કેરળ પોલીસે કોલલામમાં પત્નીની સાપ કરડવાથી હત્યા કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ આ ઘટના 6 મેના રોજ બની હતી. પતિ યોજનાની ભાગ રૂપે સાપને સાથે લઇ ગયો હતો અને પત્ની પર ફેંકી દીધો હતો. તેણે રાહ જોઈ અને આ દરમિયાન સાપે તેની પત્નીને બે વાર કરડ્યો. આ ઘટનામાં પત્નીનું મોત નીપજ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ, મહિલાને છેલ્લા ત્રણ મહિનામાં બીજી વખત સાપ કરડ્યો હોવાથી પરિવારે વ્યક્તિ પર શંકા કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસ કર્યા બાદ, તેઓએ પઠાણમિતિટ્ટા જિલ્લાના અદૂરમાં ખાનગી બેંકના કર્મચારી સૂરજ અને એક મદારી ની ધરપકડ કરી હતી, જેની પાસેથી તે કોબ્રા અને રસેલ વાઇપર સાપ લાવ્યો હતો. આ બંને સાપ ખૂબ ઝેરી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
Kerala: Police have arrested a man for getting his wife killed by a snakebite in Kollam. As per police, incident took place on May 6, when the husband with a pre-planned motive, brought a snake with him and threw it on his wife; he waited and watched the snake bite her twice. pic.twitter.com/YKxDVnBCLb
— ANI (@ANI) May 26, 2020
મહિલાના માતા-પિતાએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને જાણ કરી હતી કે તે થોડા મહિના પહેલા તેમની દીકરી સર્પ કરડવાથી બચી ગઈ હતી. 7 મેના રોજ તેમને તેની પુત્રીની હત્યા કરવામાં આવી છે એવી શંકા ગઈ. પોલીસે જણાવ્યું હતું કે બંનેના લગ્ન લગભગ બે વર્ષ થયાં હતાં અને આ ચોંકાવનારી હત્યા પાછળનું કારણ પૈસાના લોભ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. લગ્નમાં સૂરજને મોટી માત્રામાં સોના ના ઘરેણાં મળ્યા હતા.