ગુજરાત

સીએમ વિજય રૂપાણીનો ફેક વિડીયો બનાવી વાયરલ કરનાર આવી ગયો ક્રાઇમબ્રાન્ચ ના હાથ મા…

ફેક સામગ્રી ના સહારા થી ફેમસ થવાની લાલસા વાળા ચેતી જજો

ગુજરાતના 28 વર્ષીય ભાઈને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો એડિટ કરી ને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. સુરત પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આ કૃત્ય બદલ આ ભાઈની ધરપકડ કરી લીધી છે. આ વ્યક્તિ સુરતના સિંગણપોર વિસ્તારનો રહેનાર છે.

આ વ્યક્તિએ અમેરિકન ગાયિકા ટેલર સ્વિફ્ટના ‘આઈ નો યુ આર ઇન ટ્રાવેલ’ ગીતનો ઉપયોગ કરી વિજય રૂપાણી સાહેબ નો એક વિડિયો બનાવ્યો હતો અને ત્યાર બાદ સોશિયલ મીડિયા પર શેર કરી દીધો હતો. પોલીસે જણાવ્યું છે કે, ક્રાઈમ બ્રાંચની ટેક્નીકલ ટીમ જ્યારે અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર નજર રાખી રહી હતી, ત્યારે તેને ઇન્સ્ટાગ્રામ પર વીજય રૂપાણીનો આ વિડીયો મળ્યો, ત્યાર બાદ ટીમ દ્વારા આ વ્યક્તિ ને શોધવામાં આવ્યો હતો.

સુરત પોલીસે આ શખ્સ ની આઈપીસીની ધારા 469 હેઠળ ધરપકડ કરી છે. સુરતના ડેપ્યુટી પોલીસ કમિશનર રાહુલ પટેલે જણાવ્યું છે કે, કોરોનાના કારણે અમે સોશિયલ મીડયા પર એક સર્વેલન્સ ટીમને સતત નજર બનાવી રાખવા માટે બેસાડી છે, જેથી કોવિડ-19 થી સંબંધિત જો કોઈ પણ ફેક ન્યુઝ સોશિયલ મીડિયા પર ફેલાવે છે તો તેના વિરુધ્ધ પગલાં લઈ શકાય.

આ સંદર્ભમાં અમારી ટીમે સીએમ વિજય રૂપાણીનો એડિટ વિડીયો સોશિયલ મીડિયા પર જોયો, જે ખૂબ વાયરલ થયો હતો. ત્યાર બાદ અમે તપાસ કરી તો જાણવા મળ્યું કે, આ વિડીયો ગુજ્જુ સ્માયલી નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી આ વિડીયો શેર કરવામાં આવ્યો હતો. અમારી ટીમે તેની તપાસ કરી અને શેર કરનાર વ્યક્તિ ની અટકાયત કરી છે.

રાહુલ પટેલે જણાવ્યું છે કે, અમારી ટીમે આ શખ્સને પકડ્યો અને તેની પૂછપરછ કરી, જેમાં તેણે કબૂલ્યું હતું કે, વિડીયો તેને બનાવ્યો હતો અને અપલોડ કર્યો હતો. આવું કૃત્ય તેને ઇન્સ્ટાગ્રામ પર વધુ ફોલોવર્સ અને લાઈક્સ મેળવવાની ઈચ્છામાં તેને આ વિડીયો બનાવ્યો હતો અને અપલોડ કર્યો હતો. પોલીસે મોબાઈલ ફોન જપ્ત કરી લીધો છે.

[quads id=1]

Related Articles

Back to top button