ગુજરાતજાણવા જેવુંદેશધાર્મિકપ્રેરણાત્મક

ખૂબ જ રસપ્રદ છે ભરૂચના ગુમાનદેવ મંદિરની કથા, બજરંગબલી ના અહી દર્શન કરવા એક વાર ચોક્કસ જજો

ગુજરાતમાં હનુમાનદાદાના મંદિરો મોટે ભાગના સ્થળે આવેલા છે. આ મંદિરોમાં દાદાના ચમત્કાર પણ જોવા મળે છે. દરેક રૂપમાં દાદાના દર્શન ભક્તોને થતા રહે છે. હજી પણ જ્યારે રાત્રે ડર લાગે ત્યારે સૌ પ્રથમ હનુમાન દાદાનું જ નામ યાદ આવે, ભૂત-પિશાચને ભગાડવા માટે પણ હનુમાન ચાલીસા જ બોલવાનું શરૂ કરી દઈએ છીએ.

ભરૂચ જિલ્લામાં આવેલું ઝગડિયા તાલુકામાં આવેલું ગુમાનદેવ મંદિર ગુજરાતમાં ઘણું પ્રખ્યાત છે. શ્રાવણ મહિનામાં આ મંદિરનું મહત્વ ઘણું વધી જાય છે. ભક્તો હનુમાનજીના દર્શન માટે પગપાળા આવે છે. ગુમાનનો અર્થ થાય છે ઘમંડ અને ગુમાનદેવ માણસનું ઘમંડ દૂર કરનારા દેવ તરીકે આ સ્થળે પૂજવામાં આવે છે. આ મંદિરની સ્થાપના વિશે પણ એક ઇતિહાસ છે. જે જાણવા જેવો છે.

કાવેરી નર્મદા નદીના સંગમની મધ્યમાં આવેલ ગુમાનદેવના મંદિર સાથે એક દંતકથા છે. રામાનંદ સંપ્રદાયના મહાન સંત એવા શ્રી સ્વામી ગુલાબદાસજી મહારાજ અયોધ્યાના હનુમાનગાધિની સાગરિયા પટીના સંત હતા. આશરે 500 વર્ષ પહેલા તેમણે ઝગડીયા નજીક આવેલા મોટા સાંજ ગામ પાસે આવીને રહ્યા.

ગુલાબદાસજી મહારાજ જયારે સૂતા હતા ત્યારે અચાનક તેમને એવો આભાસ થયો કે હનુમાનજી તેમને કંઈક કહેવા આવ્યા છે અને એમનાથી થોડા જ અંતરે દાદાની મૂર્તિ પણ છે અને એમને જ્યારે જોયું ત્યારે એક શિયાળ એ મૂર્તિને વળગી રહ્યું છે તેમજ કેટલાક ગોવાળિયાઓ એ શિયાળને મારવા પ્રયત્ન કરી રહ્યા છે.

ગુલાબદાસજીએ સમયનો વિલંબ કર્યા વિના જોયું તો એ આભાષ ન હતો એ જગ્યા ઉપર પહોંચી ગયા અને જોયું તો તે હકીકત હતી, ગોવાળિયાઓને શિયાળને મારતા રોક્યા અને શિયાળને ત્યાંથી ચાલ્યા જવાનો આદેશ કર્યો.

આ ઘટના વાયુવેગે આસપાસના ગામોમાં ફેલાઈ ગઈ અને લોકો દર્શન કરવા માટે પણ આ જ જગ્યા ઉપર આવવા લાગ્યા તેમને ત્યાં રહેલા પથ્થરમાં હનુમાન દાદાના દર્શન થયા અને તેમણે હનુમાન જ્યંતિના ના દિવસે જ સ્થાપના કરી અને મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી.

માણસનું ગુમાન દૂર કરતા હોવાના કારણે આ મંદિરને ગુમાનદેવ નામ પણ આપવામાં આવ્યું. આ મંદિરમાં રહેલી મૂર્તિ જે રૂપમાં એજ રીતે હાજર છે. જે મૂર્તિની સ્થાપના ગુલાબદાસ મહારાજે કરી હતી એજ મૂર્તિ આજે પણ ત્યાં સ્થાપિત છે અને જોનારને તેમાં હનુમાનજીના દર્શન આજે પણ થાય છે.

શ્રાવણ માસમાં આ મંદિરમાં ભારે ભીડ જોવા મળે છે, તેમજ શનિવાર અને મંગળવારના દિવસે પણ ભક્તોનું મહેરામણ ઉમટે છે. દાદાના આ મંદિરનું મહાત્મ્ય પણ ઘણું જ છે. એટલે જ ભક્તો દૂર દૂરથી દાદાના દર્શને આવતા હોય છે અને દર્શન કરીને ધન્ય  થાય છે.

 

[quads id=1]

Related Articles

Back to top button