પ્રેરણાત્મક

પતિ એ 7 મહિના ગર્ભવતી પત્ની માટે કર્યું આવું કામ, જાણી ને ચોંકી જશો

ઝારખંડના ધનંજય માંજી ખૂબ લાંબા અંતર સુધી ટુ-વ્હીલર ચલાવીને પોતાની ગર્ભવતી પત્નીને પરીક્ષા દેવા માટે ગયા હતા. આ કામ માટે બધા લોકો તેને ખૂબ વખાણ કરી રહ્યા છે.

પત્નીની યાદમાં પહાડને તોડી નાખનાર દશરથ માંજી ની વાર્તા આજે હિન્દુસ્તાનમાં હરકોઈને યાદ હશે. જ્યારે દશરથ માંઝીની જેમ ધનંજય માંજી એ પણ ગર્ભવતી પત્નીને પરીક્ષા દેવડાવવા માટે 1176 કિલોમીટર ગાડી ચલાવી છે. બાંગ્લાદેશ બોર્ડરની નજીક આવેલા ઝારખંડના ગૌડા જિલ્લામાં ધનંજય માંજી રહે છે. તેઓ ત્રણ દિવસે 1176 કિલોમીટર નું અંતર ગાડી થી કાપી ને મધ્યપ્રદેશના ગ્વાલિયર પહોંચ્યા હતા.

ગર્ભવતી પત્ની સોની હેમ્બરમ ની ડિપ્લોમા ઈન એ્લીમેન્ટ્રી એજ્યુકેશન ની બીજા વર્ષ ની પરીક્ષા દેવડાવવા માટે ધનંજય માંજી આટલુ મોટુ અંતર કાપ્યું હતું. તેમનું ગામ ગન્તા તોલા બાંગલાદેશ ની બોર્ડર થી ફક્ત 150 કિમિ દુર આવેલું છે. ઝારખંડ, બિહાર, યુપી ના અલગ અલગ પહાડી અને મેદાની રસ્તાઓ પર થી પસાર થઇ ને 1176 કિમિ નું અંતર કાપી ને તેઓ મધ્યપ્રદેશ ના ગ્વાલિયાર પહોંચ્યા હતા. બિહાર ના ભાગલપૂર મા વરસાદ અને પૂર નો સામનો કરવો પડ્યો તો ઘણી જગ્યા એ રસ્તા મા મોટા મોટા ખાડા ટેકરા નો સામનો કરવો પડ્યો હતો. રસ્તા ખરાબ હોવાને કારણે તેમણે ઘણી મુશ્કેલી થઇ હતી. તેઓ મુંઝ્ઝફરપૂર મા એક રાત અને એક રાત ટોલનાકા પર રોકાઈ ને ત્રીજા દિવસે મંજિલ સુધી પહોંચ્યા હતા.

8 ધોરણ ભણેલા ધનંજય ની ઇચ્છા એવી છે કે પત્ની શિક્ષક બને.

આ ભાઈ કેન્ટીન મા ખાવાનું બનવાનું કામ કરે છે. ગાડી મા પેટ્રોલ ભરાવવા માટે તેમણે તેમની પત્ની ના ઘરેણાં 10000 મા ગીરવી મુક્યા હતા. પોતે ખુદ 10 પાસ નથી પરંતુ પત્ની ને શિક્ષક બનાવા માંગે છે. તેમણે કહ્યું કે દશરથ માંજી માંથી તેમને પ્રેરણા મળી છે.

પત્નીના સાત મહિનાનો ગર્ભ છે. આ સાથે 1176 કિલોમીટર નું અંતર કાપવું ખૂબ મુશ્કેલ હતું. ઘણી વખત પગમાં ખાલી ચઢી જતી હતી તો ક્યારેક કમર અને પેટના દુખાવા થતા હતા. અમુક જગ્યા એ વરસાદ અને પૂર નો પણ સામનો કરવો પડ્યો હતો. પરંતુ પતિ એ ખૂબ હિંમત આપીને મને ટકાવી રાખી. પોતાના પતિની વખાણ કરતાં સોનીએ કહ્યું કે તે ખુદ ટીચર બનવા માગે છે.

[quads id=1]

Related Articles

Back to top button