દેશ

આ દાદા ના સમર્પણ ની વાત વાંચી ને તમારા આંખ માં આંસુ આવી જશે

આવા સંકટના સમયમાં ઘણા લોકોએ આપત્તિને અવસરમાં બદલીને માનવતાને નેવે મુકી છે અને કાળા બજારનો ધંધો શરૂ કર્યા છે. પરંતુ આ કિસ્સો સાંભળીને તમને ખ્યાલ આવી જશે કે માનવતા હજી જીવિત છે. જો લોકો આવી રીતે એક બીજા સાથે પરોપકાર ની ભાવના રાખશે તો આપણે ચોક્કસ કોરોના ને હરાવી દઇશું.

નાગપુર માં 85 વર્ષીય નારાયણ દાભડકર કોરોનાથી સંક્રમિત થયા હતા. તેમની પુત્રીએ ઘણી ભાગદોડ કરે ત્યારે અંતે તેમને એક બેડ મળ્યો હતો પરંતુ દાદાનું ઓક્સિજન લેવલ ઘણું ઓછું થઈ ગયું હતું. તેઓ સારવાર લઈ રહ્યા હતા એ સમયે તેમની નજર એક સ્ત્રી પર પડી કે જે હોસ્પિટલ મેનેજમેન્ટ પાસે પોતાના પતિ ની સારવાર માટે કરગરી રહી હતી અને તેના બે બાળકો તેની સાથે રડતાં હતા. એ 40 વર્ષીય વ્યક્તિ ને ફટાફટ ઓક્સિજન આપવો પડે ઍવી સ્થિતિ હતી.

આ જોઈ ને ડાભડકર દાદા એ તરત નિર્ણય લઈ ને શાંતિ થી સ્ટાફ ને વિનંતી કરી કે” હું હવે 85 વર્ષ નો થઈ ગયો છું, મે મારી જિંદગી જીવી લીધી છે, જો તમારી પાસે બીજો કોઈ બેડ ખાલી ન હોય તો મારો બેડ આ મહિલા ના પતિ ને આપી ને તેમનો જીવ બચાવી લ્યો . તેમના પરિવારને આ બેડ ની ખાસ જરૂર છે .

આમ કહી ને તેમને આ વાત પોતાના પરિવાર ને કહી અને દાદા ના પરિવારે ભારે હદયે દાદા ની વાત સ્વીકારી લીધી . ડાભળકર દાદા હોસ્પિટલે સમતિપત્રક માં સહી કરી ને ઘરે આવી ગયા અને 3 દિવસ બાદ નશ્વર દેહ છોડી ને ભગવાન ના ધામ માં ચાલ્યા ગયા. ખરેખર ધન્ય છે આવી પરોપકારી ભાવના ને.

[quads id=1]

Related Articles

Back to top button