પ્રેરણાત્મક

૬ વર્ષ નાં બાળવીર નું નામ ગિનીસ બુક માં દર્જ, ‘બાહુબલી’ ફિલ્મ માંથી પ્રેરણા લઈ ને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ.

દેશ નો સૌથી નાના તીરંદાજ અર્જુને ભારત નું નામ પૂરી દુનિયા માં રોશન કર્યુ છે. ૬ વર્ષ નાં અર્જુને બધા કરતા ઓછા સમય માં તીરો ને શૂટ કરવા સાથે રોલર સ્કેટિંગ પર તીરંદાજી કરતા, સૌથી વધારે સ્કોર બનાવ્યો.

૬ વર્ષ નાં તીરંદાજે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ: નાના છોકરા કેટલીક વાર એવા કામ પણ કરી નાખે છે કે જે મોટા મોટા થી પણ થાય તેમ ન હોય. આવા જ વારાણસી ના નાનકડા તીરંદાજે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. જે ઉંમર માં બાળકો રમકડા થી રમે છે, તે ઉંમર માં ૬ વર્ષ નાં અર્જુને બે વિશ્વ રેકોર્ડ તોડી ને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં પોતાનું નામ લખાવી દીધું છે. અર્જુન નું કહેવું છે કે તેને આની પ્રેરણા ‘બાહુબલી’ ફિલ્મ થી મળી.

દેશ નાં સૌથી નાના તીરંદાજ અર્જુને ભારત નું નામ પૂરી દૂનિયા માં રોશન કર્યું છે. ૬ વર્ષનાં અર્જુને બધા કરતાં ઓછા સમય માં તીરો શૂટ કરવા સાથે જ રોલર સ્કેટિંગ પર તીરંદાજી કરી બધા થી વધું સ્કોર મેળવ્યો. જેના માટે તેનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં લખવા માં આવ્યું. નાના અર્જુને અમેરિકી તીરંદાજ માઈક ટ્રોના અને ઓસ્ટ્રેલિયા ના જોસેફ મૌકગ્રેઈલ બૈટુપ ના રેકોર્ડ ને તોડી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

૪૮ સેકંડ માં ચલાવ્યા ૧૦ તીર: અર્જુને ઓસ્ટ્રેલિયા ના જોસેફ મૈકગ્રેઈલ બેટુપ નો સૌથી ઝડપી તીર ચલાવવાનો રેકોર્ડ તોડી નાખ્યો. અર્જુને ૧૮ મીટર નાં અંતરે રાખેલા ૪૦ સેંટીમીટર નાં ટાર્ગેટ પર ફક્ત ૪૮.૬૩ સેકંડ માં ૧૦ તીર ચલાવ્યા. ૬ વર્ષનાં અર્જુને રોલર સ્કેટ્સ પર તીરંદાજી કરતા કરતા અમેરિકી તીરંદાજ માઈક ટ્રોના નો રેકોર્ડ તોડી નાખ્યો છે. જેમાં સ્કેટિંગ કરતા કરતા ૨૦ મીટર ના અંતરે રાખેલ ૪૦ સેંટીમીટર ના ૫ લક્ષ્યો ને વિંધવાના હોય છે.

અર્જુન નું કહેવું છે કે તેને આ પ્રેરણા ‘બાહુબલી’ ફિલ્મ માંથી મળી. ફિલ્મ જોયા બાદ મેં પપ્પા પાસે જિદ કરી કે મારે પણ ધનુષ- તીર જોઈએ, આ પછી તીરંદાજી શરૂ કરી. અર્જુને ૬ ઓગસ્ટ ૨૦૨૦ ના દિવસે એક પ્રાઈવેટ સ્કૂલ નાં ઈન્ડોર શૂટિંગ રેન્જ માં તીરંદાજી કરી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં દર્જ અમેરિકી તીરંદાજ માઈક ટ્રોના અને ઓસ્ટ્રેલિયા ના જોસેફ મૈકગ્રેઈલ ના રેકોર્ડ ને બ્રેક કર્યા નો વાયદો કર્યો હતો. એક્સપર્ટ ની ટીમે આ વાયદા ની તપાસ કર્યા બાદ અર્જુન નાં આ વાયદા પર મોહર લગાવી અને પ્રમાણપત્ર આપ્યું.

[quads id=1]

Related Articles

Back to top button