Editorialગુજરાતજાણવા જેવુંજ્યોતિષધાર્મિકપ્રેરણાત્મક

કુબેર દેવના આ ચમત્કારી મંત્રનો જાપ 3 મહિના સુધી કરો, ધનના બધાજ દરવાજા તમારા માટે ખૂલી જશે

હિન્દુ કથા અનુસાર કૂબેર રાવણનો સાવકો ભાઈ હતો અને રાવણે ભગવાન શિવજીનું તપ કરી તેમની કૃપા પ્રાપ્ત કરી હતી. અમોઘ શક્તિઓ મેળવી હતી. આ શક્તિઓના બળે રાવણે પોતાના ભાઈ કુબેર પર આક્રમણ કરી તેને પદભ્રષ્ટ કર્યો અને લંકામાંથી બહાર કાઢ્યો. કુબેર પણ ભગવાન શિવજીના ભક્ત હતા.

લંકામાંથી કાઢ્યા બાદ તે ફરતા નર્મદા કિનારે પહોંચ્યા અને ત્યાં તેમણે શિવજીના તપ શરૂ કરી દીધા. જ્યારે રાવણને આ વાતની જાણ થઈ તો તેણે અહીં પણ કુબેરને હેરાન કર્યાં. છેલ્લે કુબેર કરનાળી ગામે આવી ત્યાં તેણે મહાકાળીનું શરણું લઈને પોતાની રક્ષાની જવાબદારી તેમને સોંપી. શિવજીનું તપ કરતાં પ્રસન્ન થયાં અને લંકાનું રાજ પાછું તો ના આપી શક્યા પરંતુ એમનો ભક્તિભાવ જોઈને સર્વે દેવી-દેવતાઓનાં ધનનો વહીવટ તેમને સોંપ્યો.

તે દિવસથી કુબેર, કુબેર ભંડારી ધન કુબેરના નામથી ઓળખાયા. ભગવાન શંકરે તેમને પોતાના સમક્ષ સ્થાન આપ્યું. શિવજીએ કહ્યું હે ધનના દેવ કુબેર તમારી ભક્તિ ભાવથી હું પ્રસન્ન થઈ તમારા આ સ્થળ પર જે ભક્ત સાચા હદયથી દર્શન કરી અમુક અમાસ ભરશે એમની મનોકામના પૂરી થશે.

વ્યક્તિને જીવનમાં સખત મહેનત કર્યા પછી પણ સફળતા મળતી નથી, જેના કારણે તે પોતાના જીવનથી નિરાશ થઈ જાય છે. અમાસના દિવસે તમે દર્શન કરો તમારા ઘરમાં ક્યારેય પૈસાની તંગી નહીં થાય.મંદીર સંકુલમાં મુખ્ય મંદીર કુબેરેશ્વર મહાદેવનું છે, જેની બાજુમાં કુબેર ભંડારીનો કક્ષ છે. આ ઉપરાંત અહીં રણછોડજીનું પણ નાનું પણ સુંદર મંદીર આવેલું છે. મંદીરથી પગથીયા ઉતરીને નર્મદા નદી પાસે જતાં મહાકાળી માતાનું મંદીર આવે છે.

આ મંદીરનો વહીવટ શ્રી કુબેરેશ્વર સોમનાથ ટ્રસ્ટ સંભાળે છે અને અહીં આપવામાં આવેલ દરેક દાનની પાવતી ફાડી આપવામાં આવે છે. ખાસ કરીને અહીં ચાંદીની કે સોનાની સેર ચેઇન અને કંદોરો કુબેર ભંડારી દાદાને ભેટ રૂપે ધરવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓ માટે વિનામુલ્યે ભોજનશાળા ચલાવવામાં આવે છે.

અહી બધા જ લોકો પોતાની નાત-જાતનાં ભેદભાવ વગર નિયત સમય દરમ્યાન આવનાર દરેક યાત્રાળુને ભોજન પિરસવામાં આવે છે.એમ કેહવાય છે કે જો તમે મુક્ત મનમાં બાળકના મનની જેમ આ મંત્રનો જાપ કરો છો, તો આ મંત્રનો જાપ કરવાથી તમને કુબેરની સંપત્તિ પ્રાપ્ત થશે.

