સ્વાસ્થ્ય

કોરોના ની ત્રીજી લહેર થી બચી રહેવા માટે અત્યાર થી જ શરૂ કરી દો તૈયારીઓ, જાણી લ્યો અહી ક્લિક કરી

કોરોના નો ખતરો હજુ ટળ્યો નથી આને સામાન્ય સમજવાની ભૂલ બિલકુલ ન કરતાં. કોવિડથી બચાવ માટે સરકાર દ્વારા જાહેર કરેલ ગાઈડ લાઇન્સ નું પાલન કરો. સાથે જ કેટલીક બીજી વાતો નું પણ ધ્યાન રાખવું જરૂરી છે જો તમારે ત્રીજી લહેર થી બચવું હોય તો.

એક્સપર્ટ સંભાવનાઓ દેખાડી રહ્યા છે કે કોરોના ની ત્રીજી લહેર ઓક્ટોબર સુધીમાં આવી શકે છે. જેના લીધે રસીકરણ ની પ્રક્રિયા તો ઝડપ થી કરવામાં આવી જ રહી છે, સાથે જ હોસ્પિટલ માંબેડ અને ઑક્સીજન ની પણ અછત ન થાય તેની પણ પૂરી તૈયારી કરવામાં આવી રહી છે. પણ તમે અને અમે એ સારી રીતે જાણીએ છીએ કે ફક્ત આટલું કરવું જ પૂરતું નથી. આપણે ઘણા પ્રકારે
સાવચેત રહેવું પડશે જો પોતાને કોરોના ની ત્રીજી લહેર થી બચાવવા હોય તો.

કેટલાક દેશોએ પોતાના નાગરિકો ને માસ્ક ન પહેરવાની આઝાદી આપી દીધી છે. કેમ કે ત્યાં કોરોના ની પરિસ્થિતી ઘણી હદે કાબૂ માં છે. પણ ભારત માં હજી આવી સ્થિતિ નથી આવી. ભલે કેસો ઓછા આવી રહ્યા હોય પણ થોડી પણ બેદરકારી ફરી વાર સંક્રમણ
નો દર વધારી શકે છે. તો આ માટે ક્યાય પણ બહાર નીકળો તો માસ્ક જરૂર પહેરો અને બહાર થી આવ્યા બાદ હાથ ને ધોવો કે સેનીટાઈઝ કરવાનું ન ભૂલો.

હિમાચલ, ઉત્તરાખંડ માં પર્યટકો ની ભીડ ને જોતાં એવું જ લાગે છે કે જેમ કોરોના પૂર્ણ રીતે જતો રહ્યો છે. અને આ બેદરકારી જ જીવ પર ભારે પડી શકે છે. ફરવા અને મોજ-મસ્તી કરવા માટે સ્થિતિ બરાબર થવા સુધી થોડી વધુ રાહ જુઓ. ખૂબ જરૂરી હોય તો જ બહાર નીકળોઅને કોઈ ને પણ મળો તો બે ગજ ની દૂરી બનાવી ને જ વાતચીત કરો.

ખાનપાન ને સુધારવા માટે આ જ સાચો સમય છે. તમે જોયું જ હશે કે એક્સપર્ટ એ સંક્રમણ થી બચવા અને રિકવર થવા માટે ડાયટ સુધારવા પરજોર આપ્યું છે . તો આ વસ્તુ ને પણ શરૂ જ રાખવી જોઈએ. જમવા માં લીલા પાંદડા વાળા શાક-ભાજી , ખાટા ફળો, કાવો , પ્રોટીન અને ફાઈબર થી ભરપૂર વસ્તુ ખાવ. તમારી ઇમ્યુન સિસ્ટમ બરાબર રહેશે તો કોઈ પણ પ્રકાર ની સંક્રામક
બીમારીઓ તમારી પાસે ભટકી શકશે નહી.

યોગ અને વ્યાયામ સદીઓ થી માનવ શરીર ને સ્વસ્થ રાખવા નું કામ કરતાં હતા પણ આના મહત્વ ને કોવિડ દરમિયાન ખાસ્સું ઓલખ્યું અને સ્વીકાર્યું પણ છે. તો પોતાના રૂટિન માં 20-30 મિનિટ નો સમય જરૂર કાઢો કસરત કરવા માટે, જેથી શારીરીક રીતે જ નહી પણ માનસિક રીતે પણ તમે રહો એકદમ ફિટ એન્ડ ફાઇન .

[quads id=1]

Related Articles

Back to top button