માનવતા મરી પરવાડી: કોરોના ને હરાવી દવાખાને થી પરત ફરી રહેલી મહિલા પર બે હવાસખોરો એ બળાત્કાર ગુજર્યો
અસમના ચારાદેવ જિલ્લામાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. જ્યાં હોસ્પિટલમાંથી કોરોનાની સારવાર લીધા બાદ રિપોર્ટ નેગેટિવ આવતા ઘરે પરત ફરી રહેલી મહિલા પર બળાત્કાર ગુજાર્યા નો કિસ્સો સામે આવ્યો છે. પીડિત મહિલા તેની પુત્રી સાથે હોસ્પિટલથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે આ શરમજનક ઘટના બની છે. હોસ્પિટલોના લોકોએ આઆ મહિલા ને એમ્બ્યુલન્સ સેવા આપવાની ના પાડી. મહિલા નું ઘર હોસ્પિટલથી 25 કિલોમીટર દૂર હતું અને તે બંને ચાલી ને ઘરે જતા હતા.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ચાય સમુદાયની મહિલાને બે શખ્સોએ બળપૂર્વક પકડી લીધી અને ચાના બગીચા માં લઈ ગયા હતા અને બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના 27 મેના રોજ બની હતી, તેના બે દિવસ બાદ પોલીસ રિપોર્ટ નોંધવામાં આવ્યો હતો.
પીડિતાની પુત્રીએ જણાવ્યું હતું કે, “અમારો પરિવાર થોડા દિવસો પહેલા કોરોના પોઝિટિવ આવ્યો હતો અને અમે એક અઠવાડિયા માટે હોમ આઇસોલેશનમા હતાં. તે પછી મારા પિતા અને માતાની તબિયત લથડતાં તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે અમારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો ત્યારે હોસ્પિટલના વહીવટીતંત્રે અમને ઘરે જવા કહ્યું. અમે એમ્બ્યુલન્સ માટે કહ્યું, પરંતુ તેઓએ અમને ના પાડી. બપોરે અઢી વાગ્યે અમને રજા આપવામાં આવી. અમે તેમને પૂછ્યું કે અમે રાત્રે જઈશું કે કેમ? અમે અહીં રહી શકિયે કારણ કે ત્યાં બહાર કોરોના કર્ફ્યુ છે? પણ હોસ્પિટલે ત્યાં રોકોવા ની ના પાડી.”
ચારદેવના વરિષ્ઠ પોલીસ અધિકારી સુધાકરસિંહે કહ્યું, “અમે આરોપીની શોધ કરી રહ્યા છીએ. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને અમે તેની તપાસ કરી રહ્યા છીએ. મહિલાનો મેડિકલ તપાસ રિપોર્ટ રાહ જોઈ રહ્યો છે.” આસામના આરોગ્ય પ્રધાન કેશબ મહંતે કહ્યું કે કોવિડ-નેગેટિવ દર્દીઓને ઘરે પરત ફરવા એમ્બ્યુલન્સ પૂરી પાડવી જોઈએ. આસામ ચાય જનજાતિના વિદ્યાર્થી સંગઠને આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે.