સમાચાર

એક પુત્ર એ જ પિતા ની આપી દીધી સોપારી, પત્ની સાથે કરતાં હતા છેડતી

જબલપુરમાં એક પુત્રએ એના પિતાની સોપારી આપી ને હત્યા કરવી નાખી. આ હત્યા કરવા માટે પુત્ર એ તેના મિત્રો સાથે મળીને યોજના બનાવી હતી. પોલીસ દ્વારા પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે મૃતક વ્યક્તિ તેની પુત્રવધૂ પર ખરાબ નજર રાખતો હતો અને મોકો મળે ત્યારે પત્નીની છેડતી પણ કરતો હતો. આ કારણથી લઈને પુત્રએ પૈસા આપીને તેના જ પિતાની હત્યા કરાવી હતી.

મધ્યપ્રદેશના જબલપુરનો આ કિસ્સો છે.  થોડા દિવસો પહેલા જંગલમાંથી મળેલી સળગી ગયેલી લાશનું રહસ્ય પોલીસે ઉકેલી નાખ્યું છે. આ કેસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે પૈસા આપીને પુત્રએ તેના જ પિતાની હત્યા કરી હતી. આ કિસ્સામાં મૃતકના પુત્રની ધરપકડ કરવામાં આવી છે.

જબલપુરના એસપી સિદ્ધાર્થ બહુગુણાએ કહ્યું હતું કે, 28 માર્ચના દિવસે એક લાશ મળી હતી, જે આખી સળગી ગયેલી હતી. લાશ સળગેલી હોવાથી જાણવા ના મળ્યું કે આ કોની લાશ છે. જ્યારે ફોરેન્સિક ટીમે લાશનું પરીક્ષણ કર્યું તો જાણવા મળ્યું કે લાશના ડાબા હાથના અંગૂઠામાં ધાતુની વીંટી હતી ડાબી બાજુની બે આંગળીઓમાં લોખંડ અને તાંબાની વીંટી હતી. ગળામાં મોતીની માળા  અને કમરની નીચે આંતરિક વસ્ત્રોનો અડધો સળગેલો ટુકડો હતો.

સોશિયલ મીડિયા પર લાશ અને આ બધી વસ્તુઓના ફોટા વાયરલ કરવામાં આવ્યા હતા અને જાણકારીની માંગણી કરી હતી. આ પછી સિઓની જિલ્લાના બરોડા ગામના એક પરિવારને શંકા હતી કે આ મૃતદેહ તેમના ઘરના વડા શૈલકુમાર પટેલની હોઇ શકે. એસડીએમ જબલપુરની હાજરીમાં મૃતદેહને બહાર લાવવામાં આવ્યો હતો, ત્યારે પરિવારે ઓળખ કરી હતી કે શૈલ છે કે નહીં.

આ પછી પરિવારજનો સાથે પોલીસે પૂછપરછ ચાલુ કરી હતી, ત્યારે મૃતકની પત્ની રમ્મુ બાઇએ જણાવ્યું હતું કે, 26 માર્ચે ગામના આયુષ શર્મા અને મનોજ બૈગા શૈલકુમારને તેની બાઇક પર બેસાડીને લઇ ગયા હતા. લઈ ગયા પછી શૈલકુમાર ઘરે પાછો આવ્યો ન હતો.

પત્નીના કહેવાથી પોલીસે આયુષ અને મનોજને કસ્ટડીમાં લઈ જઈને પૂછપરછ કરી હતી.  તેઓએ કહ્યું હતું કે શૈલ કુમારની હત્યા તેમના પુત્ર પ્રમોદ એ કરી હતી. આ બંનેએ એવું પણ કહ્યું કે પ્રમોદે તેના મિત્ર રાહુલ નેમા અને તેના ડ્રાઇવર રાહુલ યાદવને તેના પિતાની હત્યા માટે 50,000 રૂપિયા આપવાનો દાવો કર્યો હતો.

હત્યા કરવા માટે  પ્રમોદ 15,000 રૂપિયા અગાઉ પણ આપ્યા હતા. રાહુલ નેમા અને રાહુલ યાદવે આ હત્યા કરવા માટે અમારા બંને (આયુષ અને મનોજ) સાથે વાત કરી.પોલીસ એ કહ્યું કે આ પછી મનોજ અને આયુષે શૈલ પટેલને ગાંજો પીવાનું પણ કહ્યું હતું. ગાંજો પીવડાવીને શૈલ પટેલને બાઇક પર બેસાડીને ઘનસૌર તિરહે લઈ ગયા હતા.

આ જગ્યાએ રાહુલ નેમા અને રાહુલ યાદવ પહેલા આવીને તેમની કાર પાસે ઉભા હતા. અહિયાં બધા બાઇક મૂકીને કારમાં બેસી ગયા હતા. સૌથી પહેલા કારમાં શૈલકુમાર સાથે માર માર્યો હતો અને પછી દોરડાથી ગળું દબાવીને હત્યા કરી હતી. હત્યા કરીને  ગોરખપુર રોડના જંગલમાં લાશને સૂકા પાંદડાથી ઢાંકીને આગ લગાવી દીધી હતી.

પોલીસે આરોપીના કહેવાથી મૃતકના પુત્રની પૂછપરછ કરી ત્યારે તેના પુત્રએ કીધું હતું કે  તેના પિતા તેની પત્ની પર ખરાબ નજર રાખતો હતો. સાથે સાથે મોકો મળે ત્યારે તેની પત્નીની છેડતી પણ કરતો હતો. આથી તેણે તેના પિતાની હત્યા કરવા માટે આવી યોજના બનાવી હતી.

પોલીસે આ કેસમાં આઈપીસીની કલમ 302, 201, 364 અને 120 (બી) હેઠળ ગુનો દાખલ કર્યો છે. મૃતક ના પુત્ર પ્રમોદ ઉપરાંત રાહુલ નેમા, રાહુલ યાદવ, મનોજ બૈગા અને આયુષ શર્માની પણ ધરપકડ કરવામાં છે. હત્યામાં વપરાયેલી બાઇક અને કાર પણ જપ્ત કરવામાં આવી છે.

 

[quads id=1]

Related Articles

Back to top button