જાણવા જેવું

થાઈલેન્ડ ગોલ્ડ રીવર: આ નદી માં પાણી ની સાથે વહે છે સોનુ, થેલા માં ભરીને લઈ જાય છે લોકો.

વિશ્વમાં કેટલીય એવી નદીઓ છે, જે પોતાની રચના અને આકાર ના લીધે આકર્ષણ નું કેન્દ્ર બની રહે છે. ગંગા, બ્રહ્મપુત્રા, નીલ, એમેઝોન વગેરે કેટલીય પ્રમુખ નદીઓ છે, જેને જોવા માટે થઈ ને લોકો દૂર દૂર થી આવે છે. સામાન્ય રીતે નદીઓ માં પાણી જ વહે છે. ધ્યાન દેવા લાયક વાત તો એ છે કે આજે આપણે આપણી નદીઓને એટલી બધી પ્રદૂષિત કરી દિધી છે કે એમાં પાણી ની સાથે સાથે પ્લાસ્ટિક, કચરો, કેમિકલ અને ખબર નહિ બીજી કેટલીય ગંદકી વહી રહી છે.

તો બીજી બાજુ, શું તમે કોઈ દિવસ એવી નદી વિશે સાંભળ્યુ છે, જેમાં સોનું વહેતું હોય? જી હા! થાઈલેન્ડ માં એક આવી જ નદી છે, જ્યાં પાણી ની સાથે સાથે સોનું પણ વહે છે. આ કારણે નદી કિનારા પર આસ પાસ વસનાર લોકોની ભીડ હંમેશા જમા રહે છે. હંમેશા સોના ની શોધ માં અહિયાં દૂર દૂર થી લોકો આવે છે. આ જ ખાસ વાત ના લીધે આ નદી હમણા ચર્ચા માં છે. આ નદી ને સ્વર્ણ નદી પણ કહેવામાં આવે છે. આ થાઈલેન્ડ નાં ગોલ્ડ માઉન્ટેન વિસ્તાર માં વહે છે.

આ જગ્યા થાઈલેન્ડ નાં દક્ષિણ ભાગ માં આવેલી છે, જેની સીમા મલેશિયા સાથે લાગેલી છે. તમારી જાણકારી માટે જણાવીએ કે આ વિસ્તાર માં લાંબા સમય થી સોનાનું ખનન કાર્ય થઈ રહ્યુ છે. આ જ એક મોટું કારણ છે જેના લીધે નદી માં પાણી ની સાથે સોના નાં કેટલાક નાના નાના ટુકડાઓ પણ હાજર હોય છે. નદી ના કાદવ માં સોના નાં નાના નાના ટુકડાઓ ભળેલા હોય છે. આસ પાસનાં લોકો અહિયા આવે છે અને નદીની માટી માંથી સોનાને ચાળવા નું કામ કરે છે અને જે પણ સોનું એમને મળે છે તેને પોતાની સાથે લાવેલા થેલા માં નાખી ને ઘરે લઈ જાય છે. આવા માં આ નદી કેટલાય લોકો માટે કમાણી કરવાનું એક મુખ્ય માધ્યમ બની ગઈ છે.

કેટલાક લોકો રોજ અહિયા આવી ને નદી ની માટી માંથી સોનુ ચાળીને કાઢે છે અને તેને વેચી ને પોતાની આજીવિકા ચલાવે છે. કોરોના વાયરસ ના લીધે થાઈલેન્ડ ના આ વિસ્તાર માં રહેવા વાળા કેટલાય લોકો નો રોજગાર છિનવાઈ ગયો છે. એવા માં આવા લોકો પણ અહિયા આવીને સોનુ ગોતી ને પૈસા કમાઈ રહ્યા છે. મહેનત કર્યા બાદ અહિયા થી એટલી માત્રા માં સોનું મળી રહે છે કે જેના વડે રોજબરોજ નાં ખર્ચા પુરા કરી શકાય. એક રિપોર્ટ માં અહિયા રહેવા વાળી એક મહિલાએ કહ્યુ કે તે ૧૫ મિનિટ અહિયા મહેનત કરીને ૨૪૪ રૂપિયા કમાઈ લે છે. મહિલા તે કામ થી ઘણી ખુશ પણ છે.

[quads id=1]

Related Articles

Back to top button