પ્રેરણાત્મક

15 વર્ષ ની ઉંમરે છોડ્યું ઘર, રેલ્વેસ્ટેશન પર પેલી રાત વિતાવી: જાણો કેવી રીતે આ મહિલાએ 300 રૂપિયા માંથી 15 કરોડ નો ધંધો ઊભો કર્યો.

દરેક લોકો ના જીવન માં નાના મોટા ઉતાર ચડાવ જરૂર આવે છે. આવા સમયે આપણે ખૂબ સાવચેત રહેવાની જરૂર હોય છે. જરૂરી પરિવર્તન અને યોગ્ય યોજના દ્વારા કોઈ પણ મુશ્કેલી માંથી બહાર નીકળી શકાય છે. જોકે બધા લોકો માટે આ શક્ય નથી કારણકે નબળા હદય ના લોકો પોતાની મુશ્કેલી માંથી બહાર નીકળવાનો રસ્તો ગોતવા ને બદલે એ મુશ્કેલી વિશે સતત રડ્યા કરે છે. આજે અમે તમને એક એવી સ્ટોરી બતાવા જઇ રહ્યા છીએ કે જેને વાંચીને તમારા માં એક નવી ઊર્જા નો સંચાર થશે.

મુશ્કેલીઓની સામે હિંમત પૂર્વક સામનો કરીને સફળતા નું સામ્રાજ્ય ઉભુ કરી દેનાર ચીનું કાલા ની સ્ટોરી પ્રેરણા થી ભરપુર છે. ઉલ્લેખનીય છે કે ચિનું જ્યારે 15 વર્ષ ની હતી ત્યારે તેના પિતા સાથે થયેલ એક ઝઘડો એટલી હદે આગળ વધી ગયો કે તેને ઘર છોડવાની ફરજ પડી હતી. આટલી નાની ઉંમર માં ઘર છોડ્યા બાદ ચિનુ એક એવી યાત્રા પર નીકળી પડી કે જેનો અંત તેને ખુદ ને પણ ખબર ન હતો. બેઘર થયા બાદ તેને પહેલી રાત મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર વિતાવી.

ચિનુ ના કહેવા મુજબ તે એક જિદ્દી સ્વભાવ ની છોકરી હતી અને કદાચ તેને પોતાની આવી જીદ ને લીધે જ ઘર છોડવાનો વારો આવ્યો હતો. એ સમયે તેની પાસે ફક્ત 300 રૂપિયા હતા. આખી રાત એ ફક્ત એક વિચારતી રહી કે 300 રૂપિયા પૂરા થયા બાદ તે કેમ જીવન જીવશે. એ ખુબજ ભયાનક અને તણાવભરી રાત હતી.

રેલ્વેસ્ટેશન પર ચિનુ ને એક મહિલા મળી. એ મહિલા એ ચિનુ ની બધી વાત સાંભળી ને તેને ઘરે પરત જવાની સલાહ આપી. પરંતુ ચિનુ e કહ્યું કે એ વાત શક્ય નથી. આથી મહિલા એ બધી વાત સમજ્યા પછી તેને એક એડ્રેસ આપ્યું કે જ્યાં તેને નોકરી મળી શકે અને એક હોસ્ટેલ નું સરનામું આપ્યું કે જ્યાં તે દિવસ ના 25 રૂપિયા આપી ને રહી શકે. બીજો કોઈ ઉપાય દેખાતો ન હોવાથી ચિનુ એ સેલ્સ ગર્લ ની નોકરી સ્વીકારી લીધી અને હોસ્ટેલ માં શિફ્ટ થઈ ગઈ.

વધુ વાત કરતા ચિનુ એ જણાવ્યું કે ડોર ટુ ડોર માર્કેટિંગ કરવું માટે માટે ખૂબ અઘરું હતું અને સફળતા મળવાના ચાન્સ પણ ઓછાં હતા. આ એક એવી નોકરી છે કે જેમાં 80 ટકા દરવાજા પર તમારે બેઇજ્જતી નો સામનો કરવો પડે છે. અમુક જ લોકો સારી રીતે વાત કરે છે. આવી સ્થિતિ માં બીજા દિવસે ફરી એજ ઉત્સાહ સાથે કામે જવું ખૂબ અઘરું થઈ જાય છે. મને એવું લાગે છે કે મારા જીવન ના એ અનુભવે મને ખૂબ મજબૂત બનાવી અને કદાચ મારી આજની સફળતા તેના લીધે છે એવું પણ કહી શકાય. સેલ્સ ગર્લ ના કામ સિવાય ચિનુ એ ટેલી કોલર , મેકઅપ આર્ટિસ્ટ , વેઇટર અને રિશેપનિષ્ટ તરીકે પણ કામ કર્યું છે. દરેક વીતતાં દિવસ ની સાથે ચિનુ રોજ નવી નવી કળા શીખતી ગઈ અને વેચાણ માં માહિર બનતી ગઈ.

તેને 2004 માં લગ્ન કરી લીધા. નજીક ના મિત્રો અને પતિ એ ચિનુ ને મિસિસ ઇન્ડિયા ની પરતિયોગીતા માં ભાગ લેવા માટે પ્રેરણા આપી. ચિનુ કહે છે કે” મને એ પ્રતિયોગિતા માં જીત નો મળી પરંતુ મને એક મહિલા ના જીવન માં ફેશન અને તેની સાથે જોડાયેલી વસ્તુઓ નો ખ્યાલ આવી ગયો. મને ખબર પડી કે એક મોડેલ ને તૈયાર થવા માં ઘણી વસ્તુઓ નું મહત્વ પૂર્ણ યોગદાન હોય છે. એક સમયે મને આ ક્ષેત્ર માં એક નવા બિઝનેસ માટે નું કિરણ દેખાણું. આ સમયે ચિનુ એ પોતાની બ્રાન્ડ ‘rubans’ શરૂ કરવાનો નિર્ણય કર્યો. વર્ષો થી કરેલી પૈસા ની બચત તેને પોતાનો આ બિઝનેસ શરૂ કરવામાં લગાવી દીધી. જ્વેલરી ની આ બ્રાન્ડ માં 229 થી લઈ ને 10000 સુધી ની વસ્તુઓ નો સમાવેશ થઈ છે. કંપની ની રેવન્યુ 15 કરોડ થી વધુ છે. કેરળ માં તેમનો એક સ્ટોર પણ છે.

[quads id=1]

Related Articles

Back to top button