“ઓમ યક્ષાય કુબેરાય વૈશ્વાણાય,ધન ધન્યાઘીપતયે,ધન ધન્ય સમૃદ્ધિ મેં દેહિ દાપય સ્વાહા.” આ મંત્રનો જાપ કરો તે વખતે તમારે ધન લક્ષ્મી કોડીને તમારી સાથે રાખવી જ જોઇએ. આ મંત્રનો ત્રણ મહિના સુધી નિયમિત જાપ કરો અને ત્રણ મહિના પછી ધન લક્ષ્મી કોડીને તમારી તિજોરીમાં રાખો. તેનાથી તમારા મકાનમાં પૈસા સંબંધિત સમસ્યા દૂર થશે અને નવા માર્ગોથી ઘરમાં પૈસા આવવાનું શરૂ થશે.

કુબેર ભંડારી રાવણના મોટા ભાઈ છે. દુનિયામાં એક માત્ર આ મંદિર છે.જ્યાં સળંગ 5 અમાસ ભરવાથી મનોકામના પૂરી થાય છે. કુબેર ભંડારી દેવોના ખજાનચી કહેવાય છે. કુબેરેશ્વરની પાસે જ શાલીગ્રામ રૂપે સ્વયં વિષ્ણુભગવાન મંદિરમાં બિરાજમાન છે.મહાદેવના વરદાનથી તેમના નામથી એટલે કે કુબેરેશ્વર ભંડારી પૂજાય છે.

આમ જોવા જઈએ તો આ મંદિર એક આખા મંદિર પરિસરનો ભાગ છે, જેમાં રણછોડજી, મહાકાળી માતા, શીતળા માતા અને બળીયા દેવનાં પણ મંદીરો આવેલાં છે. મંદીર ખુબ રમણીય સ્થળે છે અને નર્મદાના કિનારે પહોંચવા માટે પગથીયાની વ્યવસ્થા છે તથા ઘાટ બનેલો હોવાથી પર્યટન સ્થળ તરિકે પણ તેનો વિકાસ થયેલો છે.

મંદીરે દર માસની અમાસે દર્શન કરવાનો અનેરો મહિમા છે. આસપાસનાં ગામો અને વડોદરા તથા અન્ય સ્થળોએથી લોકો દર અમાસે અહીં નિયમિત રીતે દર્શન કરે છે.જૂની માન્યતા મુજબ જો કોઈ લગ્ન પ્રસંગમાં રસોડું શરૂ કરતાં પહેલાં ત્યાં કુબેરનો દીવો પ્રગટાવવામાં આવે છે. જેથી અન્ન ભંડાર ખૂટતો નથી. અહી મંદીરમાં પુત્ર પ્રાપ્તિની ઇચ્છા રાખનાર દંપતિઓમાં સવિશેષ પ્રખ્યાત છે, અહીં પુજા કરીને સોપારી આપવામાં આવે છે, જેનું પુજન કરવાથી નિ:સંતાન દંપતિઓને સંતાનપ્રાપ્તિ થાય છે.

આ મંદીર સ્વર્ગનાં ભંડારના અધિપતી એવા કુબેર હોવાથી તેની પાસે આવનાર દરેક ધનની પણ અપેક્ષા રાખે છે. અનેક લોકો અહીંથી ચોખા લઈ જઈને પોતાનાં ઘરે ધન ભેગા રાખે છે,જેથી તેમનો ભંડાર પણ ખુટે નહી તેવું તેમનું માનવું હોય છે.

આ ઉપરાંત નજીકનાં અન્ય યાત્રાધામ ચાણોદ ચાંદોદ થી હોડી મારફતે પણ પહોંચી શકાય છે. આ માર્ગ ખુબ સુંદર છે. કેમકે નર્મદા નદીમાં બારેમાસ નીર વહેતા હોય છે, આશરે પંદરેક મિનીટની આ નૌકા યાત્રા ખુબ આનંદ દાયી રહે છે.

ભક્તોના દર્શન માટે દર અમાસે લાંબી લાઈનોની ભીડ અને ભક્તોની ઈચ્છાઓ પૂરી કરતાં ધનકુબેર જેની ૫ અમાસ ભરવાથી ઘર પરિવારમાં સુખ શાંતિ અને ધનની વર્ષા થાય છે. એવું એક માત્ર સ્થળ એટલે કુબેર ભંડારી.

[quads id=1]

Related Articles

Back to top button