સમાચાર

દોઢ વર્ષ થી કોરોના ને કારણે પિતાને ન મળવા પામેલ આ દીકરી ની વાત સાંભળી ને પથ્થરદિલ માનવી પણ પીગળી જશે

ગુજરાત માં કોરોના ગુજરાતમાં કાળો કેર વર્તાવી રહેલા કોરોનાએ એક વર્ષ દરમિયાન અનેક પરિવાર ના સભ્યો ને નોંધારા કરી નાખ્યા છે. ભરૂચમાં આજે આવો જ કઈક કિસ્સો બન્યો છે. એક કોરોના સંક્રમિત દર્દી ના મૃત્યુ થાય બાદ અંતિમવિધિ વખતે સ્મશાન માં દિલ ને પિગળવી દે એવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

મૃતક ની દીકરી નાગપુર સાસરે છે જે કોરોના ને કારણે દોઢ વર્ષ થી પિતા ને મળવા આવી ન હતી. પિતાને કોરોના છે અને હાલત નાજુક છે એવા સમાચાર મળતા દીકરી પિતા ની ખબર કાઢવા આવી. પરંતુ તે પહોંચી ત્યારે તેને પિતાનો મૃતદેહ મળ્યો હતો. જ્યારે પિતાને અગ્નિદાહ આપવામાં આવ્યો ત્યારે તેના પપ્પા ને યાદ કરતાં કરતાં દીકરી એ હૈયાફાટ રુદન કર્યું હતું. આ દૃશ્યો જોઈ હાજર સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી.

દોઢ વર્ષ બાદ પિતાને મળવા આવેલી દીકરી નું આવું રુદન જોઇને સ્મશાનના કર્મચારીઓ સહિત ઉપસ્થિત સૌ કોઈની આંખોના ખૂણા ભીના થઈ ગયા હતા. દીકરીને પિતા તો ના મળ્યા, પણ તેમનો મૃતદેહ પણ જોવા ન મળ્યો.

ભરૂચ શહેર ના સ્ટેશન રોડ પર આવેલા આર.કે. કાસ્ટા એપાર્ટમેન્ટમાં A-503 નંબરમાં રહેતા કમલ કિશોર મુંદ્રા અને તેમનાં પત્ની કોરોનામાં સપડાયાં હતાં. એ બાદ તેમને સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં, જ્યાં રોજબરોજ તેમની હાલત વધારે ગંભીર બની રહી હતી, જ્યારે આજે સવારે 62 વર્ષીય કમલ કિશોર મુંદ્રા નું કોરોના ને કારણે મૃત્યુ થયું હતું.

બાદ માં તેમના મૃતદેહને અંતિમવિધિ માટે ભરૂચના કોવિડ સ્મશાન ખાતે લવાયો હતો, જ્યાં કંઈક એવું બન્યું, જે જોઈ ભલભલા પથ્થરદિલ માનવી પણ હચમચી ગયા હતા.

નેહા ને પિતાના કોરોના સંક્રમણ ના સમાચાર મળતાં તે ભરૂચ આવવા નીકળી ગઈ હતી , પણ પહોંચી ત્યારે ખૂબ મોડું થઈ ગયું હતું.
કુદરત ની કરામત કહો કે ભાગ્ય ની નબળાઈ, દીકરી ને પિતા ના મળ્યા તો ણ જ મળ્યા, તેમના મૃતદેહ નાં અંતિમ દર્શન પણ ન થયાં.

નેહા પોતાના પિતાની જ્યાં અંતિમ વિધિ થઈ રહી હતી ત્યાં પહોંચી અને પિતા ની ચિતા જોઈ પોતાનાં આંસુઓ રોકી ના શકી.

નેહાના હૈયાફાટ રુદને કોવિડ સ્મશાનમાં સૌ કોઈ ભાવુક બની ગયા હતા. દોઢ વર્ષ બાદ પિતા ને મળવાની આશા પાણી માં વહી ગઈ અને છત્રછાયા ગુમાવનારી નેહા ના રુદને સ્મશાનની નીરવ શાંતિને પણ ભેદી દર્દનો એક અવાજ ઊભો કર્યો હતો.

[quads id=1]

Related Articles

Back to top button