સમાચાર

ભાજપ નેતા ની ગાડી માંથી મળી આવ્યા ઇવીએમ મશીન, ચુંટણી પંચે કર્યા ચાર અધિકારી સસ્પેન્ડ.

આસામ માં બીજા તબકકાનું મતદાન પૂરું હાલ માં પૂરું થયું છે. મતદાન પૂર્ણ થાય બાદ કરીમગંજ જિલ્લામાં ભાજપ ના એક નેતા ની ગાડી માંથી ઇવીએમ મશીન મળી આવતા માહોલ થોડો ગરમ થયો છે. કોંગ્રેસ ના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ કાર નો એક વીડિયો ટ્વીટર માં મૂક્યો છે.

આ બોલેરો કાર પાથરકાંડી વિધાનસભા સીટના ભાજપના ઉમેદવાર કૃષ્ણેદું પાલ ની હોવાનું પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે. મહત્વ નો પ્રશ્ન તો એ છે કે આ ઇવીએમ મશીન ભરેલી કાર સાથે કોઈ સુરક્ષા ન હતી.આ સમગ્ર ઘટના ના મામલે ચૂંટણી પંચે આ ઘટના સાધ સંકળાયેલા ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. સાથે જ ચૂંટણી પંચે FIR કરવા પણ કહ્યું છે અને જિલ્લા ચૂંટણી અધિકારીને વિસ્તૃત રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.


ડીએમ તરફથી ચૂંટણી પંચ ને અપાયેલ પ્રાથમિક અહેવાલ મુજબ પોલિંગ પાર્ટીની કાર રસ્તા માં ખરાબ થઇ ગઇ હતી, જેને લીધે પ્રિસાઇડીંગ ઓફીસરે રસ્તા માંથી પસાર થઇ રહેલી આ બોલેરો કાર પાસે જિલ્લા મથકે લઇ જવા માટે મદદ માંગી હતી.

પોલિંગ પાર્ટી અધિકારીઓ ને ત્યારે ખબર નહોતી કે જે કાર માં તેઓ ને મદદ મળી છે , તે ભાજપ ના ધારાસભ્ય અને હાલની વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારની ગાડી છે. મદદ માટે લેવાયેલી આ ગાડી બીજેપી ના ધારાસભ્ય કૃષ્ણેંદુ પાલની પત્નીના નામ પર રજિસ્ટર છે.

ભાજપ ના ઉમેદવાર ની ગાડી માં રસ્તા પર મદદ લઈ ને જ્યારે પોલિંગ પાર્ટી પાછા ફરી રહી હતી, ત્યારે સ્થાનીય લોકોએ કાર ઓળખી લીધી અને કાર ને રોકી દીધી. પોલિંગ પાર્ટીના સભ્યોને સ્થાનીય લોકોએ ગાડીમાંથી બહાર કરી દીધા અને ભીડ હિંસાત્મક થઇ ગઈ, રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું કે ઈવીએમ સહી સલામત છે તેના સીલ સાથે કોઈ છેડછાડ કરવામાં આવી નથી. પણ મહત્વ ની વાત એ છે કે આ મશીન વોટિંગમાં ઉપયોગમાં લેવામાં આવ્યું હતું.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી એ આના પર સવાલ ઉઠાવ્યા હતા. ટ્વિટર માં મુકેલ વીડિયો માં ટેગ કરીને પૂછ્યું કે, જ્યારે પણ કોઇ પ્રાઇવેટ ગાડીમાં ઇવીએમ મળે છે તો એ ગાડી ભાજપ ના ણએતો ની જ કેમ હોય છે ? આ મામલો સામે આવતા ચૂંટણી પંચે 4 અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે.

[quads id=1]

Related Articles

Back to top button