લક્ષ્મીજીની કૃપા બનાવી રાખવા માટે સવારે જાગીને કરો માત્ર આ એક કામ, જીવનમાં ક્યારેય નહીં પડે પૈસાની કમી
જીવનમાં લક્ષ્મીજી કૃપા તો બધાએ લેવી હોય છે. અને આપણી ભારતીય સંસ્કૃતિમાં કૃપા મેળવવાના ઘણા વાસ્તુશાસ્ત્રમાં ઉપાયો પણ આપ્યા છે. લક્ષ્મીજીના આશીર્વાદ માટે તમારે તમારી જીવનની દિનચર્યા પ્રમાણે વાસ્તુના કેટલાંક નિયમો અપનાવવા પડશે. જાણતા-અજાણતા આપણે ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. ક્યારેક અચાનક જીવન ધન અને અન્ય પરેશાનીઓ આવવા લાગે છે.કહેવાય છે કે જ્યાં લક્ષ્મીજીને મનાવવા એટલા સહેલા નથી. પરંતુ આપણા વાસ્તુશાસ્ત્રના નિયમો પ્રમાણે કરો તો એટલું બધુ મુશ્કેલ પણ નહિ. સરળ જરૂર છે તો ચાલો અપનાવીએ લક્ષ્મીજીની કૃપાના ઉપાયો.
સવારે વહેલા ઉઠીને, સૌ પ્રથમ, તમારે ઘરના મુખ્ય દરવાજે સાફ કરવું જોઈએ અને દરવાજાની બંને બાજુ પાણી રેડતા તેને સાફ કરવું જોઈએ, કારણ કે સકારાત્મક ઊર્જાના સંચાર માટે આ સ્થાન શુદ્ધ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ તમારા ઘરથી નકારાત્મકતા દૂર કરે છે અને તમને આર્થિક સમસ્યાઓથી મુક્ત કરે છે. એવું માનવા માં આવે છે કે માતા લક્ષ્મી ત્યાં પહોંચે છે જેના ઘર અને મુખ્ય દરવાજા સાફ રાખવામાં આવ્યા હોય.
હિન્દુ ધર્મ અને વાસ્તુ શાસ્ત્રમાં સ્વસ્તિકનું પ્રતીક ખૂબ જ શુભ માનવામાં આવે છે. સ્વસ્તિકના પ્રતીકને ગણેશજીનું પ્રતીક પણ માનવામાં આવે છે. આનાથી તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શુભતા આવે છે. દરરોજ સવારે સાફ સફાઇ કરતી વખતે, ઘરના માલિક અથવા ઘરના મોટા વડીલે પહેલા ઘરના મુખ્ય દરવાજા પર બંને બાજુ સિંદૂર સ્વસ્તિક બનાવવું જોઈએ. અથવા ઘરના ઉંબરા પર સ્વસ્તિકનું નિશાન હોય તો તેની પૂજા કરવી જોઈએ.આ સ્વસ્તિક તમારી આર્થિક સ્થિતિને સુધારે છે અને સકારાત્મક ઊર્જાને વધારે છે.
સવારે જ્યારે તમે દરવાજો ખોલો ત્યારે માતા લક્ષ્મીનું સ્મરણ કરવું. તમારે મુખ્ય દરવાજા પર કાળો કલર ન કરવો જોઈએ. તેને લાલ કે મરૂન કલરનો કરવો ઘણો શુભ મનાય છે. તેનાથી તમારા ઘરમાં ધન આવશે.તમારે ઘરના મુખ્ય દરવાજા પર શુભ લાભ, ૐ અને સ્વસ્તિક જેવા ચિન્હ કરવા જોઈએ. ઘરનો મુખ્ય દરવાજો એક એવી જગ્યા છે જ્યાથી આવવા અને જવા માટેનું રસ્તો હોય તેની સાથે ઘરમાં સકારત્મક અને નકારાત્મક ઉર્જા પણ અહીથી પ્રવેશે છે. તેથી ધનમાં વધારો કરવામાં આનું ખાસ મહત્વ છે. આ ચિન્હો ઘણા શુભ મનાય છે.
હિન્દુ ધર્મમાં સવારે ઊઠીને રોજીંદી ક્રિયા કરીને પુજા કરવામાં આવે છે. ત્યારે પુજા સમયે દીવો અને અગરબત્તી પણ કરવી જોઈએ. તેની સુગંધથી માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશે છે. સવારે તમારે ઊઠીને ગુલાબનું અત્તર નાભીમાં લગાવવું. તેને તમારે પહેલા માતા દુર્ગાને અર્પિત કરવું. કઈ પણ ખાતા પહેલા તમારે આને નાભીમાં લગાવવું. તે પછી જ ઘરની બહાર જવું. આવું કરવાથી પૈસાને લગતી બધી સમસ્યા દૂર થશે.
