કોઈ પણ મિલકત ખરીદતા પહેલા જરૂર તપાસો આ માહિતી વિષે, નહીં તો પાછળથી આવી શકે છે મુશ્કેલી
આજની જીવનશૈલીમાં મૂળભૂત જરૂરીયાતો માટે ઘર આવશ્યક થઈ ગયું છે. આજની આ ભાગમ ભાગની દોડમાં વ્યક્તિ સારો સમય તેના ઘરમાં પસાર કરે છે અને સમય આવે એજ ઘરથી પોતાની આવક પણ વધારી શકે છે. તો આ ઘર જમીન સંપતિ ખરીદતા પહેલા અમુક વસ્તુ ધ્યાનમાં લેવા જેવી બાબતો પર હું તમારું ધ્યાન દોરીશ.
એક ખરીદદાર તરીકે, તમારે ખાતરી કરવી આવશ્યક છે કે તમે તમારું ઘર નિર્માણ કરો છો. તે જમીન માલિકના હેઠળમાં છે. ઘણાં બૅન્ક પણ હોમ લોનની પ્રક્રિયા માટે આ દસ્તાવેજ માંગે છે.ખરીદનારને દસ્તાવેજો તપાસવાની રહે છે કે તેની ફ્લેટ એક નિવાસી જમીન પર નિર્માણ કરવામાં આવે છે.યોગ્ય સત્તાવાળાઓ અને મંજૂર મકાન યોજનાથી પરવાનગી લેવાની હોય છે.
જમીન અને મકાન ટેક્સ પેઇડ રસીદો, આવક અધિકારીઓ દ્વારા પ્રમાણિત મિલકતનું સ્થાન સ્કેચ આ દસ્તાવેજો સરકારી રેકોર્ડમાં મિલકત શોધવા માટે મદદ કરે છે અને ખરીદદારની તરફેણમાં કરવામાં આવેલી મિલકતનું પરિવર્તન કરવું સરળ બને છે.નવીનતમ બિલ મેળવવાથી, ટેક્સ પેઇડ રસીદ પણ અમને જણાવે છે કે બાકીની રકમ ચૂકવવામાં આવી છે અથવા બાકી છે.
પ્રારંભ પ્રમાણપત્રઅન્ડર-કંસ્ટ્રક્શન પ્રોપર્ટી માટે પ્રારંભિક પ્રમાણપત્ર લાગુ છે.
તે સ્થાનિક ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સાઇટની નિરીક્ષક દ્વારા જારી કરવામાં આવે છે. તે બિલ્ડિંગની રચના શરૂ કરવાની મંજૂરી આપે છે અને જણાવે છે કે પરવાનગી યોગ્ય રીતે પ્રાપ્ત થઈ છે. પ્રારંભિક પ્રમાણપત્ર મેળવવાની નિષ્ફળતા મળી શકે છે, દંડની વસૂલાત અથવા બાંધકામના વિનાશ પણ થઈ શકે છે.
ક્યારેય તમારા અંગત ઓળખ પત્ર જેવા કે આધાર કાર્ડ, મતદાન કાર્ડ, પાન કાર્ડ, વગેરેની નકલ જમીનના લે વેચમાં પૂછ્યા વિના કે કોઈ માહિતી આપવું નહિ જો આપશો તમારી પ્રોપર્ટી ના ખોટા ડોક્યુમેટન્સ ઉભા કરી ને તે પ્રોપર્ટી બીજાને વેચી શકે છે. તેના પર બાના પેટે મોટી રકમ ઉપાડી લઈ ભાગી શકે છે, લોન લેવી અને તે લોનની ભરપાઈની જવાબદારી તેના મિલકત માલિક પર આવી શકે છે.
આજકાલ કોઈપણ જાતની ખરીદી કર્યા પછી તમારી જમીન/મિલકત ને લગતી જાહેર નોટિસ (પબ્લિક નોટિસ) જો ગુજરાત ના કોઈપણ ન્યુઝપેપરમાં તેની માહિતીની પ્રેસનોટ આપવામાં આવે છે. અને જો કોઈ તમને સમય જતાં તેનો જવાબ ના આવે તો સમજવું કે ખરીદી કરેલ સંપતિમાં સારી છે. જે અંગે કોઈએ ગુનો કે નોટિસની અરજી આવી નથી.
