સમાચાર

એક જ પ્રાથના છે, મહામારી ના સમયે રાજકીય રમતો રમવાનું બંધ કરે તો સારું…

આજે જે વસ્તુ ની જરૂર હોસ્પિટલમાં છે એ વસ્તુ એક રાજકીય પક્ષ ના અમુક નેતાઓ પોતાના કાર્યાલય માં લઈ ને બેઠા છે. શાસકો માનવતા વગર ના સ્વાર્થીઓ બની ગયા છે. પહેલાં અછત ઊભી કરી, ત્યારબાદ જથ્થો રાજકીય પક્ષને પહોંચાડયા, પછી મફત આપી રાજકીય વાહવાહ મેળવી રહ્યા છે.

ફક્ત એક જ સવાલ છે કે જે ઇન્જેકશન વગર લોકો મારી રહ્યા છે, જે મેળવવા માટે લોકો લાંબી લાંબી લાઈનો માં ઊભા રહે છે એવા  5000 ઈન્જેક્શન ક્યાંથી આવ્યા? સામાન્ય નાગરિકને ડોક્ટરના પ્રીસ્ક્રીપ્શન અને કોરોના રિપોર્ટ વગર ઈન્જેક્શન મળતાં નથી, ત્યારે 5000 ઈન્જેક્શન આમ જ વિતરણ માટે એક રાજકીય નેતા ને મળી જાય છે.

આપણા શ્રી રૂપાણી સાહેબ નું એમ કહેવું છે કે અમે સરકાર વતી સી આર પાટિલ ને કોઈ ઇન્જેકશન નો જથ્થો આપ્યા નથી, એ બાબતે તમે સી આર પાટિલ ને જ પૂછો કે ક્યાંથી લાવ્યા છે ઇન્જેકશન? અને સી આર પાટિલે જણાવ્યું કે રાજ્ય સરકારે ઇન્જેકશન માટે કોઈ મદદ નથી કરી , હું મારા મિત્રો પાસે થી આ ઇન્જેકશન લાવ્યો છું.

એક તરફ સામાન્ય માણસ ને કલાકો સુધી એક ઇન્જેકશન માટે લાઇન માં ઊભું રહેવું પડે છે ત્યારે તેમના મિત્રો પાસે આટલા બધા ઇન્જેકશન આવ્યા ક્યાંથી? શું ઇન્જેકશન ની કાળાબજારી થઈ રહી છે?

ઉપર ના ફોટા માં સુરત ના એ જ મેયર ઉભેલા છે જે એક સમયે રસ્તા પર ઊભા રહી ને એક પરિવાર ને ગાડી માં એક સાથે બેસવા બદલ અને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન ન કરવા બદલ ધમકાવી રહ્યા હતા. અને અત્યારે સોશિયલ ડિસ્ટન્સ કેમ પાળવું તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડી રહ્યા છે. જે ઇન્જેકશન ની જરૂર આજે દર્દી ના બેડ પર છે તેને લેવા માટે પરિવારજનો ને રાજકીય કાર્યાલયે જવું પડે છે.

 

[quads id=1]

Related Articles

Back to top button