પેટ્રોલ- ડીઝલ નાં ભાવ વધવા પાછળ આ છે કારણ, ફટાફટ ચેક કરી લો આજ નો રેટ
કાચા તેલ નાં ભાવ માં વધારા વચ્ચે આજે એક વાર પાછો પેટ્રોલ- ડિઝલ નો ભાવ વધ્યો છે. એકધારો વધતો ભાવ અને ટેક્સ નાં લીધે સામાન્ય માણસ નો ખીચો ખાલી થઈ રહ્યો છે. કેટલાંક શહેરો માં પહેલેથી જ પેટ્રોલ- ડિઝલ નો ભાવ ૧૦૦ ની પાર પહોચી ગયો છે. તેલ કંપનીઓ દરરોજ સવારે ૬ વાગ્યે પેટ્રોલ-ડિઝલ નો ભાવ જાહેર કરે છે.
આંતરરાષ્ટ્રીય બજાર માં કાચા તેલ ની કિંમત માં તેજી બાદ તેલ કંપનીઓ એ આજે (૨૦ જૂન ૨૦૨૧) પેટ્રોલ-ડિઝલ નાં ભાવ માં વધારો કર્યો છે. શનિવારે કિંમત સ્થિર રહ્યા બાદ આજે પેટ્રોલ-ડિઝલ નાં ભાવ માં ૨૬-૨૯ પૈસા પ્રતિ લીટર સુધી નો વધારો થયો છે. કાચા તેલ ની વાત કરીએ તો તેમાં પણ તેજી ચાલું જ છે. ડોલર ની તુલનામાં રુપિયા માં કમજોરી અને કાચા તેલ નાં વધતા ભાવ ના લીધે તેલ કંપનીઓ ઈંધણ ની કિંમતો માં વધારો કરી રહી છે. જ્યારે, પેટ્રોલ અને ડિઝલ પર કેન્દ્ર સરકાર દ્વારા વસૂલાતો ટેક્સ પણ સામાન્ય માણસ નો ખીચો ખાલી કરી રહ્યો છે.
વૈશ્વિક આર્થિક રિકવરી રેટ ની વચ્ચે કાચા તેલ ની માંગ માં તેજી જોવા મળી રહી છે. શુક્રવારે WTI ક્રુડ બેંચમાર્ક નો ભાવ ૭૧.૫૦ ડોલર પ્રતિ બેરલ પર રહ્યો. આમાં ૦.૬૨ ટકા ની તેજી જોવા મળી છે. બ્રેંટ ક્રૂડ નાં ભાવ માં પણ ૦.૩૨ ટકા નો વધારો જોવા મળ્યો છે. જ્યાર બાદ આ ૭૩.૨૨ ડોલર પ્રતિ બેરલ સુધી પહોચ્યો છે.
હકીકત માં અમેરિકા, યૂરોપ અને એશિયા માં કાચા તેલ ની માંગ માં રિકવરી જોવા મળી રહી છે. ભારત માં કોવિડ નાં કેસ ઓછા થયા બાદ આ જ ટ્રેંડ જોવા મળી રહ્યો છે. વધતી માંગ સામે પહોંચી વળવા માટે અમેરિકા પોતાની ઈન્વેન્ટરીઝ ને ઝડપથી ખાલી કરી રહ્યું છે. જ્યારે, તેલ ઉત્પાદક દેશ OPEC+ હજી પણ ઉત્પાદન વધારવાને લઈ ને સાવધાન નજર આવી રહ્યા છે.