ઘરના દરવાજે ગણેશજીની મુર્તિ લગાવવી જોઈએ. સવારે દરવાજો ખોલો ત્યારે આ ચિંહોને પ્રણામ કરવું. અને માતા લક્ષ્મીનું નામ લેવું જોઈએ. આવું નિયમિત રીતે કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થાય છે.તમારે ઘરમા ધનની પોટલી હાથમા રાખેલા લાફિંગ બુદ્ધા ઘરમા રાખવા. તેને ઘરમા રાખવાથી આ તકલીફ ક્યારેય નથી આવતી એવુ મનાય છે.
તમારે દેવુ વધી ગયુ હોય ત્યારે ધંધાના સ્થળ પર તમારે પાણીની દિશામા ફેરફાર કરવો જોઈએ.
લાફિંગ બુદ્ધાને ઘરના ઉત્તર પશ્ચિમ ખૂણામા રાખવા. તમારે ઘરમા વિન્ડ ચાઇમ લગાવવો તેનાથી વાસ્તુ દોષ દૂર થાય છે. તેના અવાજથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા જતી રહે છે.ઘરમાં ચાઇનીઝ સિક્કા રાખવા પણ ખૂબ શુભ મનાય છે. તેને લાલ કાપડમાં બાંધીને રાખવાથી આવક વધે છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે.
ઘરમાં ઉત્તર પૂર્વ દિશામાં સાતની સંખ્યાં ક્રિસ્ટરલ રાખવું. તેનાથી ઘરમાં સકારત્મક ઉર્જાનો વાસ થાય છે.તમારે ઘરના મુખ્ય દરવાજાના ઈશાન ખૂણામાં તુલસીનો છોડ રાખવો જોઈએ. તેને તમારે રોજે પાણી રેડવું અને સાંજે તેની સામે ઘીનો દીવો કરવો તેનાથી ઘરમાં ધન પ્રાપ્તિ થાય છે. તમારે ઘરના મુખ્ય દરવાજા ની વચ્ચે ઘોડાની નાળ રાખવી. તેનાથી ઘર સુરક્ષિત રહે છે. અને ઘરમાં ધન આવે છે.
ઘરમાં મોટી કાર્પેટ પાથરી રાખવાથી દેવું થતું નથી. તમારે કોઈને દેવું પાછું આપવું હોય તો તમારે મંગળવારના દિવસે તેમને પાછું આપવું. આવું કરવાથી દેવાથી છૂટકારો મળે છે અને માતા લક્ષ્મીના આશીર્વાદ હમેશા તમારા પર બની રહે છે.ઘરમાં કાચબો,ગાય,ઊંટ ,લાફિંગ બુદ્ધા વેગેરેની મૂર્તિ રાખબથી પણ નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે.
હિન્દુ ધર્મમાં સાવરણીને મા લક્ષ્મીનુ પ્રતીક માનવામાં આવે છે. કચરો કાઢવાથી કચરાની સાથે ઘરની નકારાત્મક ઉર્જા પણ બહાર જાય છે. પરંતુ કચરો કાઢવાથી લઇને સાવરણીને મુકવામાં પણ વિશેષ ધ્યાન રાખો. સૂર્યાસ્ત બાદ ક્યારેય કચરો ન કાઢો. આ ઉપરાંત સાવરણીને ક્યારેય એવા સ્થાન પર ના મૂકો જ્યાં આવનારા લોકોની નજર કે પગ લાગે. જો તમે સાવરણીને યોગ્ય રીતે ન રાખો તો તે તમારા ઘરમાં પૈસાની તંગીનું કારણ બની શકે છે.
વાસ્તુ અનુસાર ધન રાખવાની તિજોરીનો દરવાજો ક્યારેય દક્ષિણ દિશા તરફ ન ખુલવો જોઇએ. જો તમારા ઘર અથવા ઑફિસની તિજોરી અથવા ધન રાખવાની તિજોરીનો દરવાજો દક્ષિણ દિશા તરફ ખુલતો હોય તો હંમેશા ધનની કમી રહેશે. તિજોરી અથવા ધન રાખવાની તિજોરીને દક્ષિણ દિશામાં એ રીતે રાખો જેથી તેને ખોલતી વખતે તેનુ મુખ ઉત્તર દિશા તરફ રહે. ઉત્તરને કુબેરની દિશા માનવામાં આવે છે. આ દિશામાં તિજોરીનો દરવાજો ખોલવાથી હંમેશા ધનની બરકત બની રહે છે.
ક્યારેક આપણા ઘરમાં નળમાંથી પાણી ટપકવા પર ધ્યાન નથી આપતી. પરંતુ તેના કારણે તમને ધનની તંગી થઇ શકે છે. એવુ માનવામાં આવે છે કે જે રીતે ફાલતુ જળ વહી જાય છે તે જ રીતે તમારા ઘરમાંથી ધન પણ બહાર જાય છે અને તમારી આર્થિક સ્થિતિ નબળી પડવા લાગે છે.