જાણવા જેવુંધાર્મિકપ્રેરણાત્મકલાઈફસ્ટાઈલ

ચાણક્ય નીતિ: આ ૪ વાત પર ખરા ઉતરે જે છોકરો કે છોકરી, તેની સાથે જ કરવા જોઈએ લગ્ન, નહીં તો…

સદિઓ પહેલા આચાર્ય ચાણક્ય દ્વારા કહેવામાં આવેલી વાતો આજે પણ લોકો ને ઘણી કામ લાગે છે. આચાર્ય ચાણક્યએ કેટલીક એવી વાતો કહી છે જે એક સારું જીવન જીવવામાં મદદ કરે છે. આચાર્ય ચાણક્યની ચાણક્ય નીતિ ની દુનિયાભર માં ખૂબ ચર્ચા થાય છે. ચાણક્ય ચંદ્રગુપ્ત મોૈર્ય નાં મહામંત્રી હતાં. 

આચાર્ય ચાણક્ય કૌટિલ્ય કે પંડિત વિષ્ણુગુપ્ત નાં નામથી પણ જાણીતા હતાં. આચાર્ય ચાણક્યએ છોકરી અને છોકરા બંન્ને માટે લગ્ન પહેલા ની કેટલીક જરૂરી વાતો કહી છે. જણાવીએ કે વૈવાહિક જીવન માં સુખી હોવું ઘણું જરૂરી છે. એક સારું વૈવાહિક જીવન ત્યારે જ શક્ય છે કે જ્યારે પતિ અનેે પત્ની એકબીજાને સમજે અને બંન્ને ખુશ રહે . આ માટે બંન્ને ના સંબંધ માં મજબૂતી આવશ્યક છે.

આચાર્ય ચાણક્યએ જીવન નાં દરેક પાસા ને લઈ ને કંઇક ને કંઇક કહ્યું છે. આ જ રીતે તેમણે લગ્ન પહેલા જીવનસાથી વિશે કઈ વાતો ને જાણવી જરૂરી છે એ વિશે પણ વિસ્તાર થી જણાવ્યું છે. એમણે ૪ મુખ્ય વાતો વડે પોતાની વાત કહી છે. તો ચાલો જણાવીએ તમને આ ૪ વાતો વિશે..

આચાર્ય ચાણક્ય નું માનવું છે કે, લગ્ન પહેલા છોકરા અને છોકરી માં જોવાની જે મુખ્ય વાત છે તે એ છે કે તેમાં ગુણ જોવા જોઈએ. ચાણક્ય કહે છે કે, સુંદરતા ની જગ્યાએ ગુણો ને પ્રાથમિકતા આપવી જોઈએ. ગુણી વ્યક્તિ દરેક જગ્યાએ થી સમ્માન મેળવે છે. અને તે કોઈ પણ પરિસ્થિતિ સામે લડવા માટે સક્ષમ હોય છે.તેમજ તેના પર સફળતા પ્રાપ્ત કરે છે. આથી લગ્ન કરવા જઈ રહેલા યુવક- યુવતી એ પોતાના સાથી માં ગુણ જોવા જોઈએ.

કહેવાય છે કે, ક્રોધ વ્યક્તિ નો સૌથી મોટો દુશ્મન હોય છે. તે જો વ્યક્તિ નાં વૈવાહિક જીવન માં પ્રવેશ કરે તો ત્યાર બાદ પોતાની સાથે પોતાના જીવનસાથી માટે પણ મુશ્કેલી ઉભી કરી શકે છે. લગ્ન પહેલા વ્યક્તિ એ પોતાના જીવનસાથી નાં ગુસ્સા ને પણ પરખી લેવો જોઈએ. વધારે ગુસ્સો તમને તકલીફ માં મુકી શકે છે અને તમારા સંબંધ ને પણ બગાડી શકે છે. આથી ગુસ્સો આવતો હોય તો પણ તેના પર કાબૂ કરો.

જીવનસાથી નાં રૂપ માં જ નહી પણ વ્યક્તિ નું એમ પણ ધાર્મિક હોવું જરૂરી છે. વ્યક્તિ કોઈ પણ હોય,  કેવો પણ હોય, ક્યાય પણ હોય તેને ધાર્મિક હોવું જોઈએ. લગ્ન પહેલા કોઈ પણ છોકરી અને છોકરો પોતાના બનવાવાળા જીવનસાથી વિશે એ જરૂર થી જાણી લે કે તે ધાર્મિક છે કે નહી. જે વ્યક્તિ ધાર્મિક હોય છે તે પોતાના સાથી ને હંમેશા સપોર્ટ કરે છે.

લગ્ન પહેલા કોઈ પણ છોકરા કે છોકરી માં એ પણ જોવું જોઈએ કે તે વ્યક્તિ બધાનું સમ્માન કરે છે કે નહી. કેમ કે જે વ્યક્તિ સમ્માન નથી કરતો તેને સમ્માન મળતું પણ નથી. કહેવાય છે કે જે જેવું આપે છે તે તેવું પામે છે. આથી તમે પોતાના થવાનાં જીવનસાથી માં એ પણ જુઓ કે તે પોતાના થી મોટા વડીલો નું માન- સમ્માન કરતો હોય અને પોતાના થી નાના ને પ્રેમ કરતો હોય. તો જ તે તમને એક વધું સારું જીવન આપી શકશે.

[quads id=1]

Related Articles

Back to top button