પ્રેરણાત્મકસમાચાર

આ બહેન મલ્ટી નેશનલ કંપનીની આરામદાયક નોકરી છોડી ને આવી ગઈ ગામ અને શરૂ કર્યો પોતાનો ધંધો.

ભારત ના ગામડામાં ભણી ને શહેર માં નોકરી કરવા આવતા યુવાનો માટે જીંદગી થોડીક કઠિન હોય છે કારણકે તેમને શહેરી જીવન ને અપનાવવા નું હોય છે. અને એવા માં પણ જો કોઈ યુવા આદિવાસી સમુદાય માંથી આવ્યો હોય તો તેને તો તેના સમાજ ના બીજા યુવાનો ને પણ સાથે લઈ ને આગળ વધવાનું હોય છે. આદિવાસી સમુદાય માં આ પ્રકાર નો ખાસ સંપ જોવા મળે છે.

આવું જ કઈક બન્યું છે પ્રાજકતા આદમને નામની એક યુવાન દીકરી સાથે, જેને શહેર માં જઈ ને ભણીગણી ને એક સારી નોકરી પ્રાપ્ત કરી. પરંતુ આ દીકરી પોતાની સાથે સાથે પોતાના આદિવાસી સમુદાય ને પણ આગળ લઈ જવા માંગતી હતી. આ કારણે તેને પોતાની આરામદાયક નોકરી છોડી ને ગામ માં મધુમાખી પાલન નું કામ શરૂ કર્યું.  આજે આ દીકરી નો સંઘર્ષ લાખો લોકો માટે પ્રેરણાદાયી બની ચૂક્યો છે, જેમાંથી તમને પણ ઘણું બધું શીખવા મળશે. મહારાષ્ટ્ર ના આદિવાસી જિલ્લા ગડચરોલી ની રહેવાસી પ્રજકતા ફાર્મસી અને એમબીએ ની ડીગ્રી મેળવી અને ત્યારબાદ તેમને પુને ની એક કંપની માં કામ કર્યું.

પરંતુ પ્રજકતાં ના મન ને આ આરામદાયક નોકરી થી સંતોષ મળ્યો નહિ. તેને હંમેશા કઈક અલગ કામ કરવાની તમન્ના હતી.
આથી તે પોતાની નોકરી છોડી ને ગામ પછી આવતી રહી અને પાછા આવી ને તેને મધુમખી પાલન નો બિઝનેસ શરૂ કર્યો. તેનું ગામ મહારાષ્ટ્ર માં એવા લોકેશન પણ છે કે જ્યાં બધી બાજુ હરિયાળી રહે છે. તેના આ કામ માં ગામ ના લોકો પણ ખુશી ખુશી શામેલ થયા.

મધૂમાખી પાલન માં કેટલો નફો મળે છે?

આ કામ શરૂ કરવા માટે આ બહેને પેલા ઘણું રિસર્ચ કર્યું. તે આ કામ માં નવી હતી આથી તેને પેલા તો આ ધંધા ને લીધે થતા બધા ફાયદાઓ વિશે જાણ્યું. ત્યારબાદ પ્રાજકતા એ રાષ્ટ્રીય મધુમાંખી પાલન બોર્ડ માંથી શિક્ષણ લીધું જેના કારણે તે કાશ્મીર થી આંધ્રપ્રદેશ સુધી ના અલગ અલગ મધમાખી પાલકો ના સંપર્ક માં આવી. આ લોકો ના સહયોગ થી તેને ત્યારબાદ પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો.

પ્રાજકતાં એ મધમાખીઓ માટે 50 જેટલા લાકડા ના બોક્ષ તૈયાર કર્યા. જેમાં સેકડો મધમાખીઓ મધ બનાવવાનું કામ કરે છે. પ્રજાક્તા મધમાખી એ બનાવેલ મધ ને અલગ અલગ પ્રકાર ના ફૂલો ની મદદ થી ફ્લેવર્સ આપે છે. આ માટે તે બેરી, નીલગીરી, લીચી, સૂરજમુખી, તુલસી અને શિષમ વગેરે નો ઉપયોગ કરે છે જેનાથી શરીર ને ઘણો ફાયદો મળે છે.

બીમારીઓ થી દૂર રહેવા માં ખૂબ મદદ કરે છે મધ.

આ ફ્લેવર્સ વાળું મધ પીવાથી તેના ગ્રાહકો ને ઘણી બધી બીમારીઓ થી છુટકારો મેળવવામાં મદદ મળી છે. બેરી ફ્લેવર્સ વાળા મધ નું સેવન ડાયાબિટીસ વાળા દર્દીઓ ને ખૂબ લાભદાયક છે. જ્યારે શિશમ ફ્લેવર્સ નું મધ હદય ની બીમારી માં ઘણી રાહત આપે છે, કારણકે તે ધામની ઑ માં બ્લોકેજ ની સમસ્યા થવા દેતી નથી. આ ઉપરાંત નીલગીરી ફ્લેવર્સ નું મધ શરદી ખાંસી અને વાયરલ જેવી બિમારીઓ સામે લડવામાં મદદ આપે છે.

આ તૈયાર થયેલા મધ ને તે બજાર માં કસ્તુરી મધ ના નામે વેચે છે. જેની એક બોટલ ની કિંમત 60 રૂપિયા થી લઈ ને 380 રૂપિયા સુધી હોય છે. આ ઉપરાંત આ બહેન મધમાખી ના મધ ઉપરાંત તેના ઝેર ને પણ વેચે છે, કે ઘણા પ્રકાર ની દવા બનાવવામાં વપરાય છે. આ બધા વેચાણ બાદ ે બહેન વર્ષે 6 થી 7 લાખ રૂપિયા કમાય છે. આ સિવાય તે તેના ગામ વાળા ને રોજગારી પણ પૂરી પાડે છે. અને મધમાખી પાલન કરવા માટે નો બિઝનેસ પણ શીખવાડે છે. ખૂબ ખૂબ સલામ છે ભારત ની આ આત્મનિર્ભર નારીશક્તિ ને.

[quads id=1]

Related Articles

Back to top button