ધાર્મિક

જાણો જગન્નાથપુરી માં શું કામ લગાવવામાં આવે છે ખિચડી નો ભોગ, શું છે રસોઈઘર નું રહસ્ય? 

12 જુલાઇ એ વિશ્વ પ્રસિદ્ધ ભગવાન જગન્નાથ ની રથ યાત્રા શરૂ થવાની છે. ઓરિસ્સા માં સમુદ્ર કિનારા પર વસેલુ પુરી નામનું ઐતિહાસિક શહેર પોતાના પ્રાકૃતિક સૌંદર્ય ની સાથે શ્રેષ્ઠ સ્થાપત્ય કળા માટે પણ જાણીતું છે. અહી ભગવાન જગન્નાથ નું નિવાસ સ્થાન હોવા ના કારણે આને જગન્નાથપુરી પણ કહેવામા આવે છે.

અહી સ્થાપિત ભગવાન જગન્નાથ ને વિષ્ણુ ના 10 માં અવતાર પણ માનવામાં આવે છે. પુરાણો માં જગન્નાથ ધામ ને ધરતી નું વૈકુંઠ એટલે કે સ્વર્ગ કહેવામા આવ્યું છે. આને  હિન્દુ ધર્મ ના ચાર પવિત્ર ધામો બદ્રીનાથ, દ્વારિકા, રામેશ્વરમ, ની સાથે ચોથું ધામ માનવમાં આવ્યું છે. શ્રી જગન્નાથ નું મુખ્ય મંદિર વક્રરેખીય આકાર નું છે. આના શિખર પર અષ્ટધાતુ થી બનેલ વિષ્ણુ ભગવાન નું સુદર્શન ચક્ર રહેલું છે. જેને નીલચક્ર પણ કહે છે.

મંદિર ના પરિસર માં અન્ય દેવી-દેવતાઓ ના પણ કેટલાક મંદિર છે જેમાં વિમલા દેવી શક્તિપીઠ પણ સામેલ છે. જગન્નાથ મંદિર ના પ્રવેશ દ્વાર પર બે સિંહ રહેલા છે. દર્શન માટે પૂર્વ, પશ્ચિમ ,ઉત્તર અને દક્ષિણ માં ચાર દ્વાર છે જેના દ્વારા શ્રધ્ધાળુઓ અહી દર્શન માટે પ્રવેશ કરે છે. ચારે પ્રવેશ દ્વારો પર હનુમાન જી વિરાજમાન છે જે જગન્નાથ ભગવાન ના મંદિર ની હમેશા રક્ષા કરે છે. 

અનોખુ  છે અહી નું  રસોઈઘર  

મંદિર માં પ્રવેશ પહેલા ડાબી તરફ આનંદ બજાર છે અને જમણી બાજુ મહાપ્રભુ શ્રી જગન્નાથ મંદિર નું  પવિત્ર વિશાળ રસોઈઘર છે. આ રસોઈ ઘર માં પ્રસાદ બનાવવા માટે સાત વાસણ એકબીજા ઉપર રાખવા માં આવે છે. આ પ્રસાદ માટી ના વાસણ માં, લાકડા બાળી બનાવવા માં આવે છે, પણ આશ્ચર્ય ની વાત એ છે કે આ દરમિયાન સૌથી ઉપર રાખેલ વાસણ નું પકવાન પહેલા બની જાઈ છે અને ત્યાર બાદ નીચે તરફ એક પછી એક વાસણ ના પકવાન બનવા લાગે છે. મંદિર ના આ પ્રસાદ ને રોજ લગભગ 25000 થી વધુ ભક્તો ખાય છે. ખાસ વાત તો એ છે કે અહી ન તો ક્યારેય પ્રસાદ વધે છે કે ન ક્યારેય ઓછો પડે છે. 

આ કારણે લગાવવા માં આવે છે ખિચડી નો ભોગ

શ્રી જગન્નાથ મંદિર માં વહેલી સવારે ભગવાન જગન્નાથ ને ખિચડી નો બાલ ભોગ લગાવવા માં આવે છે. આ પાછળ પૌરાણિક કથા છે કે પ્રાચીન સમય માં ભગવાન ની એક પરમ ભક્ત હતી કરમાબાઈ જે જગન્નાથપુરી માં રહેતી હતી અને ભગવાન ને પોતાના દીકરા ની જેમ સ્નેહ કરતી હતી. કરમાબાઈ એક દીકરા ના રૂપ માં ઠાકુરજી ના બાલરૂપ ની ઉપાસના કરતી હતી.

