15 જુલાઇથી ફરી શરૂ થશે, ઇલેક્ટ્રિક બાઇકનું બુકિંગ ભારે માંગને કારણે બુકિંગ કાર્ય બંધ કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ દેશની અગ્રણી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક રિવોલ્ટ મોટર્સે ફરી એકવાર તેની પ્રખ્યાત બાઇક આરવી 400 ને બુક કરવાનું શરૂ કરવાની જાહેરાત કરી છે આ બાઇકનું ઓફિસિયલ બુકિંગ 15 જુલાઈથી બપોરે 12 વાગ્યે શરૂ થશે. ભારત દેશમાં આ બીજી વખત એવું થશે જ્યારે બાઇકનું બુકિંગ જે દેશના ૬ શહેરોમાં શરૂ કરવામાં આવી રહ્યું છે.
આપને જણાવી દઈએ કે ગયા મહિને કંપનીએ આ બાઇકને દિલ્હી, મુંબઇ, પુણે, ચેન્નાઈ, અમદાવાદ અને હૈદરાબાદ શહેરો માટે બુક કરવાની શરૂઆત કરી હતી. આ દરમિયાન, ગ્રાહકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો.
બાઈકની માંગ એટલી વધી ગઈ કે બુકિંગને ફક્ત બે જ કલાકમાં ફરીથી બંધ કરવું પડ્યું. કંપનીનો દાવો છે કે આ સમયગાળા દરમિયાન રૂ .50 કરોડથી વધુની કિંમતની રિવોલ્ટ આરવી 400 બાઇક વેચાઇ ચૂકી છે. જ્યારે કંપની સપ્ટેમ્બર મહિનાથી આરવી 400 બાઇકની આગળના બેચની ડિલિવરી શરૂ કરશે.
રિવોલ્ટ આરવી 400, કંપનીએ 3KW (મિડ ડ્રાઇવ) ની ક્ષમતાવાળી ઇલેક્ટ્રિક મોટર અને 3.24 કેડબ્લ્યુએચની ક્ષમતાવાળા લિથિયમ-આયન બેટરીનો ઉપયોગ કર્યો છે. તેની ટોપ સ્પીડ 85 કિમી પ્રતિ કલાકની છે. ઇલેક્ટ્રિક બાઇકને માયરાવોલ્ટ એપ્લિકેશન દ્વારા પણ ચલાવવામાં આવી શકે છે.
એપ્લિકેશન બાઇક લોકેટર / જીઓ-ફેન્સીંગ જેવી કનેક્ટિવિટી સુવિધાઓ સાથે તમારી પસંદની એક્ઝોસ્ટ અવાજ પ્રદાન કરે છે. સ્માર્ટફોનની મદદથી, વપરાશ કર્તા તેને તેની પસંદગી પ્રમાણે બદલી શકે છે.આ બાઇકમાં ત્રણ અલગ અલગ ડ્રાઇવિંગ મોડ આપવામાં આવ્યા છે, જેમાં ઇકો, નોર્મલ અને સ્પોર્ટ શામેલ છે.
કંપનીનો દાવો છે કે આ ઇલેક્ટ્રિક બાઇક ઇકો મોડમાં 150 કિમી, નોર્મલ મોડમાં 100 કિમી અને સ્પોર્ટ મોડમાં 80 કિમીની ડ્રાઇવિંગ રેન્જ આપે છે. તેની બેટરી સંપૂર્ણ ચાર્જ થવા માટે ફક્ત 4.5 કલાકનો સમય લે છે. કંપની એમ પણ કહે છે કે આ બેટરી ફક્ત 3 કલાકમાં 75% જેટલી ચાર્જ થઈ જાય છે.અને લાંબા સમય સુધી તે ચાલી શકે છે.