કાગડો આપે છે ધન અને મૃત્યુને લગતા આ ખાસ સંકેત, આવી શકે છે જીવનમાં આ ખાસ બદલાવ
પહેલાના સમયમાં કોઈ મહેમાન આવવાનું હોય ત્યારે તેની જાણ કાગડા દ્વારા થતી હતી. અને આ કાગડાને યમરાજ સાથે મનુષ્યને પણ શુભ-અશુભ સંકેત આપતા રહે છે. આજે અમે તમને એ સંકેત વિષે માહિતી આપીએ છીએ, તો આવો જાણીએ કે, કાગડા આપણને કયા અને કેવા સંકેતથી માહિતી આપે છે.
કહેવાય છે કે આપણા પૂર્વજો આપણને કાગડા દ્વારા નિર્દેશ આપીને આપણી સાથે વાત કરે છે. અને આપણને આવનારી ઘટનાઓ વિષે સૂચિત કરતા હોય છે.આથી શ્રાદ્ધ માસમાં આપણે કાગડાને શ્રાદ્ધ ખવડાવીએ છીએ.દિવસમાં કાગડો જો કોઈ ઘરના ધાબા પર આવીને, દક્ષિણ દિશા તરફ મોં કરીને બોલે તો એ અશુભ સંકેત છે.
કારણ કે એવું કહેવાય છે કે, ઘરના કોઈ સભ્યના મૃત્યુ થવાનો સંકેત છે.જો ક્યારેક કાગડાનું ટોળું આવીને ધાબા પર બેસે અને એક બીજા સાથે લડવા લાગે, તો સમજવું કે ઘરના મલિક પર વિપત્તિ આવવાની છે.
જો તમને કોઈ કાગડો જોવા મળે જેના મોંમાં રોટલીનો ટુકડો કે માંસનો ટુકડો હોય, તો સમજી લો કે તમારી કોઈ મોટી ઈચ્છા પુરી થવાની છે.તમે સવારમાં ક્યાંક જઈ રહ્યા છો અને કાગડો ઉડતા ઉડતા તમારા પગને સ્પર્શ કરે તો આ એક ઘણો જ શુભ સંકેત માનવામાં આવે છે. આનાથી વ્યક્તિને જીવનમાં પ્રગતિ મળે છે.
ઘરની બહાર જતી વખતે અથવા ક્યાંક વાસણમાં કાગડો પાણી પીતાં દેખાય તો સમજી લેવું કે તમને ધનનો લાભ થવાનો. અને જો તમે કોઈ જરૂરી કામ માટે બહાર જઈ રહ્યા છે તે સફળ થઇ જશે.કાગડો કોઈ વ્યક્તિ પર ચરકે છે, તો એ પણ શુભ માનવામાં આવે છે.
પણ જો કાગડો કોઈ વ્યક્તિના માથા પર આવીને બેસે છે, તો એ અશુભ સંકેત છે. એવું કહેવાય છે કે આવું થવા પર તે વ્યક્તિના ખરાબ દિવસ હવે શરૂ થવાના છે. તેમજ એવી પણ માન્યતા છે કે તે વ્યક્તિનું મૃત્યુ થવાનું હોય છે.એવું માનવામાં આવે છે કે, જો બપોર પહેલા ઝાડ પર બેસેલા કાગડાનો અવાજ ઉત્તર દિશામાંથી સંભળાય, તો તમારો દિવસ સારો જવાનો છે.
પત્ની સુખ મળવાના સંકેત માનવામાં આવે છે.જો કોઈ કાગડો સવારે કોઈ વ્યક્તિની આગળ લાલ રંગની વસ્તુ નાખી દે તો સમજી લેવું કે તમારી સાથે અશુભ થવાનું છે.