એક દિવસ કરમાબાઈ ની ઈચ્છા થઈ કે ઠાકુર જી ને ફળ -મેવા ના બદલે પોતાના હાથ થી કઈક બનાવી ને ખવાડવું. એમને ભગવાન ને પોતાની ઈચ્છા વિષે જણાવ્યુ. ભગવાન તો ભક્તો માટે સદાય સરળ જ રહ્યા છે. તો ભગવાન બોલ્યા, ‘મા, જે પણ બનાવ્યું હોય તે જ ખવડાવી દો, ખૂબ જ ભૂખ લાગી છે’ કરમાબાઈ એ ખિચડી બનાવી હતી અને ઠાકુર જી ને ઘણા ચાવ થી ખિચડી ખાવા માટે આપી દીધી.

ભગવાન ઘણા પ્રેમ થી ખિચડી ખાવા લાગ્યા અને કરમાબાઈ ભગવાન ને પંખો ચલાવતી રહી કે જેથી ગરમ ખિચડી ના લીધે ભગવાનનું મો બળી ન જાય. ભગવાન ઘણા ચાવ થી ખિચડી ખાઈ રહ્યા હતા અને મા ની જેમ જ કરમા તેમને  દુલાર કરી રહી હતી. ભગવાને કહ્યું.

મા મને તો ખિચડી ખૂબ જ સારી લાગી. મારા માટે તમે રોજ ખિચડી જ બનાવજો, હું તો અહી આવી ને રોજ આવી જ ખિચડી ખાઈશ. હવે કરમા રોજ સ્નાન કર્યા વગર જ વહેલી સવારે ઠાકુરજી માટે ખિચડી બનાવવા લાગી હતી. કથા અનુસાર ઠાકુરજી પોતે બાલરૂપ માં કરમાબાઈ ની ખિચડી ખાવા માટે આવતા હતા.

પણ એક દિવસ કરમાબાઈ ના ઘરે એક સાધુ મહેમાન આવ્યા. તેણે જ્યારે જોયું કે કરમાબાઈ વગર સ્નાન કરે જ ખિચડી બનાવી ઠાકુર જી ને ભોગ લગાવી દે છે તો તેમણે આમાં કરવાની ના પાડી અને ઠાકુર જી નો ભોગ લગાવવાના કેટલાક ખાસ નિયમો જણાવ્યા. 

બીજા દિવસે કરમાબાઈ એ  આ નિયમો અનુસાર ઠાકુરજી માટે ખિચડી બનાવી જેના લીધે એને મોડુ થયું  અને એ ખૂબ જ દુખી થઈ કે આજે મારો ઠાકુર ભૂખ્યો રહ્યો. ઠાકુર જી જ્યારે તેમની ખિચડી ખાવા આવ્યા ત્યારે મંદિર માં બપોર ના ભોગ નો સમય થયો હતો અને ઠાકુર જી  એઠા મોં એ જ મંદિર પહોચ્યા અને ત્યાં પૂજારીઓ એ જોયું કે ઠાકુરજી ના મોં પર ખિચડી લાગેલી છે, ત્યારે પૂછવા પર ઠાકુરજી એ આખી કથા તેમને સંભળાવી. જ્યારે આ વાત તે સાધુ ને ખબર પડી તો તે ઘણો પછતાયો અને તેણે કરમાબાઈ ને ક્ષમા યાચના કરતા તેને પહેલા ની જેમ જ ઠાકુરજી માટે ખિચડી બનાવી ખવડાવવા કહ્યું. આથી આજે પણ પુરી ના જગન્નાથ મંદિર માં વહેલી સવારે બાળભોગ માં ખિચડી નો જ ભોગ લાગે છે, માન્યતા છે કે આ કરમાબાઈ ની જ ખિચડી છે.

[quads id=1]

Related Articles

Back to top button