાબ પાણી હોય છે. જે આરોગ્ય પર અસર કરે છે. તેના લીધે અસ્થમા અને ડાયાબિટીઝના દર્દીઓ પર વધુ અસર પડે છે.
આ ઉપરાંત બજારમાં મળતી કેરીની ગુણવત્તા અંગે પણ સંશોધન કરવામાં આવ્યું છે. કેલ્શિયમ કાર્બાઈડથી પકાવેલી કેરી સામાન્ય માણસ કેવી રીતે ઓળખી શકે તેના પર પણ સંશોધન કરવામાં આવ્યું હતું. સીઈઆરસી મુજબ પ્રતિબંધિત કાર્બાઇડથી પાકેલી કેરી વધારે ચમકદાર લાગે છે.