આ દીવાલ ને લોકો દુનિયાનું સૌથી મોટું કબ્રસ્તાન કહે છે, શું છે આ વાત માં સચ્ચાઈ?
દુનિયા માં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે, જે ચીન ની વિશાલ દીવાલ થી પરિચિત નહી હોય. પૂરા વિશ્વ માંથી લોકો આ દીવાલ ને જોવા માટે આવે છે. એવું પણ કહેવાય છે કે આ દીવાલ અંતરિક્ષ માંથી પણ દેખાય છે. અંગ્રેજી માં ‘ગ્રેટ વોલ ઓફ ચાઈના’ ના નામ થી જાણીતી આ દીવાલ દુનિયા ની સાત અજાયબીઓ માં શામેલ છે.
આનું કારણ એ છે કે આ દુનિયા ની સૌથી લાંબી દીવાલ છે. આ દીવાલ ની બનવાની કહાની કઈ બસો-ચારસો વર્ષ ની નહી પણ હજારો વર્ષ જુની છે. એમ તો આવી દીવાલ બનાવવાની કલ્પના ચીન નાં પહેલા સમ્રાટ કિન શી હુઆંગે કરી હતી, પણ તેઓ આવું કરી શક્યા ન હતા.
એમના મર્યા નાં સૈંકડો વર્ષ પછી દીવાલ નું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું. માનવા માં આવે છે કે આને બનાવવાં ની શરૂઆત ઇસવીસન પૂર્વે પાંચમી સદી માં થઈ હતી, જે ૧૬ મી સદી સુધી ચાલ્યું. આનું નિર્માણ એક નહી પણ ચીન નાં કેટલાય રાજાઓ એ અલગ અલગ સમય માં કરાવ્યુ હતું. તમને જાણીને નવાઈ થશે કે આ દિવાલ ને ‘દુનિયાનું સૌથી મોટું કબ્રસ્તાન’ પણ કહેવામાં આવે છે.
આ દીવાલ ની લંબાઈ કેટલી છે, તેને લઈ ને થોડો વિવાદ છે. જો કે વર્ષ ૨૦૦૯ માં કરવામાં આવેલ એક સર્વેક્ષણ માં દીવાલ ની લંબાઈ ૮,૮૫૦ કિલોમીટર કહેવા માં આવી હતી, પણ વર્ષ ૨૦૧૨ માં ચીન માં જ કરવા માં આવેલ એક રાજકીય સર્વેક્ષણ માં આ વાત ખોટી સાબિત થઈ. એ સર્વેક્ષણ માં કહેવામાં આવ્યું કે ચીન ની દીવાલ ની કુલ લંબાઈ ૨૧,૧૯૬ કિલોમીટર છે. સર્વેક્ષણ ની આ રિપોર્ટ ચીન નાં પ્રમુખ સમાચાર પત્ર શિન્હુઆ માં પણ પ્રકાશિત થયો હતો.
કહેવામાં આવે છે કે આ દીવાલ નું નિર્માણ દુશ્મનો થી ચીન ની રક્ષા કરવા માટે કરવા માં આવ્યું હતું પણ આવું થઈ ન શક્યું. ઈસવીસન ૧૨૧૧ માં મંગોલ શાસક ચંગેઝ ખાને એક જગ્યાએ થી દીવાલ તોડી નાખી હતી અને તેને પાર કરી ચીન પર હુમલો કરી દીધો.
ચીન માં આ દીવાલ ને ‘વાન લી ચૈંગ ચૈંગ’ ના નામ થી જાણવા માં આવે છે. કહેવાય છે કે આ દિવાલ ની પહોળાઈ એટલી છે કે આના પર એક સાથે પાંચ ઘોડા કે ૧૦ પૈદલ સૈનિક ચાલી શકે છે. જણાવીએ કે આ દીવાલ ને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર ઘોષિત કરવામાં આવી છે. ચીન ની વિશાળ દિવાલ સાથે જોડાયેલી કેટલીય કહાનીઓ પ્રચલિત છે.
કહેવાય છે કે આ વિશાળ દીવાલ નાં નિર્માણ કાર્ય માં લગભગ ૨૦ લાખ મજુરો જોયા હતા, જેમાં થી લગભગ ૧૦ લાખ લોકો એ આને બનાવવા માટે પોતાનો જીવ ગુમાવ્યો હતો. એવા માં મરેલા લોકો ને દીવાલ નીચે દફનાવી દેવા માં આવ્યા હતા. આ જ કારણ છે કે ચીન ની આ મહાન અને વિશાળ દીવાલ ને દુનિયા નું સૌથી મોટું કબ્રસ્તાન પણ કહેવામાં આવે છે. જો કે આમાં કેટલી સચ્ચાઈ છે, એ તો કોઈ ને ખબર નથી. આથી આ એક રહસ્ય બની ને રહી ગયું છે.