રવિવાર માટે પેટ્રોલ- ડિઝલ નાં ભાવ:
ઈન્ડિયન ઓયલ પાસે થી મળેવ જાણકારી અનુસાર, રવિવારે રાજધાની દિલ્લી માં પેટ્રોલ અને ડિઝલ નાં ભાવ ક્રમશ: ૯૭.૨૨ રુપિયા અને ૮૭.૯૭ રુપિયા પ્રતિ લીટર પર છે. આ જ પ્રકારે મુંબઈ માં કિંમત ૧૦૩.૩૬ રુપિયા અને ડિઝલ ૯૫.૪૪ રુપિયા પ્રતિ લીટર પર છે. કોલકતા માં રહેવા વાળા લોકો એક લીટર પેટ્રોલ પર આજે ૯૭.૧૨ રુપિયા અને ડિઝલ પર ૯૦.૮૨ રૂપિયા ખર્ચશે. ચેન્નઈ માં પેટ્રોલ નો ભાવ ૯૮.૪૦ રુપિયા અને ડિઝલ નાં ભાવ ૯૨.૫૮ રુપિયા પ્રતિ લીટર પર પહોચ્યો છે.
શહેર પેટ્રોલ(રુપિયા/લીટર) ડિઝલ(રુપિયા/લીટર)
નવીદિલ્લી 96.93 87.69
મુંબઈ 103.08 95.14
કોલકતા 96.84 90.54
ચેન્નઈ 98.14 92.31
નોયડા 94.25 88.18
બેંગલોર 100.17 92.97
હૈદરાબાદ 100.74 95.59
પટના। 99 93.01
જયપુર 103.57 96.69
લખનઉ 94.14 88.10
ગુરુગ્રામ 94.69 88.29
ચંડીગઢ 93.22 87.34
ભારત માં કેવી રીતે નક્કી કરાય છે પેટ્રોલ-ડિઝલ નાં ભાવ?
તમને જણાવીએ કે ઘરેલું બજાર માં કેટલાય કારણો ને લીધે પેટ્રોલ-ડિઝલ નાં ભાવ માં વધારો જોવા મળી રહ્યો છે. હકીકત માં તેલ કંપનીઓ ઈંધણ નો ભાવ, આંતરરાષ્ટ્રીય બજાર માં ગયા ૧૫ દિવસ માં તેલ નો ભાવ અને ડોલર ની તુલના માં રુપિયા ની સ્થિતિ નાં હિસાબ થી નક્કી કરે છે. તો પેટ્રોલ અને ડિઝલ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ ઘણો ટેક્સ વસૂલે છે. આ સિવાય પણ ઈંધણ ને પેટ્રોલપંપ સુધી પહોચાડવા ના ખર્ચ થી લઈ ડીલર નાં કમીશન સુધી નો ભાર સામાન્ય માણસ પર નાખવા માં આવે છે.
આવી રાતે જાણો પોતાનાં શહેરમાં પેટ્રોલ- ડિઝલ નો ભાવ
પેટ્રોલ-ડિઝલ ના ભાવ ને દરરોજ રિવાઈઝ કરવામાં આવે છે. અને પછી સવારે ૬ વાગે નવા ભાવ જાહેર થાય છે. તમે ઘર બેઠા sms દ્વારા પોતાના નજીક નાં પેટ્રોલ પંપ પર નાં પેટ્રોલ ડિઝલ નાં ભાવ જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલ નાં ગ્રાહક પોતાના ફોન માં RSP સાથે શહેર નો પિનકાડ નાખી ને ૯૨૨૪૯૯૨૨૪૯ પર મેસેજ મોકલો.
શહેર નો કોડ તમને ઈન્ડિયન ઓઈલ ની આધિકારિક વેબસાઈટ પર મળી જશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ-ડિઝલ નો તાજો ભાવ મોકલી આપવા માં આવશે. આ પ્રકારે BPCL નાં ગ્રાહક પોતાનાં મોબાઈલ માં RSP ટાઈપ કરી ને ૯૨૨૩૧૧૨૨૨૨ પર sms મોકલી શકે છે. HPCLનાં ગ્રાહક HPPrice લખી ૯૨૨૨૨૦૧૧૨૨ લખી sms મોકલી શકે છે.