આજકાલ કોઈપણ જમીન/મિલકત પર ગેરકાયદેસર રીતે ખોટ સોદા કરવા એ સામાન્ય વાત બની ગઈ છે પણ તે સાથે સરકારના નિયમો પણ બદલાય છે. અમુક લોકો ખરા દસ્તાવેજની ફેર બદલી કરી અન્ય અગત્યના ડોક્યુમેન્ટ્સ પરથી બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને તેને યેન-કેન પ્રકારે વેચવાનો પ્રયાસ કરવો.સરકારી કચેરીમાં રહેલ તમારી પ્રોપર્ટીના દસ્તાવેજ તથા અન્ય અગત્યના ડોક્યુમેન્ટ્સની સમયાંતરે ચકાસણી કરતા રહેવું.
જો તમે કોઈપણ પ્રોપર્ટીને ખરીદવાનું વિચારી રહ્યા છો તો વેચનારે તે પ્રોપર્ટી પર કોઈપણ બેંક પાસેથી લોન લીધી છે કે નહિ તેની તાપસ કરવી. અને જો લોન લીધી હોય કે કોઈપણ પ્રકારનો બોજો હોય તમે આવી કોઈ બોજાવાળી મિલકત ખરીદશો, તો લાંબા સમય સુધી કાયદાકીય કાર્યવાહીમાં જ તમારો સમય જશે.
જેનાથી તમને આર્થિક નુકસાન, માનસિક તણાવ તેમજ કિંમતી સમયનો બગાડ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડશે. તેથી કોઈપણ જમીન/મિલકત ખરીદતા પહેલા આવા જરૂરી દસ્તાવેજોની વિગતો જે તે સબ-રજિસ્ટર ઑફિસ મારફતે તેના ખરા દસ્તાવેજની ચકાસણી કરવી તે અત્યંત જરૂરી છે.
એક કરતા વધારે વ્યક્તિઓ ધરાવતી પાવર ઑફ એટર્નીવાળી મિલકત પર, એકજ સમયે જુદા જુદા સોદા જુદી જુદી વ્યક્તિઓ દ્વારા થયેલ હોય, તેવા કિસ્સા બની ગયેલ છે. તો તમે જ્યારે કોઈપણ મિલકત ખરીદવા જાવ ત્યારે, તે મિલકતની પાવર ઑફ એટર્ની જરૂર ચકાસવી કારણ કે તેના વગર તમે તે વ્યક્તિની મંજૂરી લીધા વિના કોઈ સંપત્તિ લઈ ન શકો જો લો તો તમારે પરેશાની ઉઠાવવી પડે.તેથી આ ચકાસણી કરવી ખૂબજ જરૂરી બને છે.
ક્યારેક એવું પણ બને છે કે જમીન સરકાર હેઠળ હોય અને તમને બતાવીને તેનો ખોટો દસ્તાવેજ બનાવી વેચાણ કરી દે છે. સમય જતાં જો તમે તેની તપાસ કોઈ સરકારી દફતરમાં ન કરો તો તમે મોટી કાયદાકીય ગૂંચવણમાં ફસાઈ શકો છો. જો છેતરપિંડી કરનાર ખોટો સોદો પાર પાડવાના હેતુથી જમીન વેચવા માટે એવી જમીન બતાવે કે જે સરકારની માલિકીની હોય એવું પણ બની શકે છે.
જમીન વેચનાર તમને ગેરમાર્ગે દોરવા માટે અનઅધિકૃત નકશો, ખોટા દસ્તાવેજ, બનાવટી ૭/૧૨ ના ઉતારા વિગેરે તમારી સમક્ષ રજૂ કરીને તમને ખોટા વિશ્વાસ માં લઈને તે જમીન વેચવાનો પ્રયાસ કરે છે. આવા કિસ્સામાં, સ્થાનિક તેમજ સરકાર પ્રમાણિત ડોક્યુમેટન્સ ની વિગતવાર ચકાસણી કરવી ખૂબ જ મદદરૂપ થાય છે.
આ સમસ્યાને રોકવા માટે જે તે જમીન/મિલકતના ૭/૧૨ ઉતારા તથા નજીકની સરકારી કચેરીમાં જઈ તમે જમીન કે ઘરના બાંધકામની વિગત મેળવી શકો છો. સરકારી અરજીના વીના કોઈપણ ડોક્યુમેન્ટ્સની ચકાસણી થઈ શક્તી નથી. પરંતુ રાજ્ય સરકારની જમીન સંપત્તિને લગતી માહિતી તમને સરકારી વેબસાઇટ પરથી પણ સરળ રીતે મળી શકે છે જેનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે.