સુરત

“વેક્સિન લીધેલ નથી” સુરત મનપા ના અધિકારીઓ ની દાદાગીરી સામે આવી

ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે ક્યારે સુરત મહાનગરપાલિકા પોતાના નિયમ કાયદા દ્વારા લોકો ને હેરાન કરી રહ્યા છે.
અત્યારે આખા દેશમાં રસીકરણ ને લઈને જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે, પરંતુ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દાદાગીરી સાથે અભિયાન ચલાવી રહ્યા હોય એવુ લાગે છે.

મહાનગરપાલિકાના અધિકારીઓ જબરજસ્તીથી લગાવવાનો દબાણ કરી રહ્યા છે અને રસી ના લીધી હોય તો હજાર રૂપિયાનો દંડ પણ વસુલ રહ્યા છે. સુરતના અડાજણ વિસ્તારમાં દિલીપ દૂબે નામના વ્યક્તિ પાનની દુકાન ચલાવી રહ્યા છે. તેમની ઉંમર 45 થી વધારે છે. 2 એપ્રિલ ના રોજ એસએમસી ના અધિકારીઓ આ ભાઈ ની દુકાને આવ્યા અને 1000 રૂપિયા ની રસીદ ફાડી ને આપી દીધી.

દુકાનદારે આ બાબતે સવાલ કર્યો તો તમે રસી નથી મુકાવી એટલે દંડ ફાટકરવામાં આવ્યો છે એવુ કહેવામાં આવ્યું. ગવર્નમેન્ટ ના નિયમ મુજબ 1 એપ્રિલ બાદ પિસ્તાલીસ થી વધુ ઉંમર ધરાવતા તમામ ને રસી આપાઈ રહી છે, પરંતુ રસી ન લેનાર સામે આવા કોઈ દંડ ની જોગવાઈ કરવામાં આવી નથી. આ રીતે મનપા ના અધિકારીઓ ખોટે ખોટા દંડ વસૂલી શકે નહિ. આ બાબતે કેન્દ કે રાજ્ય સરકારે કોઈ આદેશ બાર પાડ્યો નથી.

દુકાનના માલિક સચિન દુબે વધુમાં જણાવ્યું કે 30 માર્ચે સુરત મહાનગર પાલિકાના કર્મચારીઓ અહીં આવ્યા હતા. તેઓ 2 એપ્રિલે ફરી વખત આવ્યા, ત્યારે સચિન બે કહ્યું કે તે આજે વેક્સીન લઈ લેશે એટલે મનપા ના અધિકારીઓ ચાલ્યા ગયા પરંતુ થોડી વાર પછી તેઓ પાછા આવ્યા અને તમે હજી રસી લીધી નથી એમ કહી ને 1000 રૂપિયા નો દંડ ફટકારી રસીદ આપી દીધી.

[quads id=1]

Related Articles

Back to top button