જાણવા જેવું

વાસ્તુ શાસ્ત્ર મુજબ તમારે જૂતા અને ચપ્પલ પહેરીને આ 5 સ્થળોએ ક્યારેય ન જવું જોઈએ, નહીં તો થઈ જશે અશુભ

જાણી જોઈને કે અજાણતાં આપણે ઘણી વાર એવી ભૂલો કરીએ છીએ જેના કારણે વાસ્તુ દોષ ઊભો થાય છે. એવું કહેવામાં આવે છે કે જો ઘરમાં વાસ્તુદોષ હોય તો તમને આર્થિક સમસ્યાઓ, સ્વાસ્થ્ય ને લગતી સમસ્યાઓ અને કૌટુંબિક ઝગડઑ નો સામનો કરવો પડે છે.

ઘણી વખત અજાણતાં આપણે એવા સ્થળોએ પણ પગરખાં અને ચપ્પલ પહેરી ને ચાલ્યા જઇ એ છીએકે જે વાસ્તુદોષ સર્જાવાનું કારણ બને છે. શાસ્ત્રોમાં આવા પાંચ સ્થળો દર્શાવ્યા માં આવ્યા છે કે જયા પગરખાં અને ચપ્પલ પહેરવું અશુભ મનાય છે. આ ભૂલને કારણે ઘણીવાર લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જાણો કે તમારે ક્યા સ્થાનો એ ભૂલથી પણ જૂતા-ચંપલ પહેરવા જોઈએ નહી.

1. તિજોરી ની પાસે હોઈએ ત્યારે

તિજોરીમાં કોઈ પણ કામ હોય તો તમારે તેની નજીક જતાં પહેલા તમારા પગરખાં કાઢી નાખવા જોઈએ કારણકે એવું કહેવામાં આવે છે કે તિજોરી મા માતા લક્ષ્મી નો વાસ હોય છે અને જો તમે જૂતાં કે ચપ્પલ પહેરી ને તિજોરી પાસે જશો તો માં લક્ષ્મી નારાજ થઈ જાય છે. પરિણામે તમારે આર્થિક મુશ્કેલી નો સામનો કરવાનો વારો આવે છે.

2.પવિત્ર નદી દર્શન વખતે

વાસ્તુ શાસ્ત્ર મુજબ પવિત્ર નદી ની નજીક ક્યારેય પગરખાં અને ચંપલ ન પહેરવા જોઈએ. નદીઓમાં સ્નાન કરતા પહેલાં, પગરખાં અથવા ચપ્પલ અથવા ચામડાની બનેલી વસ્તુઓ દૂર કરવી જોઈએ. એવું કહેવામાં આવે છે કે આ કરવાથી ઘરમાં શાંતિ અને સમૃધ્ધિ  રહે છે.

3.ભંડાર ઘર મા

વાસ્તુ શાસ્ત્ર મુજબ ભંડાર ઘરમા એટલે કે જય આપણે આપનો બારેમાસ નો ખાવાનો સમાન નો સંગ્રહ કરીએ છીએ ત્યાં જતી વખતે ચંપલ ના પહેરવા જોઈએ. આવું કરવાથી ઘરમાં ક્યારેય ખોરાકની તંગી થતી નથી.

4.મંદિરો મા

આ વાત તો તમે જાણતા જ હશો કે આપણે મંદિરો માં બુટ ચંપલ કે ચામડા ની બનેલી કોઈ વસ્તુ ન લઈ જવી જોઈએ. હિન્દુ ધર્મમાં મંદિરને ભગવાનનું ઘર માનવામાં આવે છે. આથી ક્યારેય પગરખાં અને ચપ્પલ પહેરીને મંદિરમાં જવું જોઈએ નહીં. જો તમે આ નિયમ નું ઉલ્લંઘન કરો તો તમારે જીવન માં ઘણી મુશ્કેલી ઑ નો સામનો કરવો પડી શકે છે.

5. રસોડા મા

એવું કહેવામાં આવે છે કે રસોડામાં ક્યારેય જૂતા અથવા ફૂટવેર ન પહેરવા જોઈએ. આ કરવાથી માતા અન્નપૂર્ણા ગુસ્સે થાય છે અને વ્યક્તિને જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

[quads id=1]

Related Articles

Back to top button