સમાચાર

કોરોના સંક્રમણ ની વચ્ચે ઝીકા વાઇરસે દીધી દસ્તક, આ શહેરમાં માં સામે આવ્યો પહેલો કેસ, આ લક્ષણો હોય તો ચેતી જજો…

કોરોના વાયરસ નાં સંક્રમણ ની વચ્ચે ઝીકા વાયરસે પણ દસ્તક દીધી છે. કેરલ માં આનો પહેલો કેસ સામે આવ્યો છે. તિરુવનંતપુરમ જીલ્લા નાં પરસાલા ની ૨૪ વર્ષીય ગર્ભવતી મહિલા તેનો પહેલો ભોગ બની છે. દેશ ભર માં હજી સુધી કોરોના સંક્રમણ નાં કેસો સામે આવી રહ્યાં છે.

વેક્સીનેશન ની પ્રક્રિયા પણ હજી પૂરી થઇ શકી નથી. આ દરમિયાન જ કેરલ માં ઝીકા વાયરસ ની દસ્તક જોવા મળી રહી છે. એડીઝ મચ્છર દ્વારા ફેલાતા ઝીકા વાયરસ નાં કેસો કેરલ માં પહેલી વાર સામે આવ્યા છે. ઝીકા પોઝીટીવ હોવા નાં સંદેહ ની ખાતરી માટે ૧૩ લોકો નાં સેમ્પલ પુણા નાં નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજી ને મોકલવા માં આવ્યા છે.

 સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું છે કે વાયરસ ની પુષ્ટિ થયેલો કેસ તિરુવનંતપુરમ જીલ્લા નાં પરસાલા ની ૨૪ વર્ષીય મહિલા નો છે, જેનો ઈલાજ એક પ્રાઈવેટ હોસ્પિટલ માં થઇ રહ્યો છે. મહિલા એ ૨૮ જૂન ના દિવસે તાવ, માથા નો દુખાવો અને લાલ ચકામાં જેવા લક્ષણો સાથે હોસ્પિટલ માં ઈલાજ ની માંગ કરી હતી.

હોસ્પિટલ ની શરૂઆત ની તપાસ માં ઝીકા નાં થોડા પોઝીટીવ  હોવાના સંકેતો મળ્યા. મહિલા ની હાલત સ્થિર છે અને તેણે ૭ જુલાઈ ના દિવસે બાળક ને જન્મ આપ્યો, જયારે રાજ્ય ની બહાર પ્રવાસ ની તેની કોઈ હિસ્ટરી નથી. તેનું ઘર કેરલ- તમિલનાડુ સીમા ની પાસે આવેલું છે. આ અઠવાડિયા માં તેમની માતા માં પણ આ રીત નાં લક્ષણો દેખાયા હતા. 

સ્વાસ્થ્ય વિભાગે કહ્યું કે ૨૪ વર્ષીય મહિલા માં ઝીકા વાયરસ હોવાની પુષ્ટિ થયા બાદ, જિલ્લા નિરિક્ષક, વેક્ટર કંટ્રોલ અને સ્ટેટ ઇન્સેકટ સાઈન્સ નાં અધિકારીઓ એ પરસાલા ની મુલાકાત લીધી અને બીમારી નાં ફેલાવા ને રોકવા માટે નાં ઉપાયોની શરૂઆત પણ કરી દીધી. એ વિસ્તાર માંથી એડીઝ મચ્છર નાં નમુના ભેગા કરવામાં આવ્યા અને તેને પીસીઆર પરીક્ષણ માટે મોકલવા માં આવ્યા છે. આ બાબતે દરેક જીલ્લા ને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

ઝીકા વાયરસના ચેપના લક્ષણો:

મોટાભાગના લોકોમાં કોઈ લક્ષણો હોતા નથી. જો લક્ષણો જોવા મળે છે, તો તે સામાન્ય રીતે હળવા અને બે થી સાત દિવસની આસપાસ સુધી રહે છે. સામાન્ય રીતે આ લક્ષણો નીચે મુજબ ના હોય છે:

ફોલ્લીઓ, આખા શરીરમાં ખંજવાળ આવે છે, તાવ, માથાનો દુખાવો, સાંધાનો દુખાવો (મુખ્યત્વે હાથ અને પગના નાના સાંધામાં), સ્નાયુ માં પીડા, લાલ આંખો, પીઠનો દુખાવો, આંખો પાછળ દુખાવો

કેવી રીતે ફેલાય છે ઝીકા વાઈરસ:

એડીઝ મચ્છરોના કારણે ઝીકા વાઈરસનો ચેપ ફેલાય છે. એડીઝ મચ્છરો ઉષ્ણ કટિબંધીય વિસ્તારોમાં ખુબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. ઝીકા  વાઈરસ સંક્રમિત એડીઝ મચ્છર કરડવાથી ફેલાય છે. WHO એ ઝીકા વાઈરસને સાર્વજનિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરી છે.

ઝીકા વાઈરસ માટે નથી કોઈ દવા કે રસી:

ઝીકા વાઈરસ માટે કોઈ દવા કે રસી હાલના સમયમાં ઉપલબ્ધ નથી.આ વાઈરસની રસી શોધવા પ્રયત્ન ચાલે છે પરંતુ અસરકારક રસી માટે દશથી બાર વર્ષનો સમય નીકળી જાય તેમ છે.ઝીકા વાઈરસની અસરોવાળા દેશોની મુસાફરી કરવાથી બચવું જોઈએ.

ઝિકા થી બચવાની  5 રીતો છે:

ડબ્લ્યુએચઓ મુજબ, મચ્છરની રોકથામ એ ઝિકા વાયરસના ચેપને રોકવાનો શ્રેષ્ઠ માર્ગ છે. ડબ્લ્યુએચઓ કહે છે કે મચ્છરથી બચવા માટે, આખા શરીરને ઢાંકીને રાખવું જરૂરી છે અને  કાળા વસ્ત્રો ન પહેરવા.

મચ્છરોના સંવર્ધનને રોકવા માટે, વાસણો, ડોલ, કૂલર અથવા તમારા ઘરની આસપાસ એવી કોઈ જગ્યાએ પાણી એકઠું થવા ન દો. જો તાવ, ગળામાં દુખાવો, સાંધાનો દુખાવો, આંખો લાલ થાય , તો વધુ પ્રવાહી લો અને એક્દમ આરામ કરો. ઝિકા વાયરસ માટેની રસી હજી ઉપલબ્ધ નથી. જો તાવ દૂર ન થાય તો સ્થિતિ વધુ ખરાબ થાય છે,  આવા માં તરત જ ડૉક્ટરને મળો.

 

 

[quads id=1]

Related Articles

Back to top button